________________
[ ૨૬ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૧ લા
વેલની સરખી હુ', હાલતીચાલતી વૃદ્ધિ પામવા લાગી અર્થાત્ હું બાળકાળના પૂર્વક વીતાવવા લાગી.
દિવસે સુખ
આ પ્રમાણે કેટલેાક કાળ વ્યતીત થયા બાદ મારા માપતાને ખીજી પુત્રો થઇ. જન્મસમયે તેની દેહકાન્તિ સૂર્યના પ્રકાશ સરખી શેાભતી હતી, એટલે માતપિતાએ તેનુ' ભાનુશ્રી એવું નામ પાડયુ’. તેણીએ મારા પિતાના મારા પ્રત્યેને સ્નેહ હરી લીધે, તે પણ તે મને અત્યંત પ્રિય હતી. શ્રવણપથમાં આવતા તેના કાલાકાલા વચનાથી લાક પેાતાના કણ્ની સફળતા માનતા હતા, અને તેને જોવાથી પેાતાની દૃષ્ટિનુ (નેત્રનુ`) સા કય સમજતા ( હતા. જાણે સ્પર્ધાને લીધે જ હાય તેમ તેણીની સાથેાસાથ સ્વજનવમાં હ પણ વૃદ્ધિ પામવા લાગ્યા. તેણીના રૂપ પાસે મારું રૂપ સુવર્ણ પાસે અંગારા સરખું જણાતું હતું. ”
આ પ્રમાણે સાંભળીને ભુવનભાનુ રાજા મનમાં વિચારવા લાગ્યા કે–“ આ તે ઘણું આશ્ચર્યકારક છે, કારણ કે શૃંગારમાંજરી કરતાં ભાનુશ્રીની દેહકાંતિ અત્યંત સુંદર સ ંભળાય છે. જો હું તેણીને ન જોઉં તા મારા નેત્રની પ્રાપ્તિ નિષ્ફળ ગણાય. જોવા લાયક વસ્તુના દર્શનથી જ માણસાના નેત્રાની સાÖકતા છે, તા સૂર્ય સરખા રૂપવાળી અને હરણના જેવા નેત્રવાળી ભાનુશ્રીને કઈ રીતે જોઈ શકાય ? આ શુંગારમંજરીના રૂપ કરતાં તેણીનું રૂપ ચઢિયાતુ હોય તેમ મારું મન માનતું નથી. '' આ પ્રમાણે વિચારીને રાજાએ તેણીને પૂછ્યુ કે હું શૃંગારમ ́જરી ! શું આ સત્ય છે ? અથવા તેા આક્ષેપને માટે જ તે વાણીવિલાસ કર્યા છે ? ” ત્યારે શુંગારમાંજરી એલી કે -
“ હે રાજન્ ! મે તો તમારી પાસે અત્યંત અલ્પ હકીકત જણાવી છે, કારણ કે તેના રૂપવનમાં બૃહસ્પતિની વાણી પણ સફળ ન બને. તેણી પેાતાના સૌદયરૂપી સુધા (અમૃત)શ્રી, ક્રોધે ભરાયેલ શંકરના નેત્રના સ્પર્શ માત્રથી દગ્ધ થયેલા ગાત્રવાળા કામદેવને ક્ષણમાત્રમાં સજીવન કરે છે. જો તમને મારા કથનમાં વિશ્વાસ ન આવતા હોય તે, હું સુંદર પુરુષ ! પાટિયા પર ચિતરેલું અને દેખવા લાયક વસ્તુએમાં સર્વોત્તમ એવું તેણીનું રૂપ તમને દેખાડું, કારણ કે હું તેણીના વિના એક ક્ષણમાત્ર પણ રહેવાને શક્તિમાન નથી તેથી તેણીના દર્શનને માટે મેં તેણીનું રૂપ પાટિયા પર ચિતર્યુ છે. ’ આ પ્રમાણે કહીને શૃંગારમંજરીએ રાજાને તે ચિત્રપટ અર્પણ કર્યું'. રાજાએ પણ તે ચિત્રપટમાંથી તેણીના પ્રતિબિંબને પેાતાના ચિત્તરૂપી પટ્ટમાં અત્યંત આળેખી લીધું અર્થાત્ રાજા તેણીના રૂપમાં તન્મય બની ગયા.
બાદ ભુવનભાનુ રાજા વિચારવા લાગ્યા કે–બ્રહ્માએ તેણીના દરેક અંગોને આબેહુબ અનાવ્યા છે, બંને ચરણાને અનુરૂપ એ સાથળ, તેને અનુરૂપ નિત ંબપ્રદેશ, તેને અનુરૂપ સ્તનો, તેને અનુરૂપ આંગળી યુક્ત બે ભુજા, તેને અનુરૂપ કંઠ, તેને અનુરૂપ મુખકમળ અને તેને અનુરૂપ મસ્તક બનાવ્યું છે. વળી તેણીના બીજા અંગો તથાપ્રકારના કોમળ અને સુંદર છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com