________________
શ્રીકંઠ ચક્રોને મંત્રીની શિખામણ
[ ૪૯ ]. યુદ્ધ કરવાની ઇચ્છા હોય તે હું તો તૈયાર જ છું. તેને તૈયાર થવાનું કહેજે.”
ઉપર પ્રમાણે દૂતે જઈને કહ્યા બાદ તીકણ બુદ્ધિવાળા મતિસાગર મંત્રીએ શ્રીકંઠને જણાવ્યું કે “હે સ્વામિન ! યુદ્ધ કરવાથી વિરામ પામે. તમારા બંને વચ્ચે કંઈક આંતરું છે; કારણ કે અગત્ય મુનિ સરખા તે ભુવનભાનુ રાજાએ તમારા સૈન્યરૂપી સાગરનું પાન કર્યું છે. પવિત્ર પરાક્રમી હોય તે જય પ્રાપ્ત કરી શકે છે. હે નાથ ! ભુવનભાનુ રાજવીમાં અતુલ પરાક્રમ જોવાય છે. ફક્ત સ્ત્રીના આવા નજીવા કારણસર તમે રાજ્ય જતું ન કરો. ન્યાયી પુરુષોને સનેહ દેવ પણ કરે છે. બીજાની પરણેલી સ્ત્રીને ગ્રહણ કરવાની ઈચ્છા કરવી તે ન્યાયી નથી. આપણા પક્ષમાં રહેલા ખેચરેંદ્રોને પણ આ કાર્ય રુચતું નથી. “આપણા સ્વામી ન્યાયી, ચક્રવર્તી, વૃદ્ધ, સુંદર સ્ત્રીઓવાળા, બીજાને ન્યાયી બનાવતા, બીજા રાજાઓની સેંકડો કન્યાઓને પ્રાપ્ત કરવા છતાં, આ પારકી સ્ત્રી માટે પોતાના પક્ષને-સન્યનો નાશ કરી રહ્યા છે.” એમ તે ખેચરેંદ્રો ગુપ્ત રીતે બોલી રહ્યા છે. જ્યારે પુણ્યને ક્ષય થાય છે ત્યારે કોઈ પણ પ્રકારે લક્ષમી ચાલી જાય છે. “ભાનુશ્રી શ્રીકંઠી પત્ની નહીં થાય.” એવું શું જ્યોતિષીઓનું વચન ખોટું પડે? કેટલાક વિદ્યાધરે શત્રુ પક્ષ પ્રત્યે પ્રીતિ ધરાવે છે જ્યારે કેટલાકે તેમના પ્રત્યે પેતાને સ્નેહ દર્શાવવાને માટે હતો મોકલ્યા છે. આપણા પક્ષમાં રહેલા અને ઉદ્વિગ્ન બનેલા કેટલાક વિદ્યારે પિતાની જાતનું રક્ષણ કરવા તત્પર બન્યા છે; આથી હું આપને નમ્રભાવે વિજ્ઞપ્તિ કરું છું કે-“આ યુદ્ધ ન થાય. બીજા મંત્રીએએ આપને નિષેધ કર્યો નથી, છતાં હું કરું છું તે મારું ભક્તિ યુક્ત છતાં કઠોર વચન આપ માફ કરે. સમસ્ત જનતા સાચી ભક્તિને નષ્ટ કરનાર છતાં મે મીઠું બોલે છે.” ' શ્રીકંઠ ચકી કઈક હાસ્યપૂર્વક બોલ્યા કે–“હે મંત્રી ! તમે વ્યાકુળ શા માટે બની ગયા છે? કદાચ આપણું સેંકડો રાજવીઓ હણાઈ ગયા હોય તેથી આપણું શું નાશ પામી ગયું? હું ભાનુશ્રીની માગણી કરી રહ્યો છું તે મારે અન્યાય નથી, કારણ કે પૂર્વે પણ ભાનુશ્રીને પરણવાની મેં માગણી કરી હતી. એટલે જે હું અત્યારે તેની પાસેથી ભાનુશ્રીને ગ્રહણ ન કરું તો મારી અપકીતિ થાય. સ્ત્રી તરફથી થતાં પરાભવને તિયા પણ સહન કરતા નથી તો વિશ્વને વિષે અસાધારણ પરાક્રમી મારા જેવો પરાભવને તે સહન જ કેમ કરી શકે? કિ પ્રકારના પરાજયને વિષે સ્ત્રી તરફનો પરાજય એ દુઃસહ્ય છે. તેથી અભિમાનીને માટે તે મૃત્યુ એ જ સુજીવિત છે. તેના પ્રત્યે અનુરાગ, આપણા પક્ષમાં રહેવા છતાં નેહવિનાના તેમજ જે પિતાની જાતની જ રક્ષા કરવામાં તત્પર બન્યા છે તે તેની મને શી પરવા છે? કારણ કે મારી પાસે ચક્ર છે, તે હું આ ભુવનભાનુને નાશ કર્યા સિવાય પાછો ફરનાર નથી, કારણ કે સિંહના પગલા હમેશા આગળ વધવા માટે જ હોય છે.” આ પ્રમાણે બેલીને, વિમાનમાં બેસીને હાહાર કરતાં વિદ્યાધરે ચાલી નીકળ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com