________________
[ ૩૮ ] .
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૨ જે
હવે મારું એક કાર્ય આપ સાંભળે. અમારા રાજાના મોટા પુત્ર મકરધ્વજને યોગ્ય તમારી પુત્રી રતિસુંદરી છે તો સ્વામિન ! તે તેને આપે. એટલે જયશેખરે જણાવ્યું કે-કન્યાનું એ ફળ છે કે–તેનાથી સ્વજનપા ( સંબંધીપણું) પ્રાપ્ત થઈ શકે છે. આ સંબંધથી અમે ખુશી થયા છીએ. તું તારા રાજાને જઈ જણાવ. ” આ પ્રમાણે તે દૂતને જણાવીને તેનું સન્માન કરીને વિદાય કર્યા બાદ પ્રતિહારીએ પુનઃ આવીને જણાવ્યું કે-“હે રાજન ! રત્નચૂડ વિદ્યાધરને દૂત આવેલ છે. જ્યશેખરના આદેશથી પ્રતિહારદ્વારા પ્રવેશ કરાયેલ તે દૂતે નમીને રાજાને વિજ્ઞપ્તિ કરી કેઆપની પુત્રી રતિસુંદરી અમારા રાજાના પુત્ર મણિચુડને આપે એટલે “રત્નચૂડ પણ મહાન રાજા છે” એમ વિચારીને યશેખર રાજાએ દાક્ષિણ્યતાથી તેનું વચન માન્ય રા યું અને ફક્ત વચન માત્રથી તેનું સન્માન કરીને વિદાય કર્યો.
પછી જયશેખર રાજા વિચારવા લાગ્યો કે-રત્નચૂડ સાથે અવશ્ય યુદ્ધ થશે તો આ સંબંધમાં હવે મારે શું કરવું? આ પ્રમાણે જેટલામાં તે વિચારી રહેલ છે તેટલામાં રતિસુંદરી પણ ત્યાં આવી પહોંચી પણ રાજાએ તેને જોઈ પણ નહીં તેમજ બોલાવી પણ નહીં. ત્યારે રતિસુંદરીએ પૂછયું કે-હે પિતા ! તમે કેમ ચિંતામગ્ન બન્યા છો ? મને તેનું કારણ જણાવે. રાજાએ તેણીને સર્વ વૃત્તાંત જણાવ્યું એટલે રતિસુંદરીએ જવાબ આપ્યો કે-“આ સંબંધમાં ચિંતા કરવાની જરૂર નથી. હું પોતે જ આ બાબતમાં સર્વ સુંદર કરીશ.” એટલે સંતુષ્ટ બનેલા જયશેખરે પુત્રીને વિદાય આપી,
પછી રતિસુંદરીએ ભવિતવ્યતા નામની સત્યવાદિની દેવીની આરાધના કરી. હમેશની પૂજાથી તુષ્ટ બનેલ દેરી પ્રત્યક્ષ થઈને બોલી કે-હું તારું શું પ્રિય કરું ? રતિસુંદરીએ પૂછયું કે મારો વર કોણ થશે ? દેવીએ જવાબ આપ્યો કે-મકરધ્વજ. જે કઈ તમને આ સંબંધમાં પૂછે ત્યારે તમારે આ પ્રમાણે જ કહેવું. દેવીએ પણ તે હકીકત કબૂલ રાખી અને અંતર્ધ્યાન થઈ ગઈ. રતિસુંદરી હર્ષિત બનીને ઘરે ગઈ.
કાળકને હું તેમજ મણીચૂડ બંને પુરમાં આવ્યા. યશેખર રાજાએ અમારા બંનેને ઉચિત સત્કાર કર્યો. રતિસુંદરી મારા પ્રતિ વિશેષ પ્રેમભાવ બતાવતી હતી. રાજા અન્ય વ્યકિતદ્વારા વ્યવહાર ચલાવે છે એટલે મેં વિચાર્યું કે-અવશ્ય જયશેખર રાજા અને પિતાની પુત્રી પરણાવશે. પછી રાજાએ અમારા બંને પાસે પિતાના બે પ્રધાને મોકલ્યા. તેઓએ અમને જણાવ્યું કે-તમારા બંને પકી ગમે તે એકને કન્યા અપાય તે બીજે અમારો શત્ર થશે, માટે ભવિતવ્યતા નામની સત્યવાદી દેવી છે, તે તમારા બંનેએ તે જે કહે તે વચન કબૂલ કરવું. આ વાત અમો બંનેએ કબૂલ રાખી ત્યારે તેઓએ કહ્યું કે-ભલે, તે પ્રમાણે કરે. પછી તે પ્રધાનોએ જણાવ્યું કે-એક અમારો પ્રધાન અને એક તમારો પ્રધાન એ પ્રમાણે મંદિરમાં રાત્રિને વિષે રહેશે અને દેવીની પૂજા કરશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com