________________
પ્રભાકરનું પ્રપંચીપણું ને સુબુદ્ધિ મંત્રીની યુક્તિ
[ ૧૭ ] કહ્યું કે-“ નીલ વચમાં બાંધીને પાંચ રને મેં પ્રભાકરને આપ્યા હતા. ” સુબુદ્ધિએ પૂછ્યું
>“આ વાતમાં કઈ સાક્ષી છે?” સત્યકીએ જણાવ્યું કે-“કઈ સાક્ષી ન હતા. તે મારે મિત્ર અત્યંત વિશ્વાસપાત્ર હતો.” શ્રેષ્ઠ મંત્રીએ તેને જણાવ્યું કે “કઈ પણ સાક્ષી રાખ્યા સિવાય તે આ થાપણ આપી તે ઠીક કર્યું નથી. પિતાના સ્વજનોને પણ સર્વવ આપવામાં આવતું નથી, તે બીજાને તો કેમ જ આપી શકાય ? જેને કશી જરૂર નથી એવા વૃક્ષેને પણ ધનની આસક્તિ હોય છે અને તે હકીકત પ્રસિદ્ધ જ છે તો પછી જેને પગલે-પગલે દ્રવ્યની જરૂર છે એવા મનુષ્યોની તો વાત જ શી કરવી? અથવા હવે બનેલા કાર્યનો અફસેસ કરે નામે છે. તારે હવે રાજસભામાં આવવું, જેથી તારા કાર્યની સિદ્ધિ કરી શકાય.”
પણ કપૂર લઈને સત્યકી રાજદ્વારે આવે એટલે તેને જોઈને દયાળુ બુદ્ધિવાળા સુબુદ્ધિ મંત્રીએ તેને શીધ્ર પ્રવેશ કરાવ્યો. નમસ્કાર કરતાં તેને રાજાએ તેના આગમનનું કારણ પૂછયું એટલે મંત્રીએ રાજાને એકાંતમાં સર્વ હકીકત જણાવી. પછી રાજવીએ પ્રભાકર પુરોહિત ને બેલાવીને વારંવાર પૂછવા છતાં તે માન્યો નહીં, એટલે રોષે ભરાયેલા રાજાએ તેને કહ્યું કે-“જો તું સાચો છે તે મારી આજ્ઞા વીકાર” ત્યારે ધૂર્ત પણાને લીધે તેણે રાજાની આજ્ઞા સવીકારી. અને રાજાને જણાવ્યું કે- “હે સ્વામિન્ ! પિતાનું વહાણ ભાંગી જવાથી આ સત્યકી વણિક ગાંડો થઈ ગયો છે અને આપની મહેરબાનીથી મંત્રી પણ ગર્વીક બની ગયે છે. આ ગાંડા માણસના વચનથી આપ મને શા માટે આ પ્રમાણે કહી રહ્યા છો ? આપ મારા પ્રત્યે કૃપા દર્શાવે છે તેથી આ મંત્રીને મસ્તક-પીડા થાય છે. આ મંત્રી હમેશાં મારા છિદ્રો જોઈ રહ્યો છે, પરંતુ મારે દોષ દેખાતું નથી ત્યારે તે બીજાઓ દ્વારા આ બેટે આરોપ મારા પર મુકાવે છે. હે રાજન ! જે આ૫ આ મંત્રીનું વચન સત્ય માનશે તે સર્વ જગત આપને દોષવાળું જ જણાશે, કારણ કે જે પોતે દ્વેષી હોય તે બીજાને પણ દેજવાળી જ જુએ છે, કારણકે કપાયેલી નાસિકાવાળા પુરુષ પોતાના પ્રતિબિંબને છિન્ન-કપાયેલ નાસિકાવાળું જુએ છે. અવસરે આપ આ મંત્રીના દેને જાણી શકશે. ગુપ્ત પાપ કેટલાક સમય પર્યન્ત ગુપ્ત રહી શકે છે. તે સ્વામિન્ ! આ મંત્રીના કહેવાથી આ૫ મારા પ્રત્યે અપસન્ન ન બનશો.” ત્યારે રાજાએ કહ્યું કે “જો તુ નિષ્કલંક છે તો મારા બંને ચરણેને સ્પર્શ કર.” ત્યારે પાપી8 પ્રભાકરે રાજાના ચરણને સ્પર્શ કર્યો, એટલે રાજાને તે સંબંધી ખાત્રી થવાથી તેને વિસર્જન કરીને રાજાએ સર્વ હકીકત સુબુદ્ધિ મંત્રીને જણાવી. મંત્રીએ કહ્યું કે-“કલંકના ભયથી તે પુરોહિત જૂઠું બોલ્યું છે. આપે તેને અવશ્ય શિક્ષા કરવી જોઈએ; કારણ કે આ જગતમાં બળહીનાનું બળ રાજા છે. તેણે મારા સંબંધી આપને જે વૃત્તાંત જણાવેલ છે તે હે રાજન ! સત્ય જણાય છે. જો તેમાં કંઇ પણ ફેરફારવાળું જણાશે તે મારો દેષ અલ્પ થશે, અર્થાત્ હું સાચે નીવડીશ. હે સ્વામિન્ ! આ વિષયમાં બુદ્ધિપૂર્વક કામ લ્યો, તેની સાથે નેહ દર્શાવવાપૂર્વક આપ જુગટુ રમ, તમારા નામથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com