________________
સર્ગ બીજે
પ્રાતઃકાળે શંગારમંજરીની રજા લઈને ભુવનભાનુ રાજા ચાલી નીકળ્યો એટલે તેણી પણ છેડે સુધી તેની પાછળ જઈને, તેની રજા લઈને પાછી ફરી. બાદ તેણી વિચારવા લાગી કે-કામધેનુ, કલ્પવૃક્ષ ને ચિંતામણિ રત્ન સમાન આ કોઈ પુરુષ, પિતાની જાતને બતાવીને મારા પાપોદયને કારણે ચાલ્યા ગયે. આ પ્રમાણે ક્ષણમાત્ર વિચારમગ્ન બનીને તેણી યક્ષ પાસે આવી અને તેને નમીને, પળને કહ્યું કે-“મારું ઈચ્છિત આપ કેમ કરતા નથી ? '' ત્યારે આકાશવાણી થઈ કે-“હે સુંદરી ! ગઈ કાલે જ તારી પાસે ભુવનભાનુ રાજા આવ્યા હતા.” શંગારમંજરીએ તે કથન સાંભળી શીધ્ર પશ્ચાત્તાપૂર્વક કહ્યું કે-“ પુણ્યહીન 'મેં તેમને કંઈપણ ઉચિત સત્કાર કર્યો નહીં, તેમનું નામ-ઠામ કંઈપણ પૂછયું નહીં અને જતા એવા તેમને મેં આજે કયા પણ નહીં. અન્યક્તિ દ્વારા તેમણે પિતાની જાત જણાવી ખરી છતાં અજ્ઞાન એવી ' કશું જાણી શકીજ નહીં. નિધાન (ધનભંડા૨) નજીક હેવા છતાં પુaહીનને દૂર જ જણાય છે.” હે કૃપાના સાગર રાજવી ! તમે મને સત્ય હક્તિ કેમ ન કહી ? બીજાનું કરી લેનાર વિધિએ મને પણ લૂંટી લીધી છે. હે યક્ષરાજ ! તમે પણ મને કેમ ન કહ્યું ? તમે મારી ઉપેક્ષા કેમ કરી ?”
આ પ્રમાણે દીર્ઘ સમય સુધી વિલાપ કરીને, પશ્ચાત્તાપ યુકન તેણી પોતાના સ્થાને આવી અને વિચારવા લાગી કે “ હું મારી બહેન ભાનુશ્રીને ભુવનભાનુ રાજાનું યથાસ્થિત રૂપ જણાવીશ. ” તેવામાં ઉત્કંડિત બનેલ ભાન કી પતે જ ત્યાં આવી પહોંચી. બાદ પ્રણામ કરીને, લાંબા સમયે મળેલ ભાનુશ્રીને નેહપૂર્વક આલિંગન આપીને, પિતાના ખોળામાં બેસારીને સમાચાર પૂછયા ત્યારે તેણીએ જણાવ્યું કે-“પિતાજી, ભાઈ વિગેરે મળમાં છે, ફક્ત તારું અદર્શન જ ચિંતાકારક છે, જેથી માતા ખેદ પામી રહી છે. વિવાહને લાયક મને જોઈને તેમજ પુરુષજાત પ્રત્યે મારો છેષ જાણીને પિતાજીએ એક નૈમિત્તિકને પૂછ્યું કે-“મારી પુત્રીને કણ ઉત્તમ વર બનશે?” ત્યારે નિમિત્તિયાએ વિચારીને જણાવ્યું કે-“તમારી કન્યાનો પતિ ભુવનભાનુ રાજા થશે અને લગ્નોત્સવ બાદ તે રાજા ચક્રવર્તી પણાને પ્રાપ્ત કરશે. ” ત્યારે સંતોષ પામેલ પિતાજીએ સુવર્ણાદિથી તે નૈમિત્તિકનો સત્કાર કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com