________________
શ્રીકંઠ ચક્રીનું યુદ્ધ માટે પ્રયાણ
[ ૪૭ ] ભુવનભાનુએ વિચાર્યું કે, “મકરકેતુને મારા પ્રત્યે અત્યંત નેહ છે. જે હું નહીં જાઉં તે મેં નેહ-ભંગ કર્યો ગણાશે. જે જાઉં છું તે કનકરથ વિદ્યાધરને સંતાપ થશે, કારણ કે પોતાની પુત્રી-રત્નના અર્પણથી તેને મારા પ્રત્યે નેહ બમણા થયા છે. તે વિદ્યાધરરાજાની નેહરૂપી સાંકળથી મારે નેહ ગાઢ બન્યો છે; તેથી અહીંથી મારું પ્રયાણ બીજી રીતે થવું શક્ય નથી.” પછી તેમણે વિદ્યાધરપતિ કનકરથને વિનયપૂર્વક પૂછ્યું ત્યારે તેમણે વિચાર્યું કે મારી પુત્રી ભાનુશ્રી અને તેના સ્વામી ભુવનભાનુ મારા નેત્રરૂપ છે. તે બને વિના મારી સર્વ દિશાઓ અંધકારમય બની જશે. આ પૃથ્વીપીડ પર કોઈએક વસ્તુ નથી કે જે માનવીઓને ફક્ત સુખદાયક જ હોય. આ ભવમાં કે પરભવમાં સ્ત્રીઓ નુતન વેલ સમાન છે. તે સિવાય બ્રહ્મા પણ પિતાનો વ્યવહાર ચલાવવાને શકિતમાન નથી. હું હમણાં કદાચ તેઓને રોકી રાખું તે પણ કેટલાક સમય પછી તા તેઓ જશે તો ખરા. તો પછી તેઓને અત્યારે દુઃખી કરવા ઉચિત નથી.” આ પ્રમાણે વિચારીને કનકરણે કહ્યું કેતમે જવાને ઉત્સુક થયા છે પણ હજી અમારા મનોરથ અપૂર્ણ રહ્યા છે. તમારા કરતાં અધિક ગુણશાળી ભાણેજનું મુખ જોવાથી અમારી મને રથ-પતિ થાય, તેથી આ ભાનુશ્રીને છેડીને એક પગલું પણ તમારે ભરવું જોઈએ નહિ. તેમજ પ્રયાણ સંબંધી તમારે મારી પાસે વાત પણ કરવી નહીં.”
ભુવનભાનુએ કહ્યું કે-“જે હું ન જાઉ તે મકરકે, મારા પ્રત્યે ઉદાસીન બનશે, તે મને આજ્ઞા આપે. હું જલદી પાછો આવીશ.” બાદ કનકળે ઇચ્છા નહી છતાં આદરપૂર્વક આજ્ઞા આપી.
બાદ પ્રયાણને લગતી સમગ્ર સામગ્રી તૈયાર કરી અને પોતે હરતી, અશ્વ અને પાયદળ સહિત ચાલી નીકળ્યા. વિમાનોથી આકાશપ્રદેશને ભરી દેતા, છત્રથી સૂર્યના તાપને આવરી લેતે, અભિમાની પુરુષના માનને તિરસ્કાર, દુર્જનોની ધીરજને છોડાવતા, વિકસિત નેત્રવાળા કિન્નરયુગલોથી જેવાતે, નાગરિકને યુક્ત કનકરથથી ઉત્સાહપૂર્વક અનુસરા, પિતે જાતે જ વાર્તાલાપ કરી-કરીને નગરજનોને વિદાય કરતા, પિતાના સંબંધીજનની શિખામણને સાંભળતા ભુવનભાનુ ચાલી નીકળ્યો. કનકરથ વિદ્યાધર પિતાના નગરે પાછા ફર્યા બાદ શ્રીકંઠ ચકીને તેના દૂતે જણાવ્યું કે-“હે સ્વામિન્ ! તમારો શત્રુ ભુવનભાનુ રાજવી સ્ત્રીરત્નને પરણીને પિતાના નગરે જઈ રહ્યો છે. હે દેવ ! આપને ઉચિત લાગે તેમ કરે.”
આ પ્રમાણે સાંભળીને કંધી બનેલા શ્રીકંઠે પોતાના માણસો પાસે યુદ્ધ ભેરી વગ ડાવી, તેના નાદથી ચતુરંગી સેના સજજ થઈ ગઈ. વિમાનમાં બેઠેલ શ્રીકંઠ રાજા પિતાની નગરીના નજીકના ભાગમાં આવ્યા અને અન્ય વિદ્યાધર રાજાઓને બોલાવવા માટે પોતાના તેને ચારે દિશામાં રવાના કર્યા, તેઓ સર્વ પાછા આવી ગયા બાદ જલદી પ્રયાણ કર્યું અને કોઈ એક સ્થળે પડાવ નાખીને રહેલ ભુવનભાનુ રાજવી પ્રત્યે વ્રત મોકલ્યો. તે જણાવ્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com