________________
[ ૨૪ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૧ લો ભક્તિ યુક્ત મનવાળા રાજાએ પૂજા કરી, તેવામાં તેણે એક સાત માળવાળે પ્રાસાદ, શમ્યાવાળા પલંગ અને એક મનહર સ્ત્રી જોઈ. તેણીએ રાજાની સમક્ષ કહ્યું કે-“હે પુણ્યશાળી! દિવ્ય રાઈ, સ્વાદિષ્ટ, સુવાસિત અને શીતળ જળ તૈયાર છે, તેને, હે કલાનિધિ, ઉપયોગમાં લઈને સાર્થક કરો.” ત્યારે હર્ષિત બનેલા રાજાએ, રાજાની માફક તે વસ્તુઓનો ઉપયોગ કર્યો. ભોજન કર્યા બાદ તેણીએ રાજાને દિવ્ય કસ્તુરી, કેસર, ચંદન વગેરે વસ્તુઓના ચૂર્ણ વાળું તેમજ કપૂરવાળું તાંબૂલ આપ્યું. તેવામાં તે સ્ત્રી અદશ્ય થઈ જવાથી આશ્ચર્ય પામેલ રાજા તે પલંગ પર કંઈક વિશ્રામ કરીને વિચારવા લાગ્યું કે –શૂન્ય એવા આ મહેલમાં રહેવું શું?' આમ વિચારીને જોવામાં રાજા ચાલ્યો તેવામાં ન મળે પલંગ અને ન મળે મહેલ. એટલે રાજાએ જાણ્યું કે “ આ બધો પ્રભાવ રત્નનો છે. ખરેખર રત્ન મંત્ર અને ઔષધિનો પ્રભાવ ન ચિંતવી શકાય તેવું છે. ” આ પ્રમાણે વિચારતાં રાજા તે અટવીમાં બ્રમણ કરવા લાગ્યો. વનની અંદર ભમતાં રાજાએ પંચમ સ્વરથી રમણીય, જાણે ચિત્રમાં રહેલા હોય તેમ હરણથી શ્રવણ કરાતો વીણાને નાદ સાંભળે. પછી વીણાના ધ્વનિને અનુસાર આગળ વધતાં અને ઊંચું મુખ કરીને જોતાં રાજાએ જાણે હર્ષને લીધે હાસ્ય કરતે હોય તે વૈતાઢય પર્વત છે. સુગંધ-સમૂહથી જાણે બનાવાયેલો હોય તેમ તે વૈતાઢય પર્વત કસ્તૂરીની સુવાસ અને કપૂર તથા અગુરુના વૃક્ષોથી શોભી રહ્યો હતો. તે પર્વત મયુરોના સુંદર નૃત્યથી તેમ જ વાંસના ધ્વનિથી અતિથિજનનું સ્વાગત કરી રહેલ છે.
પર્વત પર ચઢેલા રાજાએ સાત માળવાળા પ્રાસાદને છે. તે ગિરિની સુંદરતાને કારણે આવેલ દેવવિમાન હોય તેમ જણાતું હતું. તે પ્રાસાદમાં પલંગ પર બેઠેલી અને પિતાની ચતુરાઈપૂર્વક વીણાના તંતુને બરાબર કરતી એક પ્રૌઢ સ્ત્રીને જોઈ. તેને જોઈને રાજા વિચારવા લાગ્યો કે- કેઈનૂતન બ્રહ્માએ આ સ્ત્રીનું રૂપ ઘડયું જણાય છે કારણ કે પૂજતા હાથવાળો જૂને બ્રહ્મા આવા પ્રકારનું રૂપ ઘડી શકવાને અસમર્થ છે. હું માનું છું કે-આ સ્ત્રીના ચરણની લમીને જોઈને કમળોએ પાણીમાં ઝંપાપાત કર્યો અને તેણીના નખની રક્તતાથી જીતાએલ પરવાળાને સમૂહ સમુદ્રમાં પડશે. તેણીના સાથળની શોભાને પ્રાપ્ત કરવાને માટે જ જાણે હોય તેમ કળ વનમાં વાસ કરી રહી છે. વળી નદીના બંને કિનારાનો અભ્યાસ કરીને બ્રહ્માએ તેની કમર (કેડ) બનાવી છે. તેણીને મધ્યભાગ માત્ર અનુમાનથી જ જાણી શકાય છે, દષ્ટિથી જોઈ શકાતો નથી. તે મધ્યભાગ વિના તેણીનો છાતીને પ્રદેશ કેવી રીતે રહી શકે ? ખરેખર ત્રણ જગતના રૂપને જીતવાને કારણે તેણીના ઉદરપ્રદેશ પર ત્રણ રેખાઓ છે. કામદેવને સ્નાન કરવાને માટે જાણે કે કલશ સરખા બે સ્તનો છે કંટકથી વ્યાપ્ત કમળની ડાંડલી સાથે તેની કેમળ બે ભુજાઓને કેમ ઉપમા આપી શકાય ? શભા રહિત પાંદડા સાથે તેના વીણાવાદનમાં કુશળ બને હસ્તને કેમ સરખાવી શકાય ? ત્રણ રેખાવાળો તેણીનો કંઠ ત્રણે કાળનું જાણપણું દૂચવી રહેલ છે. તેણીના મુખ પાસે ચંદ્ર, સેવક જે જણાય છે. તેણીના મુખની સુવાસને કારણે જાણે સંપ આવ્યો હેય તેમ તેણીને વેણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com