________________
ભુવનભાનું અને ભાનુશ્રીના વિવાહની તૈયારીઓ
[ ૪૩ ] કરજે. હું તે આવતા સમગ્ર સૈન્યને પહોંચી વળીશ. મકરવજે કહ્યું કે-મારા જેવો સેવક હોવા છતાં શું આપ સ્વામી યુદ્ધ કરશે, તમે તમારા સેવકની શક્તિ તો જુઓ, આ પ્રમાણે બેલતાં તેણે મજબૂત કછેટો બાંધીને હાથમાં ખડગ લીધું.
આ પ્રમાણે તેઓ બંને પરસ્પર વાર્તાલાપ કરી રહ્યા હતા તેવામાં કે એક વિદ્યાધર વિમાનમાં આવી પહોંચે અને મકરવજને આલિંગન આપ્યું. રતિસુંદરીએ પગ વિનય. પૂર્વક તેના ચરણમાં નમસ્કાર કર્યો. આશ્ચર્ય પામેલા ભુવનભાનુ રાજાને મકરધવજે જણાવ્યું કે-સંગરસિંહ નામના આ વિદ્યાધર મારા મામા છે. પછી તેના મામાને મકરવજે પૂછયું કે-આ સન્ય લઈને તમે કઈ તરફ જાવ છો ? શું પિતાની સીમાનું કેઈએ ઉલ્લંઘન કર્યું છે? જવાબમાં સંગરસિંહે જણાવ્યું કે-દુઃખી થયેલા મકરકેતુ રાજાએ તારી તપાસને માટે ચારે દિશામાં સેનાને મોકલી હતી તો હે પુત્ર ! તું કહે કે તું અત્યાર સુધી કયાં રહ્યો હતો ? તું કેમ કાંતિહીન બન્યો છે અને સાક્ષાત્ ઇદ્ર સરખે આ શ્રેષ્ઠ પુરુષ કોણ છે? - મકરધ્વજે સમગ્ર વૃત્તાંત જણાવ્યું ત્યારે અત્યંત હર્ષિત બનેલા સંગરસિંહે જણાવ્યું કે-જેના ઉપકારને બદલે ન વાળી શકાય તેવા આ પુરુષની તારે હમેશાં સેવા કરવી. એટલામાં સૈન્ય પણ આવી પહોંચે છતે પિતાનાં પ્રધાન પુરુષોને મકરધ્વજે કહ્યું કે-સૌથી પ્રથમ તમારે ક્ષત્રિયોમાં મુગટ સમાન આ રાજાને પ્રણામ કર જોઇએ. એટલે મંત્રીઓએ સૌથી પ્રથમ રાજાને નમીને પછી બીજાઓને પ્રણામ કર્યો અને સર્વ હર્ષ પૂર્વક લક્ષમીતિલક નગરમાં ગયા.
મકરકેતુ વિદ્યાધરે કરીને વર્ધા પન ભુવનભાનુ રાજવીને જણાવ્યું કે--મહાશય! આ સમગ્ર રાજય તમારે આધીન છે. મારા નગરમાં રહીને આ સમગ્ર લમીને સાર્થક કરે, આ પ્રમાણે કહેવાથી ભુવનભાનુ રાજવી ત્યાં સુખપૂર્વક રહેવા લાગ્યા.
બાદ મકરધ્વજે કનકથિ વિદ્યાધરને ભુવનભાનુ રાજાના મેળાપની વધામણી આપી. કનકરથે પણ તેના પ્રત્યે અત્યંત પ્રસન્નતા બતાવી. આ હકીકત સાંભળીને નજીકમાં રહેલ દાસી
એ ભાનુશ્રીને પણ વધામણી આપી. ભાનુશ્રી પણ તે દાસીઓને પારિતોષિક આપીને જાણે અમૃતથી સિંચાયેલી હોય તેવી બની. સખીઓએ તેણીને કહ્યું કે- “હે સખી ! હવે તું અમને જતી નથી. સ્વામી ઉપર તમારે પ્રેમ કરવો જોઈએ અને અમારા પ્રત્યે પણ કંઈક શ્રેમ ધારણ કરે જોઈએ. તારા હૃદયમાં અમને પણ કંઇક સ્થાન આપવું તેમજ મીષ્ટ વચનથી બોલાવવી.”
પછી કનકથિથી ફરમાવાયેલ તિષીઓએ સર્વગ્રહોના બળવા તેમજ છ વર્ગથી શુદ્ધ એવું લગ્નનનું મુહૂર્ત જોયું. પછી મકરવજને ઈનામમાં દેશ આપીને, તું જલદી ભવ. નભાનુ રાજવીને લઈ આવ, એ પ્રમાણે સૂચના આપીને તેને વિદાય કર્યો. પછી કનકરથે સર્વ દિશામાં અન્ય રાજાઓને લગ્નની કંકમપત્રિકાઓ મોકલી અને પિતાના પરિજનોને વિવાહની સામગ્રી તૈયાર કરવા માટે આદેશ આપો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com