________________
[ ૪૦ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર - સ૨ો
સરખી તે પ્રતિમાને જોઇને રાજાના નેત્રરૂપી ને પેાયણા ક્ષણમાત્રમાં વિકસ્વર થયા. ખાદ નજીકમાં રહેલા સરાવરમાંથી અત્યંત સુગંધીવાળા કમળે લાવીને રાજાએ પરમાત્માની પૂજા કરી અને પરમાત્માની સ્તુતિ કરી કે પૃથ્વીના ભૂષણ, સરોવર સરખા હે પરમાત્મન્ ! ભવભ્રમણથી થતા શ્રમરૂપી તૃષ્ણાને આપ દૂર કરો. આ પ્રમાણે કુલયભૂષણ પરમાત્માની સ્તુતિ કરીને ભુવનભાનુ રાજાએ પ્રાથના કરી કે -હે સ્વામિન્ ! આપ પ્રસન્ન થાઓ, જેથી મારી વિદ્યાએ જલ્દી સિદ્ધ થાય.
બાદ પોતે મકરધ્વજ( કામદેવ ) યુક્ત હેાવા છતાં કામવાસનાથી રહિત બનીને ભુવનભાનુ રાજાએ એકાગ્ર મનથી વિધિપૂર્વક વિદ્યાઓની સાધના કરી. ભયભીત બનાવતી વ્યક્તિએથી પણ નહીં ડરતા અને મકરધ્વજને ઉત્તરસાધક રાખતા પુણ્યશાળી રાજાએ અપ સમયમાં જ વિદ્યાએ સાધી લીધી. તે સમયે આકાશમાં પુષ્પવૃષ્ટિ થઈ, દુદુંભીનેા બિન થવા લાગ્યા, “ જય જય ’’ એવા શબ્દ થયા અને ચામરો વીંઝાવા લાગ્યા. તત્કાળ વિદ્યાસિદ્ધિને જોઈને મકરધ્વજ વિદ્યાધરે રાજાને પૃયું કે-“ પુરુષશ્રેષ્ઠ ! તમે કોણ છે ? તે મને મહેરખાની કરીને કહેા. જ્યારે રાજાએ પાતાનું સમગ્ર વૃત્તાંત જણાવ્યુ' એટલે મકરધ્વજ આલ્બે કે-તમે મને પ્રાણદાન આપ્યું એટલે હું માનું છું કે-મારું' પુણ્ય હજી જાગૃત છે.
વિશેષમાં મકરધ્વજે જણાવ્યુ કે-ભાનુશ્રી નામની પેાતાની પુત્રીના પાણિગ્રહણને માટે આપને શેાધવા માટે વિદ્યાધરેશ કનકરણે વિદ્યાધરાને પૃથ્વીપીડ પર મેલ્યા છે; પરન્તુ હાલમાં કનકરથ તમને ખાસ કરીને મળવાને ઈચ્છે છે કારણ કે શ્રીપુરનગરના સ્વામી, વિદ્યા ને ભુજાખળથી ગીબ્ડ શ્રીકંઠ નામના વિદ્યાધરચકવર્તીએ ભાનુશ્રીનું અદ્ભુત રૂપ સાંભળીને તેની યાચના કરવા માટે પ્રધાન પુરુષોને મેકલ્યા છે. માગણી કરતાં તે પ્રધાનપુરુષોને કનકરશે જણાવ્યું કે-ટુ' વિચારીને જણાવીશ. બાદ તેએનું સન્માન કરીને વિદાય કર્યો.
પછી કનકરથે પોતાની પુત્રી ભાનુશ્રીને પૂછવાથી તેણીએ જણાવ્યુ કે- હે પિતાજી! આપ શુ` પૂછે છે ? નૈમિત્તિકનું વચન શું આપ ભૂલી ગયા ? તેનું વચન કદાપિ નિષ્ફળ નીવડે જ નહીં. પુત્રીની ઈચ્છા જાણીને કનકરથે ચારે દિશામાં ખેચરાને મેકલી હુકમ કર્યા કે ભુવનભાનુ રાજાને જલ્દી લાવેા. આવુ અનુપમ કન્યારત્ન તે રાજાને સોંપવા આદ આપણી રાજકાય ને ભુલાવનારી ચિંતા દૂર થાય.
આ બાજુ નિમિત્તિયાનું વચન જાણીને શ્રીકંઠ ચક્રીએ આદરપૂર્ણાંક ભાનુશ્રીની માગણી કરી, અને પેાતાના બળથી ગવી બનેલા તેણે જાહેર કર્યું કે-મને પરણવાની ઈચ્છાવાળા જાણ્યા બાદ, અત્યંત ઉત્કંઠાવાળા બીજો કેાણ પુરુષ ભાનુશ્રીને પરણવાની ઇચ્છા ધરાવશે કે જેને મરવાની ઈચ્છા હોય તે જ વ્યક્તિ ભાનુશ્રીને ( મારા સિવાય ) ચાહી શકે. જેમ દિવસ અંધકારને નષ્ટ કરનાર તેમજ પ્રતાપી સૂર્યને ઇચ્છે તેમ ભાનુશ્રીના પિતા તે તમને એકને જ વર તરીકે ઇચ્છી રહ્યા છે. કનકરચ વિદ્યાધર મારા પિતાની પર પરાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com