________________
યક્ષે ભુવનભાનુને આપેલ ચિંતામણિ રત્ન
[ ૨૩ ] તમારા દર્શન સિવાય બીજું શું પ્રિય હેય? તે પણ જો આપ પૂજ્ય મારા જેવા શુદ્ર સેવક ઉપર તુષ્ટ થયા છે તે હું માનું છું કે–અમારા બંનેને સ્નેહ કદી તૂટે નહીં. બાદ હું તથા વનદેવી બંને પોતપોતાને સ્થાને ગયા અને સુદર્શનાના કથનથી જ્યકીર્તિ રાજાએ આ સ્થળે મારું મંદિર કરાવ્યું છે. તેણે મારી વિશાળ પ્રતિમા આ મંદિરમાં સ્થાપી અને ત્યારથી આ વનમાં કેઈપણ માણસને હું રાત્રિને વિષે વસવાટ કરવા દેતા નથી.”
રાજાએ જણાવ્યું કે-“હે યક્ષ ! જે તમે કબૂલ કરે તે હું કંઈક તમારી પાસે યાચના કરું.” યક્ષે ! જણાવ્યું કે-“હું તારું વચન માન્ય રાખીશ. તું માગ.” રાજાએ કહ્યું કે-“હે યશ ! માણસ પ્રત્યેનો તમારો આ રોષ દૂર કરે. જે કંઈપણ માણસ કષ્ટને અંગે આ વનમાં આવી ચઢે તો તમારે તેનું રક્ષણ કરવું. આ જગતમાં અપકાર કરવાને માટે સર્પો પણ શક્તિવાન છે, પરંતુ ઉપકાર કરવાને ઇદ્ર પણ સમર્થ થઈ શકતો નથી, તે મારી જિંદગી લઈને પણ તમે અન્ય લેકેને જીવિતદાન આપે.” એટલે યક્ષે કહ્યું કે-“ તું દીર્ઘકાળ સુધી જીવ. તારા કહેવા પ્રમાણે હું સર્વ કરીશ. તમારા આગમનથી આ સમગ્ર વન પવિત્ર થયું છે તેમજ હે રાજન ! મારું જીવિત પણ સફળ બન્યું છે, કારણ કે તમારા આગ્રહથી મને આ વિષયમાં શાતિ થઈ છે, તે તમે બીજું કંઈ માગે, જેથી હું તમને આપી શકું. ” ૮ મારે કંઈ પણ માગવું નથી ' એમ ભુવનભાનુ રાજાએ જણાવ્યું ત્યારે યક્ષે કહ્યું કે-“ભેગાદિ સામગ્રીને પૂરનાર આ ચિંતામણિ રત્ન તું ગ્રહણ કર.” આ પ્રમાણે કહીને યક્ષે પિતાના ઉદરમાંથી ખેંચી કાઢીને રાજાના હાથમાં એક રત્ન આપ્યું. બાદ રાજાએ હાસ્યપૂર્વક યક્ષને કહ્યું કે-“શું રત્નના સમૂહને કારણે તમારું ઉદર સ્થળ બન્યું છે ? ” ત્યારે યક્ષે પણ હસતાં હસતાં કહ્યું કે-“હે રાજન્ ! તારા આગમનજન્ય હર્ષથી મારું ઉદર વિશાળ બન્યું છે. ” પછી યક્ષે કહ્યું કે-“સંકટ સમયે મારું સ્મરણ કરવાથી હું તમને સહાય કરીશ ” રાજાએ પણ વિચાર્યું કે-“પુને અંગે આપત્તિઓ પણ ઉત્સવરૂપ બને છે.” આરાધન કર્યા સિવાય યક્ષરાજ મને પ્રત્યક્ષ થયા. મંત્રના પ્રભાવથી ઉપદ્રવસમૂહ નષ્ટ થયા અને રત્નથી ભગ૫રંપરા પ્રાપ્ત થઈ.
યક્ષના અંતર્ધાન થવા બાદ યક્ષના આદેશથી રાત્રિ પસાર કરીને હર્ષ પામેલ રાજા આગળ ચાલ્યો તેવામાં રાત્રિ પૂર્ણ થઈ ગઈ. ચંદ્રને કાંતિરહિત જોઈન દુઃખી બનેલ કમદના છેડે પતિના દુઃખના કારણે પિતાના કુમુદરૂપી નેત્રો બંધ કરી દીધા અર્થાત્ રાત્રિ પૂ થતાં કુમુદો સંકેચાઈ ગયા, ચંદ્રકિરણોથી સ્પર્શાવાને કારણે જાણે દુભાઈ હોય તેમ સૂર્યની પૂર્વ દિશા સંધ્યાના રાગથી જાણે રેષને અંગે લાલ બની ગઈ હોય તેમ જણાતું હતું અર્થાત્ - અરુણોદય થયે. - આગળ ચાલતાં રાજાએ મધ્યાહ્નકાળે એક સરોવર જોઈને, માર્ગના શ્રમને દૂર - કરવાની ઈચ્છથી સ્નાન કર્યું, પછી હાથમાં બોરસલીના રૂપે લઈને, યક્ષે આપેલા રત્નની,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com