________________
[ ૧૮ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ 1 લે
નથી. જે મારું કથન અગ્ય હોય તે તું મને માફ કર. ઉત્તમ મનુષ્ય નમસ્કાર કરનારા પ્રતિ વાત્સલ્ય ભાવવાળા જ હોય છે. હું કુસુમપુર નામના નગરમાં જઈ રહ્યો છું, તારે કંઈ કહેવું હોય તે કહે. મારા વિરહથી મારા પિતા કુસુમસાર દુઃખી થઈ રહ્યા છે.” આ પ્રમાણે બલીને તે વિદ્યાધરકુમારે પિતાનું વિમાન ચલાવ્યું ત્યારે ઘૂઘરીઓના અવાજને સાંભળીને દીન મુખવાળી મેં ઊંચું જોયું અને પછી તેણે પણ મારી તરફ નજર કરી. મેં પણ તેના તરફ ક્રોધપૂર્વક જોયું એટલે આવીને, કંઈક હસીને બેલ્યો કે-“હે સુંદરી! તું મારા અપરાધને માફ કર. હવે તે તારો આદેશ મળ્યા પછી જ હું અહીંથી જઈશ. તારા નેહજન્ય કોધથી હું કતાર્થ બન્યો છે.”
બાદ માનો ત્યાગ કરીને, હસ્ત ઊંચા કરીને મેં તે વાગ્યા એટલે મારા પુપને ગ્રહણ કરીને, આલિંગન આપવાપૂર્વક લાંબા સમય પછી મને છોડી દીધી. તે સમયે તરણ સૂર્ય આકાશના મધ્ય ભાગમાં આવ્યો અને ગંગાના તરંગોએ આકાશલક્ષ્મીને ત્રણું આવલિ (રેખા) યુક્ત બનાવી હતી.
તેવામાં સખી યુક્ત ભાનુશ્રી ચાલી પરતુ ની ગાઢ ઘટાને લીધે નજીકમાં રહેલા છતાં પણ તે મને જોઈ શકી નહી એટલે તેણે મને બૂમ પાડીને બેલાવી. તેણીને અવાજ સાંભળીને સંબ્રમપૂર્વક હું તેણીની પાસે આવી પહોંચી. તે વિદ્યાધરકુમાર પણ મને વારંવાર જેતે પોતાના કુસુમપુર નગરે ગયો. ભાનુશ્રીએ મને જણાવ્યું કે-“હે બહેન ! તે મને જવાબ કેમ ન આપે? શું મારે કંઈ અપરાધ થયો છે? અથવા પુષ્પ ચુંટવાને લીધે શું સખીવર્ગથી અવિનય થયે છે ? તારામાં વ્યગ્રપણું જોવાય છે, તારી પાસે હું ફૂલ જેતી નથી. પુષ્પ ન ચુંટવા છતાં તને ઘણે સમય લાગ્યો.” તે સમયે, જે હું ભાનુશ્રીને સાચી હકીક્ત જણાવીશ તે તે જરૂરી માતાને કહી દેશે. વળી ભાનુશ્રીને પુરુષ સંબંધી વાત ગમતી નથી, તે હું અસત્ય જવાબ આપું, એમ વિચારીને મેં કહ્યું કે-“મારા હોઠ પર ભ્રમરે ડંખ માર્યો તેથી તેની પીડાથી વિહવળ બનેલી અને બોલવાને અસમર્થ મેં તને જવાબ આપે નહીં. કુલને જોવાને માટે ફરીવાર આવવાને ઈચ્છતી મેં ફૂલો ચૂંટયા નહીં. હું ઉદ્યાનની શેભાને વખાણું છું.'
પછી વિનયપૂર્વક પૂછતી સખીઓને, તે વિદ્યાધરકુમારના ધ્યાનમાં હું લયલીન બનેલ હું કઈક ન્ય(અસ્તવ્યસ્ત ) ઉત્તરો આપવા લાગી. તે વિદ્યાધરકુમારના પ્રતિબિંબને મારા ચિત્તરૂપી પાટિયામાં સ્થાપન કરીને ઈષ્ટ દેવની માફક ચિ તન કરી રહી છું', તેના વિચારમાં વિક્ત કરતાં સખીઓના વચન મને પસંદ પડતા ન હતા, હું પ્રાણથી પણ અધિક પ્રિય ભાનુશ્રી સાથે પણ બોલતી ન હતી એટલે તેણીએ મને પૂછ્યું કે-“હે બહેન ! તું ન્ય હૃદયવાળી કેમ બની છે? તું મધુર ભાષણ કરતી નથી, હસતી પણ નથી. મારી પાસે તું સત્ય હકીકત કહે હું તારું કાર્ય કરી આપીશ. યાધિનું નિદાન જાય પછી જ ઔષધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com