________________
[ ૧૮ ].
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૨ જે અંક્તિ મુદ્રિકા તેને પહેરાવીને પ્રપંચપૂર્વક તેની મુદ્રિકા ગ્રહણ કરી છે. તે જ દિવસે સોની પાસે તેના જેવી જ બીજી મુદ્રિકા તૈયાર કરાવો. વળી તે દિવસે તેણે જે ભોજન કર્યું હોય તે જાણી લઈને પછી મુદ્રિકાને લઈને નોકરને તેને ઘરે મોકલ.
રાજા પુરહિતની સાથે નિરંતર જુગટુ રમવા લાગ્યા અને અત્યંત નેહ બતાવીને તેને અત્યંત વિશ્વાસ પમાડ્યો. ઘણા અભિમાનવાળો પુરોહિત પણ પિતાને રાજાનો કૃપાપાત્ર માનવા લાગ્યા. પછી કોઈએક દિવસે રાજાએ મંત્રીની સૂચનાનુસાર સર્વ આચરણ કર્યું અને તેની સાથે રમતાં રાજાએ પણ રાત્રિને વિષે પિતાના નેકરને પુરોહિતના ઘરે મોકલ્યો. તેણે જઈને પુરેણિત-પત્નીને કહ્યું કે-“પુરોહિતને અત્યંત કામ હોવાથી મને મુદ્રિકા આપીને અને આજે તેમણે જે ભજન કરેલ છે તે મને જણાવીને-આ પ્રમાણે બંને ઓળખાણ આપીને મને તમારી પાસે મોકલેલ છે, તો જે રત્ન નીલ વર્ણવાળા વસ્ત્રમાં બાંધેલા છે તે જલદી પેટીમાંથી કાઢીને મને આપે. જે તે પ્રમાણે આપવામાં વિલંબ કરશે કાર્ય નાશ પામશે.” પુરોહિત-પનીએ પણ તેને તે રત્ન આપી તથા તેણે પણ જઈને પુરોહિતની સમક્ષ જ તે રત્ન રાજાને અર્પણ કર્યા, એટલે રાજાએ પુહિતને પૂછયું કે-“શું હજુ પણ તું તારી જાતને દોષિત માનતું નથી ? મારી આજ્ઞાને જૂહી માને છે અને કલકી હોવા છતાં મારા ચરણને સ્પર્શે છે? તું સત્યની શ્રેષ્ઠીને ગાંડે જણાવે છે અને મંત્રી તે ઈર્ષ્યાળુ છે એમ જણાવે છે!”
આ પ્રમાણે રોષને લીધે રાજાની ભૂકૂટી જઈને પુરોહિતે વિચાર્યું કે-“રાજાએ મને છેતર્યો છે, તે હવે શું ઉત્તર આપું ?” છતાં પણ ધૃષ્ટતાપૂર્વક તેણે જણાવ્યું કે-“હે રાજન્ ! તે રનો મારા જ છે. જે તમને વિશ્વાસ ન આવતો હોય તો આપના રત્નભંડારમાં તેને નાખો. જે તેને ઓળખીને સત્યકી શ્રેષ્ઠી ગ્રહણ કરી લે તો તે રત્નો તેને જાણવા અન્યથા તે મારા જાણવા.” રાજાએ તેને જવાબ આપ્યો કે-“તારે અભિપ્રાય મેં જાણી લીધું છે. તે પ્રમાણે હું આજે જ કરું છું જેથી સત્યકી સાચે છે કે જૂઠે તે જણાઈ આવશે. રાજાએ પુરોહિતનું વચન ન માન્યું અને તેને ઉગ્ર દંડ આપે.” આ પ્રમાણે જનતા ન બેસે તે પ્રમાણે હું વર્તીશ.”
ત્યાર પછી પિતાના રત્નસમૂહમાં તે રત્નો નાખીને સત્યકીને બોલાવીને રાજાએ તેને કહ્યું કે-“ તું ઓળખીને તારા રત્નો આ રેનસમૂહમાંથી લઈ લે.” એટલે સત્યકીએ પિતાના રનો ગ્રહણ કરી લીધા. પછી સત્યકીને સાચો જાણીને અને પ્રભાકર પુરોહિતને જૂઠો માનીને રાજાએ માત્રને આદેશ આપે કે-“ આ પુરોહિતનું સર્વસ્વ લુંટી લ્યો તેની જીભ કપાવીને દેશનિકાલ કરો.” મંત્રીએ પણ રાજાના હુકમથી તે પ્રમાણે કર્યું. પછી સત્યજીએ પણ પિતાના તે રત્નો મંત્રી સન્મુખ મુકીને કહ્યું કે-“ મહેરબાની કરીને આપ આ રત્ન ગ્રહણ કરો. હવે મારે રત્નોની જરૂરિયાત નથી. ફક્ત મારે પરાભવ જ મને અસહ્ય બન્યો હતો. હે મંત્રીશ્વર ! આપે બુદ્ધિપૂર્વક મારે થતે પરાભવ દૂર-નિર્મળ કર્યો છે.” એટલે સુબુતિ મંત્રીએ તેને જણાવ્યું કે-“હું તને આ રત્નો આપી દઉં છું તે તે તે ગ્રહણ કરી લે. તે રસ્તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com