________________
- -
-
[ ૩૨]
- શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર- સગ ૧ લો
કથન પર શ્રદ્ધા ન રાખી. હે દૈવ ! તો જેવી રીતે મારા સ્વામીને મૃગ બનાવે તેવી રીતે મને પણ મૃગી બનાવ જેથી અમે બંને સાથે રહી શકીએ. તું મારા વક્ષસ્થળને ફાડી નાખ જેથી મારા દુઃખનો અંત આવે. હવે મારે આ દુઃખ કોની પાસે કહેવું ? અને જેને કહેવાનું છે તે તે મૃગ બનેલ છે. જે કોઈપણ વિદ્યાધરરાજાથી આ મારો સ્વામી પરાભવ પમાડાયેલો હોય તે શીધ્ર પિતાની આગળ કહી શકાય. પેતાના શરીર પ્રત્યે પણ મમત્વ વિનાના આ તાપસકોનું, ઘણું જ શકિતશાળી હોવા છતાં પણ મારા પિતા શું અનિષ્ટ (શિક્ષા) કરી શકે? હે દેવ ! તું અમારા પરસ્પરનાં નેહસંબંધ જેવા શક્તિમાન ન થયે તેથી હે પાપીઠ ! નિષ્કારણ વરી એવાં તે આ કાર્ય કર્યું જણાય છે. હું લોકોના ધિક્કારને કઈ રીતે સહન કરી શકીશ? અનાર્ય (પાપી) એવી મેં અન્ય સ્ત્રીસમૂડને પણ કલંકિત કર્યો છે. (લોકે કહેશે કે સ્ત્રીઓ તે મૂખી જ હોય, કારણ કે જો તેનામાં બુદ્ધિમત્તા હોય તે ફક્ત પુષ્પની ખાતર કેઈ પિતાના પતિને મૃગ બનાવે ખરી ?)
વળી આ હકીકત સાંભળ્યા બાદ-જાણ્યા બાદ મારા સસરા કેવી રીતે પિતાને કાળ વ્યતીત કરશે? સ્ત્રીને માટે આમ બન્યું ( સ્ત્રીની ખાતર મારો પુત્ર મૃગ બન્ય)-એ પ્રમાણેની શરમજનક હકીકત તે કેવી રીતે સહન કરી શકશે ? સજજન પુરુષોને પણ સ્ત્રીઓ કલંકિત કરે છે, કારણ કે ધૂમાડાની રેખા નિર્મલ મહેલને પણ શ્યામ બનાવે છે. ખરેખર ખેદની વાત છે કે પાપી... અને અધમ એવી મેં પરોપકારપરાયણ મારા સ્વામીને કેવા સંકટમાં નાગ્યા ? વળી આવી સ્થિતિમાં (તિયચદશામાં) મારા સ્વામીને છોડીને હું પ્રાણ નો ત્યાગ કેમ કરું ? હવે તો મારે વિશેષ પ્રકારે તેમની સેવા જ કરવી જોઈએ. ખરેખર અગ્નિથી દાઝેલાને માટે અગ્નિ જ ઔષધરૂપ બને છે, એટલે આ તાપસ લોકે પાસે જ મહેરબાનીની માગણી કરું. આ પ્રમાણે વિચારીને તે લોકોની પાસે હું ગઈ અને કહ્યું કે-“હે પૂજ્ય ! મહેરબાની કરીને મારા આ એક અપરાધને આપ સહન કરો. મને જે શિક્ષા કરવી હોય તે કરે. મારી પ્રેરણાથી જ મારા સ્વામીએ એક પુષ્પ લીધું છે, તો તે મુનિવર ! તે હકીકત આપ આપના જ્ઞાનનેત્રદ્વારા જાણો. મારા કહેવાથી જ જે આપ તેને અપરાધ માનતા હો તો પણ તે અપરાધ માફ કરે; કારણ કે આ જગતમાં કોઈ વ્યક્તિ ભૂલને પાત્ર બનતી નથી ? તે હે પૂજ્ય ! ગરીબડી એવી મને હજી સુધી આપ કેમ તિરસ્કારી રહ્યા છે ? ”
આ પ્રમાણે મારા વચન સાંભળ્યા બાદ ક્રોધ રહિત બનેલા મહર્ષિએ મને કહ્યું કે“તારી વાણીથી સંતોષ પામેલ હું જે કહીશ તે કરીશ પરંતુ ઋષિએ આપેલ શાપ કદાપિ અન્યથા થઈ શકતું નથી; છતાં પણ તારા આગ્રહથી હું એક ઉપકાર કરું છું કે જ્યારે ભુવનભાનુ રાજા તારી નાની બહેન ભાનુશ્રીને પરણશે ત્યારે તારે સ્વામી મૂળ રૂપને પ્રાપ્ત કરશે. ? આ પ્રમાણે સાંભળીને ભુવનભાનુ રાજા પણ ચકવતી પણાની પ્રાપ્તિની માફક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com