________________
શુંકે વર્ણવેલી રતિસુંદરીને વિલાપ
[ ૪૧ ]
માવેલા સ્વામી છે. હું તમારા આગમનની તેમને વધામણી આપું.
ત્યારે હર્ષ પામેલા રાજાએ તેને જણાવ્યું કે-“પહેલાં હું તને તારી પત્ની રતિસુંદરી મેળવી આપું, પછી તું મારી આગમનની હકીકત જણાવજે. અત્યારે જણાવવાથી તારા કાર્યમાં વિધ્ર થશે. પિતાના કાર્યમાં કાળક્ષેપ કરે ઉચિત નથી. જો કે તું કહે છે તે વસ્તુ બરાબર છે પણ તે સંબંધી ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તે વિષયમાં વિધિ( નસીબ ) પોતે જ પ્રયત્નશીલ છે. ભાનુશ્રીની પ્રાર્થના કરીને બુદ્ધિહીન શ્રીકંઠ ઈષ્યને કારણે પોતાની રાજલકમીથી પણ ત્યજાશે. તેવી ચિંતા કરવાથી શું ? પરોપકાર કરે તે જ યોગ્ય છે.” આ પ્રમાણે રાજા બોલી રહ્યો હતો તેવામાં નજીકના આમ્રવૃક્ષ પર બેઠેલ શુક્યુગલ દેખાયું.
તે સમયે પિટીએ પોપટને પૂછયું કેહે સ્વામિન્ ! દુઃખી થયેલ વ્યક્તિની જેવા તમે કેમ દેખાવ છો? પિપટે જવાબ આપ્યો કે-બીજાના દુઃખને લીધે. પાટીએ પુનઃ પૂછ્યું કે તેનું કારણ કહે જોઈએ. પિપટે જણાવ્યું કે-મણિનિધાન નામના કીડા પર્વત પર ઉદ્યાનમાં આવેલા મહેલમાં રહેતી રતિસુંદરી નામની કન્યાની મણિચૂડ નામને વિદ્યાધર નીચે પ્રમાણે પ્રાર્થના કરતા સંભળાયો કે-હે પ્રિયે ! લક્રમી, મારો સ્વજનવર્ગ, હું અને આ બધું તને આધીન છે તે હવે આ સમસ્ત વસ્તુનું તું ફળ ભેગવ અને નમ્ર બનેલ મારા તરફ કૃપા-નજર કર. મય પામેલા મકરધ્વજ વિષે તું શા માટે આગ્રહ રાખે છે ? આ પ્રમાણે કહેવાયેલી તેણી બેલી કે-મકરધ્વજ અગર તે સળગતા અગ્નિ સિવાય કંઈ પણ મારે શરણભૂત નથી. આ મારા અંતઃકરણને નિશ્ચય છે.
આ પ્રમાણે બોલતી રતિસુંદરીની રક્ષા માટે વિદ્યાધરીઓ મૂકીને મણિચંડ ત્યાંથી ચાલ્યો ગયો. રતિસુંદરી પણ પોતાના સ્વામી તથા સ્વજન વર્ગને વારંવાર સંભારીને રુદન કરવા લાગી. તેના રુદનથી અમારા જેવા પક્ષીઓનું ચિત્ત પણ દુઃખથી ભરાઈ ગયું. દુઃખથી પીડા પામેલી તે ખેચરીઓ પણ અત્યંત રડવા લાગી. રતિસુંદરી વિલાપ કરવા લાગી કે—
હતભાગી મારે, સ્વામી કદાચ ત્યાગ કરે પણ હે પિતા ! તમે મારી સારસંભાળ કેમ લેતા નથી. ? મેં પૂર્વભવમાં આત્માને અહિતકર કયું પાપ કાર્ય કર્યું હશે ? જેથી મકરવજનો અગ્નિ સરખો ભયંકર વિરહ મને પ્રાપ્ત થયો ? આ પ્રમાણે વિલાપ કરતી તેણીને ખેચરીઓએ કઈ પણ પ્રકારે આશ્વાસન આપ્યું. મેં ત્યાં આગળ આંબાનું ઝાડ જોયું હતું. હે પ્રિયે પોપટી! મારા દુઃખનું આ જ કારણ છે.
આ પ્રમાણે શકયુગલને વાર્તાલાપ સાંભળીને રાજા દયાળુ અંત:કરણવાળો બન્યો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com