________________
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૨ જે નૈમિત્તિકને વિસર્જન કર્યા બાદ પિતાજી મંત્રીઓ સાથે વિચારણા કરવા લાગ્યા કે તે ભુવનભાનુ રાજાને કઈ રીતે અહીં લાવી શકાય? પિતાએ તે પ્રમાણે પૂછતાં એક મંત્રી બેલ્યો કે “હસ્તીનું રૂપ કરીને તેનું સૂખપૂર્વક હરણ કરાય. ” ત્યારે બીજો મંત્રી બાલ્યો કે “ આ પ્રમાણે હરણ કરાયેલ રાજવી હસ્તીને જ મારી નાખે, માટે મહેલની અગાશીમાં સૂતેલા તેમને વિદ્યાધરદ્વારા લઈ આવે. ' બાદ પિતાએ પવન ગતિ નામના વિદ્યાધરને તે કાર્ય માટે મોકલ્યો, પરંતુ તે ઝંખવાણે બનીને પાછો આવ્યો ત્યારે પિતાએ કારણ પૂછતાં તેણે જણાવ્યું કે- “હે સ્વામિન ! ગુપ્ત રૂપવાળા મેં તે નગરીને કાંતિ રહિત જોઈને, કોઈએક પુરુષને તેનું કારણ પૂછ્યું. તે પુરુષે મને જણાવ્યું કે-ગઈ કાલે કોઈ એક માયાવીએ રાજા આગળ મૃગ બતાવીને શ્રેષ્ઠ અશ્વિનું રૂપ ધારણ કરીને, અમારા પાપદયને કારણે, અમારા રાજાને હરી લીધા છે. અશ્વ પર બેઠેલા અને આશ્ચર્ય પામેલા સૈનિકે એ આ જ સ્થળે તેમને અશ્વ પર બેઠેલા જોયા હતા. હવે તેમની વિના સમસ્ત જનસમૂહ દુઃખ-સાગરમાં ડૂબી ગયો છે.” આ પ્રમાણે તે પવનગતિની હકીકત સાંભળ્યા બાદ પિતાએ દુખપૂર્વક કહ્યું કે-“શું ત્યારે નિમિત્તયાની વાણી નિષ્ફળ થશે ? ના, એમ તો નહીં જ થાય કારણ કે ગઈ કાલે જ દિવ્ય વાણીએ ભાનુશ્રી સંબંધી જણાયું હતું કે-જે કેાઈ ભાનુશ્રીને પરણશે તે ચકી થશે. બાદ પિતાએ ભુવનભાનુ રાજાને જોવા માટે ચારે બાજુ વિદ્યાધરને મોકલ્યા છે.”
આ પ્રમાણે ભાનુશ્રીએ હકીકત જણાવી એટલે શુંગારમંજરીએ વિચાર્યું કે–જે પિતા તેમની શોધ કરાવે તો મારા મનની ચિંતાનો ભાર ઊતરી જાય. આ પ્રમાણે માનસિક વિચાર કરીને તેણીએ ભાનુશ્રીને કહ્યું કે-“હું તારી સમક્ષ કંઈ કહેવા ઈચ્છું છું કે અખંડ ભાગ્યશાળી તારા તે સ્વામી ગઈ કાલે અહીં આવ્યા હતા. તેના દેહનું લાવણ્ય ઘડાઓની માફક જ ગ્રહણ થઈ શકે. (ઘડે જલદી ભરાઈ જાય અને તેમાં વસ્તુ રહી શકે–તેની માફક આ રાજાનું એટલું બધું તો લાવણ્ય છે કે તેના તે ઘડા જ ભરાય.) વળી તેમનું દર્શનરૂપી અમૃત નેત્રને શાંતિ આપનાર છે. અનેક રાજાઓને પરાભવ કરનાર ભુવનભાનુ રાજાને જોઈને, જેણે માત્ર બે જ પર્વત( ઉદયાચળ ને અસ્તાચળ )ને પરાભવ પમાડ્યા છે તેવો સૂર્ય દુઃખી બનીને તાપને વહન કરી રહ્યો છે અર્થાત્ આ રાજવી સૂર્ય કરતાં પણ તેજવી ને સામર્થ્યવાન છે.
શંગારમંજરીના વૃત્તાંતથી ભાનુશ્રી ભુવનભાનુ રાજાનું વારંવાર રમણ કરવા લાગી. વળી ઘણા સમય સુધી તિરસ્કાર કરાયેલ કામદેવે ક્રોધે ભરાઈને તેણીને પિતાના બાણેથી વીંધી અર્થાત્ તેવી કામવિવળ બની. વળી તેણી વિચારવા લાગી કે-તે પૃથ્વીને હું ખરેખર ધન્ય માનું છું કે જે રાજાથી કદિ વિખૂટી પડતી જ નથી કારણ કે ગમે તે સ્થળે જતાં તે તે રાજાની સાથે ને સાથે જ રહે છે. તે રાજાનું નામ સાંભળવાથી મારા બને કાન તે સફળ થયા પરંતુ તેનું દર્શન કરવાથી મારા બંને નેત્રા ક્યારે સફળ થશે ? ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com