________________
[ ૫૪ ].
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૨ જે જેથી મારો મહિમા-કી ઘટશે અને પગલે-પગલે મારે પરાભવ થશે. દાન ન આપવા છતાં પણ લક્ષમીવાળો પુરુષ લોકને પ્રિય બને છે. જુઓ મેરુ પર્વતનું પડખું જ્યોતિશ્ચક છેડતું જ નથી.
પછી સત્યકીએ નીલ વસ્ત્રમાં પાંચ રને બાંધીને સાક્ષી રાખ્યા સિવાય જ પ્રભાકરને સેંપ્યા અને તેને કહ્યું કે-“ધનોપાર્જન નિમિત્તે હું સમુદ્રયાત્રા કરીશ તે તારે આ પાંથ રને સાચવવા અને જ્યારે હું માગુ ત્યારે તારે તે મને પાછા સેપવા. હે પુરહિત ! હે કલ્યાણુકારક ! તારામાં મારો સંપૂર્ણ વિશ્વાસ છે. મા સર્વસ્વરૂપ આ પાંચ રને તારે યત્નપૂર્વક સાચવવા.” એટલે પ્રભાકરે તે તેનો લઈને તેની સમક્ષ પેટીમાં મૂક્યા અને કહ્યું કે-“ તારે લેશ માત્ર ચિંતા ન કરવી. આ રને હવે તારા હસ્તમાં જ રહેલા છે તેમ સમજજે.”
સત્યકી પણ રાજા તથા પોતાના સ્વજનોની રજા લઈને કરિયાણા ભરીને અન્ય લકે સાથે ધન-ઉપાર્જન કરવા માટે વહાણ પર ચઢો. પછી વાયુની અનુકુળતાને કારણે વહાણ રુખ્યદ્વીપમાં જઈ પહોંચ્યું એટલે કરિયાણાનો ત્યાગ કરીને તેણે વહાણુમાં રૂપું ભરી લીધું. તે સમયે કોઈકે જણાવ્યું કે-“સુવર્ણ દ્વીપમાં સુવર્ણ પ્રાપ્ત કરી શકાય છે.” એટલે લેભવશથી ત્યાં જઈને તેણે સુવર્ણ સમૂહ જોયો અને રૂપાનો ત્યાગ કરીને સુવર્ણથી વહાણું ભરી લીધું. વળી તે સમયે કોઈકે જણાવ્યું કે “ રત્નદ્વીપમાં ઘણું રત્ન હોય છે, ફક્ત એક જ રત્નથી કોટિ સુવર્ણ પ્રાપ્ત થાય છે ” ત્યારે સત્યકીએ સંમતિ આપવાથી વહાણ રત્નકીપે પહેપ્યું તે સ્થળે જનસમૂહને જોઈને વહાણમાં ભરેલ સુવર્ણ ત્યાગ કર્યો અને વહાણ રત્નથી તેમજ પિતાનું હૃદય હર્ષથી પરિપૂર્ણ કર્યું. પછી તેણે પોતાની ઈચ્છાને તેમજ વહાણને પાછું ફેરવ્યું અને પવનની અનુકૂળતાથી તેઓ ઝડપથી પાછા ફરી રહ્યા હતા તેવામાં સમુદ્ર વિચાર્યું કે-આ રનના સમહ વિના “રત્નાકર” કઈ રીતે કહેવાઈશ? તેથી તેણે પોતાનું બાણ (પ્રચડ મોજુ) ફેંકયું એટલે પ્રચંડ મોજાથી પછડાયેલું અને ઉછાળાએલું તે વહાણ, માણસના મનોરથની સાથેસાથ ભાંગી ગયું. તે સમયે જનસમૂહ અને રત્નસમૂહ ચારે દિશામાં ચાલ્યા ગયા અને સત્યથી શ્રેષ્ઠી પણ પાટિયું મેળવી તરતો તરતે કાંઠે પહોંચ્યો.
તે વિચાર કરવા લાગ્યો કે-કયાં તે રત્ન સમૂહ અને કયાં આ મારી આવા પ્રકારની દુર્દશા? લાભને ચાહતાં મારું મૂળ દ્રવ્ય પણ નાશ પામ્યું. પૂણ્યરૂપી કરિયાણુ વગર માણસેએ કરેલ પ્રવાસ તદ્દન નિષ્ફળ બને છે; જ્યારે પુણ્યશાળી વ્યક્તિઓને પોતાના ઘરમાં જ રહેવા છતાં લક્ષ્મી પ્રાપ્તિ થાય છે. જે દિવસ મેં પારકાના હાથમાં દિવ્ય પ્રભાવવાળા તે પાંવ , રને સેપ્યા તે દિવસથી જ મારું પુણ્ય નષ્ટ થયું હોય તેમ જણાય છે. મારા પૂર્વ પુરુએ કહ્યું હતું કે જેના ઘરમાં આ પાંચ રત્નો રહેશે તેને કમળની માફક કદાપિ લક્ષમી ત્યજશે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com