________________
મકરધ્વજે ભુવનભાનુને આપેલ વિદ્યાઓ
{ ૩૯ ] આ પ્રમાણે સ્વીકારીને, તેઓ બંને પ્રધાનોનું સન્માન કરીને રાત્રિએ રાજાના બે પ્રધાનોને અને અમારા એકએક પ્રધાનને મોકલવામાં આવ્યા. તે દેવી મંદિરમાં ઉત્તમ પ્રકારે પૂજા કરીને પ્રધાનોએ હાથ જોડીને પૂછયું કે-રતિસુંદરીને વર કોણ થશે ? દેવીએ પ્રત્યક્ષ થઈને કહ્યું કે-રતિસુંદરીને પતિ મકર દવજ થશે. પ્રાતઃકાળમાં તે તે પ્રધાનોએ પોતપોતાના સ્વામીને તે હકીકત જમુવી.
દિવસે ચંદ્રના પ્રકાશની માફક રત્નડ કાંતિરહિત બન્યા. તે મનમાં વિચારવા લાગ્યા કે-“લોકો મને પુરુહીન કહેશે. મિત્રોના સમૂહને તેમજ પિતાને લજજાળુ એ હું મુખ કઈ રીતે બતાવી શકીશ ? ખરેખર ખેદની વાત છે કે-આ કેવું થયું ? યુકિતદ્વારા કરાયેલ આ કાર્ય માટે મારે હવે સંગ્રામ કરે ઘટતા નથી. જો કદાચ હું યુદ્ધ કરું તો લોકો મને ઈર્ષ્યાળુ કહેશે. અવસર આવ્યું હ મકરવજને ચમત્કાર બતાવીશ.” આ પ્રમાણે તે વિચાર કરી રહ્યા હતો તેટલામાં તેની પાસે જયશેખરના મંત્રીઓ આવી પહોંચ્યા અને કહેવા લાગ્યા કેબાબતમાં આપે ખિન્નતા કરવી નહીં. આ સંબંધમાં અમારો કોઈપણ પ્રકારને અપરાધ નથી, આપે તા મધ્યસ્થ ૨ીને મહોત્સવ કરાવવા જે ઇએ. આ પ્રમાણે રત્નચૂડે કબૂલ કરવાથી તેઓ મારી પાસે આવ્યા. પછી મહોત્સવ પૂર્વક લગ્ન-સમારંભ થયે અને હું કેટલાક દિવસ તે સ્થળે રેકાય.
એકદા જેવામાં હું મારી પ્રિયા સાથે વનલમ( શોભા ) તા હતા તેવામાં તેણે આવીને મને ગુપ્ત પ્રહાર કર્યો. તેના પ્રત્યે સામો પ્રહાર કરવાને અશકત બનેલ તેમજ વેદનાથી પીડા પામેલ મેં હરણ કરાતી મારી પ્રિયાની કરુણ વાણી સાંભળી. તેને પ્રહાર મને જેટલી પીડા નથી કરતા કે જેટલી રતિસુંદરીની કરુણ વાણી અને પીડા ઉપજાવી રહેલ છે. વિલાપ કરતી બીજી કોઈપણ વ્યકિત જોઈ શકાતી નથી, તો પ્રિયજનને વિલાપ તો કેમ સાંભળ્યો જાય ? મારો તે નિશ્ચય છે કે રતિસુંદરી અન્ય મનવાળી બનશે નહીં. રાહુથી ગ્રહણ કરવા છતાં ચંદ્રની કલા પોતાના સ્વરૂપને ત્યાગ કરતી નથી. મેં મારો વૃત્તાંત આપને જણાવો, તે આ સંબંધમાં આપ ઉચિત કરો. આપ વિદ્યા ગ્રહણ કરો જેથી મણિચૂડ આપ સાથે યુદ્ધ કરવા અસમર્થ બને.
પછી ભુવનભાનું રાજવીએ મકરાવજી પાસેથી વિદ્યાઓ ગ્રહણ કરી. મકરાવજે વિશેષમાં રાજાને જણાવ્યું કે-શ્રી તીર્થકર ભગવંતની ભક્તિથી આ વિદ્યાઓ સિદ્ધ થાય છે તે આપને શ્રી તીર્થકર ભગવંત દેખાડું જેને પોતાના નિર્મળ અંતઃકરણમાં સ્થાન પન કરીને વિદ્યાધરો ક્ષણ માત્રમાં વિદ્યા સાધે છે. આ પ્રમાણે સૂચવીને મકરધ્વજ ભુવનભાનું રાજાને વનમાં રહેલા, અમૃત જેવા ઉજજવળ અને સુવર્ણકુંભ તથા ધ્વજથી યુકત જિનમંદિરમાં લઈ ગયો. તે શ્રી જિનમંદિરના મધ્ય ભાગમાં કાંતિવડે ચંદ્રકાન્ત મણિ સરખી, સુકૃતને વહન કરનારી તેમજ સમગ્ર પાપનો નાશ કરનારી ભગવંડાની પ્રતિમા દેખાડી. ચંદ્રના બિંબ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com