________________
કનકરથની ભાનુશ્રી તથા ભુવનભાનુને શિખામણુ.
બે કે-હે રાજન્ ! તમારા પ્રભાવથી હરણીયા પણ સિંહ જેવા બની જાય છે. અકલ્પિત વસ્તુને આપવામાં કલ્પવૃક્ષ સમાન હે રાજવી ! તમારી શી રીતે સ્તુતિ કરવી? બાદ ભાનુશ્રીને ઉદ્દેશીને તેણે જણાવ્યું કે-ભુવનભાનુ રાજાનું ચરિત્ર લોકોને અગમ્ય છે. તે સમયે કઈક હસીને શૃંગારમંજરીએ પણ સિંહ સન્મુખ જોયું ત્યારે તેણે પણ તેને પિતાની પત્ની જાણીને કંઈક હાસ્ય કર્યું.
કનકરથે ભાનુશ્રીને શિખામણ આપી કે-“હે પુત્રી ! તારે હમેશાં, જેમ ચંદ્રિકા ચંદ્રને અનુસરે તેમ ભુવનભાનુ રાજાને અનુસરવું અને જમાઈ ભુવનભાનુ રાજવીને પણ જણાવ્યું કેમારી પુત્રી ભાનુશ્રીએ કદાપિ દુઃખ જોયું નથી તો તમારે તેવી રીતે વર્તવું કે જેથી હાથણી વિધ્યાચળને યાદ ન કરે, તેમ તે પણ અમને યાદ ન કરે. તે સ્વભાવથી જ હું બેલતી નથી, પરદુષણને કહેતી નથી, વળી તે ઉચિતને જાણનારી, સુશીલ, દયા ને મૃદુભાષિણી છે. પાત્ર અને અપાત્રને જાણનારી, નેહીજને પ્રત્યે પ્રીતિભાવવાળી તથા તમારા પ્રત્યે વફાદાર બનેલ મારી આ પુત્રી પ્રત્યે કદી પણ પરગમુખ થશે નહીં, અથવા તે નિર્મળ ગુણસમૂહવાળા તમારા પાસે તેના વધારે શું વખાણ કરવા ? કારણ કે સ્વભાવથી જ અયોગ્ય કાર્ય નહીં કરનાર તમને તે ઍપવા માં આવે છે.”
બાદ ભુવનભાનુ રાજવીએ જણાવ્યું કે-“આપ અસાધારણ સૌજન્યવાળા છે, કારણ કે ગુણહીન મને તમે સર્વથા પ્રકારે સટ્ટણી કહી રહ્યા છે. મારા પિતા સ્વર્ગવાસી થવાથી બાલવયમાં જ મને રાજ્ય પ્રાપ્ત થયું તેટલા માત્રથી જ શું હું ગુણવાન બની ગયે ? સજજન પુરુષ પારકાના આ માત્ર ગુણને મેરુપર્વત સરખા બનાવે છે. સાધુ પુરુષોના નિર્મળ હૃદયરૂપી દર્પણમાં કેનું પ્રતિબિંબ નથી પડતું? અર્થાત સંતપુરુષે તો અન્ય વ્યક્તિઓને સારી જ માને છે. હું તો મારી પોતાની જાતને ગુણહીન માનું છું છતાં તમે મને સદગુણીમાની રહ્યા છે. સમુદ્ર પિતાની પુત્રી લક્ષમી કૃષ્ણને આપીને તેમને ખરેખર શ્રીપતિલક્ષ્મીયુક્ત બનાવ્યા. તમારે તમારી પુત્રી ભાનુશ્રીની લેશ માત્ર ચિંતા ન કરવી. ઘરે આવેલ કામધેનુને કોણ તિરસ્કાર કરે ? કૃત્રિમ નેહ ટકતો નથી જ્યારે સ્વાભાવિક સ્નેહ રિશર હોય છે. તમારી પુત્રી પ્રત્યે મારો પૂર્વભવનો નેહ જણાય છે.”
કનકરથ વિદ્યાધરે જણાવ્યું કે-“આ કન્યારત્નને તમને અર્પણ કરવાથી મેં તમને રાજય અર્પણ કરેલ છે; કારણ કે મારા રાજ્યમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ ભાનુશ્રી જ છે.” બાદ અત્યંત સંતુષ્ટ બનેલ કનકરથ વિદ્યારે પિતાના જમાઈ ભુવનભાનુ રાજવીને શ્રેષ્ઠ હસ્તી, અશ્વ, વિમાન અને મણિ-માણિજ્યાદિ આપ્યું. બીજા રાજવીઓએ પણ ઉચિત ભેટો આપી અને પોતપોતાને ઉચિત કાર્ય કરીને તે સર્વ રાજાઓ પોતાના સ્થાને ગયા. શ્વસુરગૃહે રહીને ભુવનભાનુ રાજા સુખપૂર્વક વિનોદમાં સમય પસાર કરવા લાગ્યા. શંગારમંજરી પણ જાણે પુનઃ પરણી હોય તેમ પોતાની જાતને માનવા લાગી. તેનો પતિ સિંહકુમાર જે મૃગ બની ગયે હતું તે ભાનુશ્રીના પાણિગ્રહણ મહોત્સવ પ્રસંગે ફરીને મૂળ રૂપમાં આવી ગયો.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com