________________
શૃંગારમંજરીએ ભુવનભાનુ રાજ સમક્ષ કહેલ પિતાનું તાંત અત્યંત તુષ્ટ બને; અને ચિત્રપટમાં રહેલ રૂપને વિશેષ પ્રકારે જોઈને બે કે-“ ત્યાર બાદ શું થયું ? ''
શંગારમંજરી આગળ બોલી કે “પછી હું મારા વિમાનમાં આવીને મૃગના બંને ચરણમાં પડીને બોલી કે-“હે સ્વામી ! મારો એક અપરાધ માફ કરો, હવે હું આ આગ્રહ કદાપિ કરીશ નહીં અને મારા વચનથી આવા પ્રકારની સ્થિતિ થઈ એ વિચાર પણ કદી ન કરશે.” તે મૃગ કંઈપણ બેલવાને અશકત હતા, છતાં પણ મસ્તક ધુણાવીને તેણે મારું કથન માન્ય કર્યું.
પછી મેં વિચાર્યું કે - “મારા માટે હાલમાં વનવાસ એ જ દચિત છે. હાસ્ય કરતાં એવા કેટલા દુર્જનાને હું જવાબ આપીશ ? એમ વિચારીને હું આ મારા કીડાપર્વત પર આવીને રહી છું. મેં એકાંતમાં મારા સસરાને બધી બીના જણાવી અને સૂચના આપી કે–પૂજ્ય ! આ હકીકત તમારે મારા સાસુજીને પણ જણાવવી નહીં અને જે કંઈ પૂછે તેને જણાવવું કે વહુના અત્યંત આગ્રહથી યુવરાજ પર્વતની ગુફામાં વિદ્યા-સાધના કરી રહ્યો છે. પુરાની હાંસી ન થાઓ એમ વિચારીને મારા સસરાએ પણ મારું કથન સ્વીકાર્યું અને મેં પણ આવીને વેણીબંધ કર્યો છે. (કુલીન સ્ત્રીઓ સ્વામીના વિરહમાં પિતાનો અંબોડો બાંધી રાખે છે, તેને વેણીબંધ કહેવામાં આવે છે. જયારે પતિને સમાગમ થાય ત્યારે તેને હસ્ત વેણીનું બંધન દૂર કરાવે છે. ) મૂળ રૂપને પ્રાપ્ત થએલ મારો સ્વામી જ મારે આ વેણીબધ દૂર કરશે, એમ વિચારીને હું મૂળ અને ફૂલ વિગેરેથી આજીવિકા ચલાવું છું.
મારા મનોરથની પૂર્તિ માટે આરાધન કરાયેલ અશ્વમુખ યક્ષને મેં કહ્યું કે-કેઇપણ પ્રકારે તું ભુવનભાનુ રાજાને લાવી આપ પણ આજ સુધી તેણે મને કંઈપણ જવાબ આપે
સાજે તા જવાબ લીધા સિવાય હું તમને છોડીશ નહીં.
ગારમંજરીનું આ કથન સાંભળીને, મનમાં કઈક હસતા ભુવનભાનુ રાજા વિચારવા લાગે કે-“આ શગારમંજરી મને ઓળખતી નથી. પૂર્વે યક્ષે પણ મને આ હકીકત જણાવી હતી.”
બાદ શંગારમંજરી આગળ બોલવા લાગી કે–ચક્ષરાજ તે રાજાને લાવશે કે કેમ ? તે બાબતમાં શંકા છે. કદાચ લાવશે તે તેના દર્શન થશે કે કેમ? તે બાબત શંકા છે. અને દર્શન થશે તો તે મારી બહેન ભાનુશ્રીને પરણશે કે કેમ ? મારી બહેન ભાનુશ્રી યૌવનવતી હેવા છતાં પુરુષના નામ માત્રને પણ સહન કરી શકતી નથી, તેથી મને આ બધી વસ્તુઓ શંકાસ્પદ લાગે છે. ત્યારે પિતાના હાસ્યને કઇક પ્રયત્નપૂર્વક રેકીને રાજાએ શૃંગારમંજરીને કહ્યું કે હું નિમિત્તના જ્ઞાનથી જાણું છું કે-તે રાજા આવશે અને તારું કાર્ય સિદ્ધ થશે, માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com