________________
*
શૃંગારમજરીની આત્મકથા
{ ૨૭ ]
જેને શ્વેતાં, હુ' માનું છું કે લેાકેાના નેત્રા સંતાપ પામે છે અર્થાત્ જોઇ શકવાને સમર્થ અનતા નથી એટલે પીડા પામે છે. બ્રહ્માએ શું આ સ્ત્રીને વજ્રલેપથી બનાવી હશે ? જેથી તેણીના રૂપને જોવામાં આસકત બનેલું મારું નેત્ર ખીજે સ્થળે જવાને શકિતમાન થતું નથી, અર્થાત્ હું આ રૂપને જોયા જ કરુ તેમ થયા જ કરે છે. તે સમયે નિનિમેષ નેત્રવાળી તેણીને, જાણે આદરપૂર્વક સ્પર્ધા બાંધી હોય તેમ, નિનિમેષ નેત્રવાળે અનેલ રાજા ચિત્રમાં તેનુ નિરીક્ષણ ફરવા લાગ્યા. ( ચિત્રમાં આલેખેલી ભાનુશ્રીને ઇ પેાતાના નેત્રનુ ઉઘાડવું-મીંચવાપણું હેતું જ નથી. રાજા પણ તેને જોવામાં એવે તન્મય બની ગયા કે તેની આંખ ઉઘાડ-મીંચ થતી ન હતી. આ રીતે તે અનેએ પરસ્પર સ્પર્ધા શરૂ કરી હેાય તેમ કવિએ કલ્પના કરી છે.)
આ પ્રમાણે લાંબા સમય સુધી તેણીને જોઇને રાજા ખેલ્યા કે “ હે ભદ્રે ! તારું કહેવું સત્ય છે. હવે મારા મનની શાંતિને માટે તારું વૃત્તાંત કહે.' એટલે શૃંગારમ'જરીએ કહ્યું કે
“ પિતાના આદેશથી અમે મને કલાભ્યાસ કરવા લાગી અને તે મારા કરતાં વીણાવાદનમાં અત્યંત નિપુણુ બની.’ આ વાકય સાંભળીને ભુવનભાનુ રાજા વિચારવા લાગ્યા - ભાનુશ્રી સૌભાગ્યશાળીએમાં મજરી સમાન (ઉત્તમ), સુવર્ણ માં સુગધ સમાન અને સુવાસ તથા રસમાં અકુલ(ખેરસલી)ના પુષ્પ સમાન મની છે. શૃ ંગારમ’જરીએ વૃત્તાંત આગળ ચલાવ્યુ. કે− માદ આમ્રલતાની માફક અમારા ખ'નેની યુવાવસ્થા, યુવકરૂપી ભમરાઓને આકષ ણુ કરવામાં મજરી હોય તેમ, વૃદ્ધિ પામવા લાગી.
કોઈ એક દિવસે અમે અને કૃતિમદિર નામના ઉદ્યાનમાં ગઇ અને ત્યાં સખીએ સાથે ભાનુશ્રી પુષ્પ ચુંટવા લાગી. હું પગૢ નજીકમાં રહેલા વૃક્ષેાના પુષ્પોને ચુંટતી હતી તેવામાં કોઈ એક ભ્રમરે મારા અધર( હેાઠ ) પર ડંખ દીધા અને તે દુષ્ટ ભ્રમર મારા પાસેથી દૂર થતા ન હતા. આદ ઘણી મુશ્કેલીથી મેં તે ભ્રમરાને દૂર કર્યાં. આ સર્વાં દૃશ્ય વિમાનમાં બેઠેલા કેાઈ એક યુવાન વિદ્યાધરે જેવું. ખાદ્ય કંઈક હાસ્ય કરીને, અને મારા મુખ તરફ પોતાની નજર ફે’કીને તે ખેલ્યેા કે- હે ભ્રમર ! તું રુદન કર નહીં ( ગણગણાટ કર નહીં) શું અમૃતનું વિશેષ પાન કરી શકાય ? તુ` ખરેખર કૃતાથ છે કે તે લીલામાત્રમાં સુધારસનું પાન કરી લીધું. જેણે આ સુધારસનું પાન નથી કર્યુ તે ખરેખર અધન્ય છે અર્થાત તેનુ જીવિત નિષ્ફળ છે. ” પછી તે વિદ્યાધરકુમારે મને ઉદ્દેશીને કહ્યું કે હે કલ્યાણિ ! તું આ ભ્રમર પ્રત્યે ક્રોધ ન કર, કારણ કે સ્તનરૂપી ગુછા( ઝુમખા )વાળી અને અધર ( હેડ )રૂપી પલ્લવવાળી તું લતા છે. ’
આ પ્રમાણે તે કુમારની વાણી સાંભળીને જાણે કામદેવના ખાણેાથી વીંધાઈ ગઈ હેાઉં તેમ, ધ્રૂજતા શરીરવાળી મેં તેને કંઇપણ ઉત્તર આપ્યા નહીં. રામાંચિત શરીરવાળી તેમજ શરીંદી અનેલ હું હસ્તની શેાભારૂપ ચંદનને નખવડે ઉખેડવા લાગી. ત્યારે તેણે મને પુનઃ જણાવ્યું કે શું હું અચેાગ્ય વચન લ્યે છું કે જેથી તુ મને જવાબ પણ આપતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com