________________
[ ૪૨ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૨ જે અને મકરધ્વજ પણ આ હકીકત સાંભળીને, આંસુ સારીને વિચારવા લાગ્યો કે-શું હું કાયર પુરુષની માફક રુદન કરું? દુઃખમાં સદન એ સ્ત્રીનું બળ છે, જ્યારે પુરુષને માટે તે શત્રુને નિગ્રહ કરે ઘટે છે, તે ત્યાં આગળ જલદી જઈને શત્રુને પરાભવ કરું.
ભુવનભાનુ રાજાએ જણાવ્યું કે–ખરેખર દયાળ આ પિપટ ઉત્તમ છે. શક્તિ હોવા છતાં પ્રતીકાર નહીં કરનાર આપણી આ પક્ષની સાથે તુલના થઈ શકે તેમ નથી, અર્થાત્ આપણા કરતાં તે આ પક્ષી ઉત્તમ છે. સમય પસાર થયે રતિસુંદરી નિરાશ બની જશે, માટે આપણે વેગપૂર્વક જવું જોઈએ. આ પ્રમાણે વિચાર કરીને બંને વિમાન દ્વારા ચાલી નીકળ્યા. તે બંનેને આવેલા જાણીને ખેચરીઓ નાશી ગઈ, અને છૂટા કેશવાળી, ક્ષીણ શરીરવાળી અને કાંતિ રહિત બનેલ પિસુંદરી તેઓને જોઈને રડવા લાગી. વિદ્યાધર મકરધ્વજે તેને ઉદ્દેશીને કહ્યું –
હે સુંદરી! તું વિલાપ કરે ત્યજી દે, કારણ કે હું આવી પહોંચે છું. પતિના અવાજેને બરાબર સાંભળીને તેણી હર્ષપૂર્વક ઊભી થઈ ગઈ. તે સમયે વિરહથી પીડાયેલા તે બને ને અરસપરસ જે કંઇ પુખ થયું તે તેઓ બંનેએ પરસ્પર જાણ્યું. બીજાને તેને અનુભવ કયાંથી હોય ? મકરવજે તેણીને વિમાનમાં બેસારીને કહ્યું કે-આ મારા પ્રાણદાતા રાજાને તું નમસ્કાર કર. તે તારા સાસરા છે. રતિસુંદરીએ પણ ભુવનભાનુ રાજાને પ્રણામ કર્યો. ભુવનભાનુ રાજાએ પણ વધુ સરખી રતિસુંદરીનું નિર્મળ દષ્ટિથી સ્વાગત કર્યું.
પછી ભુવનભાનુ રાજાએ પ્રતિહારીને પૂછયું કે–પરસ્ત્રીલંપટ તે મણિચૂડ કયાં ગયે ? એટલે ભયભીત બનેલા પ્રતિહારીએ કહ્યું કે-રતિસુંદરીને અહીં મૂકીને તે પિતાના નગરે ચાલ્યો ગયો છે. આ પ્રમાણે સાંભળીને મકરધ્વજે રાજાને કહ્યું કે-શું સૂર્યની સન્મુખ અંધકાર થઈ શકે ? તમારા પ્રતાપરૂપી અગ્નિમાં મણિચૂડ પતંગિયારૂપ બની ગયે છે. રાજાએ જવાબ આપ્યો કે–તેને શિક્ષા કરવી જોઈએ. મકરવજે જણાવ્યું કે-નીતિશાસ્ત્રમાં પુષ્પથી પણ યુદ્ધ કરવાને નિષેધ કર્યો છે. માત્ર બુદ્ધિથી જ શત્રુને પરાભવ કરે જોઈએ. આપણે તે કાર્ય કરી ચૂકયા છીએ. હવે તમારે અત્યારે વિલંબ કરે જોઈએ નહીં કારણ કે-શ્રીખંડ ભાનુશ્રીની હમેશા માગણી કર્યા કરે છે, તો સૌથી પહેલાં મારા નગરમાં આવીને મારા રાજ્યને સફળ કરે. ત્યારે દાક્ષિણ્યવાન ભુવનભાનુ રાજવી પણ તેની સાથે વિમાનમાં ચાલી નીકળ્યા.
આકાશમાર્ગે ચાલતાં તેઓ જેટલામાં તુમુલ દવનિને સાંભળીને આગળ જુએ છે તેવામાં તૈયાર થઈને આવતાં કોઈએક સંન્યને નિહાળ્યું એટલે રાજાએ મકરવજને પૂછયું કેઆ શું છે ? મકરધ્વજે કહ્યું કે-વિદ્યાધરીઓના કહેવાથી તે મણિચૂડ વિદ્યાધર લડવાને માટે આવી રહ્યો જણાય છે. આ હકીકત સાંભળીને રતિસુંદરીની દષ્ટિ વિહ્વળ બની ગઈ. રાજાએ મકરધ્વજને જણાવ્યું કે તમે બંને હવે મારી યુદ્ધકુશળતા જુઓ. તું રતિસુંદરીનું રક્ષણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com