________________
સુબુદ્ધિ મંત્રીએ વિચક્ષણ મંત્રીનું કરેલ સન્માન [ ૫૯ ]. દ્વારા દ્રવ્ય-પ્રાપ્તિ કર, મને તે રત્નોનું કંઈ પણ પ્રયોજન નથી. ઉપકાર કરે તે સજ્જન પુરૂષોને ઈટ છે. કેઈ પણ પ્રકારની આશા વગર કરાયેલ ઉપકારમાં બદલાની ઈચ્છા રાખવી તે વમેલા ભોજનને ખાવાની ઈચ્છા તુલ્ય છે માટે તારે મને આ વિષયમાં વિશેષ આગ્રહ ન કરે. જેમ ધર્મઠ પુરુષ પાંચ અણુવ્રતને ગ્રહણ કરે છે તેમ તારા આ પાંચ રત્નોને સ્વીકારીને તું તારા ગૃહે જા.” બાદ શ્રેષ્ઠીને પણ મંત્રી પ્રત્યે ઘણું જ સન્માન પ્રગટયું. તે રત્નો તારા પુનઃ વ્યાપાર કરતાં તેને અત્યંત દ્રવ્ય-પ્રાપ્તિ થઈ. લોકેને વિષે સત્યકી શ્રેષ્ઠી તેમજ સુબુદ્ધિ મંત્રીશ્વરનો અમૃત સરખે ઉજજવળ યશ વિસ્તાર પામે; જ્યારે પ્રભાકર પુરોહિત દુઃખી બને તેમજ અપકીર્તિનું ભાજન બન્યું. આ પ્રમાણે સુબુદ્ધિ મંત્રીની માફક બુદ્ધિમાન પુરુષ, ભયંકર કષ્ટરૂપી જળ-પ્રવાહમાં ડૂબેલી પોતાની જાતને તેમજ બીજાને પણ તારી શકે છે.
ઉપરની કથામાં આવતા સુબુદ્ધિ મંત્રીના ઉલ્લેખથી ભુવનભાનુ રાજવીએ પિતાના મંત્રી સુબુદ્ધિ(તમે)ને યાદ કરીને મને કહ્યું કે-“ હે વિચક્ષણ! તમે જે સુબુદ્ધિ મંત્રીની વાત કરી તે જ મારો મંત્રી સુબુદ્ધિ નામનો છે, કારણ કે બ્રહ્માએ તેને પણ ઉપકાર કરવામાં આસક્ત મનાવ્યો છે અને અમે તેના હૃદયને જાણ્યું નથી તે યોગ્ય કર્યું નથી. અમારા વિરહમાં તે અવશ્ય પ્રાણેને ત્યજી દેશે, તે તું મારા આદેશથી શીધ્ર શુભા નગરીએ જા અને સુબુદ્ધિ મંત્રીશ્વરને ઘેય ઉપજાવનાર મારી આ સર્વ હકીકત તું તેમને કહી સંભળાવજે.”
વિચક્ષણ મંત્રીના શુભા નગરીએ આગમન બાદ હર્ષ પામેલા સુબુદ્ધિ મંત્રીએ પોતાના પ્રધાનને બોલાવ્યા તેમજ તેને ઉચિત સ્થાન આપીને લેખ વાં, જે સાંભળીને સમસ્ત નગર આનંદ પામ્યું. નાગરિક લોકોએ ગૃહ-ગૃહે એક એકથી ચઢિયાતા વધામણુ કયાં તેમજ પિતપોતાની કુળદેવીઓની માનતા પૂર્ણ કરી. વળી મંત્રીએ પોતાના તાબાના ખંડિયા રાજાઓના હર્ષને માટે હકીકત જણાવતાં લેખ મોકલાવ્યા. ચક્રવતી પણાને મહેત્સવ કરવાને માટે લોકો આતુર બન્યા એટલે સુબુદ્ધિ મંત્રીએ વિચક્ષણને કહ્યું કે-“ તમે અમારા સ્વામીના કુશળ-સમાચાર આપીને અમારા પ્રત્યે કયો ઉપકાર નથી કર્યો? તો હવે હું તમારું યોગ્ય સન્માન કરવા ઈચ્છું છું. તમે કરેલા કાર્યને બદલે પ્રાણ આપવાથી પણ વળી શકે તેમ નથી.” આ પ્રમાણે કહીને, પતે ફક્ત બે ઉજજવળ વસ્ત્ર પહેરીને વિચક્ષણને પુનઃ જણાવ્યું કે-“હું તમને મારા આવાસની સઘળી લક્ષ્મી અર્પણ કરું છું” ત્યારે વિચક્ષણે પણ કહ્યું કે-“હે મંત્રીશ્વર ! ભુવનભાનુ રાજવી પ્રત્યેની તમારી અસાધારણ સાચી ભક્તિ જણાઈ આવે છે. હું તો તમારા સ્વામીને સેવક હોવા છતાં પણ તમે મારા પ્રત્યે તમારા હવામીની માફક જે ભક્તિ દર્શાવી રહ્યા છે તેથી હે સુબુદ્ધિ મંત્રીશ્વર ! તમારા વચન માત્રથી જ હું કૃતકૃત્ય થયો છું. તમે તો મારા માટે પિતા તુલ્ય પૂજનીય છે. આપ મને લેખ લખો આપે જેથી તેના દ્વારા હું રાજવીને હર્ષિત બનાવીને કૃતકૃત્ય બનું.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com