________________
ભુવનભાનુ રાજવીને યક્ષે કહેલ આત્મવૃત્તાંત
[ ૨૧ ] યક્ષમંદિરને દીપકયુક્ત જોયું, અને તે તરફ આગળ જતાં રાજાએ તે મંદિરને રત્નમય નિરખ્યું. પછી રાજા યક્ષમંદિરમાં પ્રવેશ કરતાં યક્ષમૂર્તિ હાસ્ય કરવા લાગી. ચક્ષના હાસ્યથી રાજા આશ્ચર્ય પામ્યું એટલે યક્ષ છે કે-“હે રાજા! તારું સ્વાગત છે ! તું ભલે આવે ! દિવસ સુખપૂર્વક પસાર થઈ ગયો ?” રાજાએ જણાવ્યું કે-“દિવ્ય ચક્ષુવાળા(દેવ)ને શું કહેવા યોગ્ય હોય તે પણ મને તમારા હાસ્યનું કારણ કહે.” યક્ષે કહ્યું કે-“હે રાજન્ ! તું સમસ્ત પૃથ્વીનું રક્ષણ કરે છે, પરંતુ પિતાના ઘડાનું રક્ષણ કરી શકો નહીં તે જ મારા હાસ્યનું કારણ છે.” રાજાએ જણાવ્યું કે “ કતરાની માફક કેઈ પણ મારા અશ્વને હરી જાય તેની ગણના કણ કરે? તે ચોરને મને બતાવે તે મારો પુરુષાર્થ તેને બતાવું.”
ચિત્તમાં ચમત્કાર પામેલા યક્ષે રાજાને જણાવ્યું કે “તારા અશ્વનું કેઈએ હરણ કર્યું નથી. મેં જ અશ્વરૂપે કેઈપણ કાર્યને અંગે નગરીમાંથી તારું હરણ કર્યું છે, તે સાંભળશૃંગારમંજરી નામની વિદ્યાધરીએ લાંબા સમય સુધી મારી આરાધના કરી અને ગઈ કાલે મારી પૂજા કરીને તેણે મારી પ્રાર્થના કરી કે-“તથા પ્રકારના ઉપાયવડે ભુવનભાનુ રાજા અહીં આવે તેમ કરે.” એટલે મેં તારું હરણ કર્યું અને મારી ભૂમિમાં રહેલ તને મેં કઈ પણ જાતને ઉપદ્રવ કર્યો નથી. ” રાજાએ પ્રશ્ન કર્યો કે-“તમારી ભૂમિમાં તમે કોઈને રહેવા દેતા નથી તેનું કારણ તમે કહો.” ત્યારે યક્ષે કહ્યું કે “પૂર્વભવમાં હું તાપસ હતો અને મારી પ્રિયા મારી સેવા કરતી હતી. જેણીને ગર્ભ દેખાતો નથી એવી તેને મેં પૂર્વે પૂછ્યું ત્યારે તેને એક માસને ગર્ભ રહેવા છતાં દીક્ષા ગ્રહણ કરવામાં વિન થશે તેવા ભયને કારણે મને તે ગર્ભાધાન જણાવ્યું નહી. કેટલોક કાળ વ્યતીત થઈ ગયા બાદ તે ગર્ભાધાનની હકીકત મેં કુલપતિને જણાવી ત્યારે તેમણે મને એકાન્ત સ્થાન અર્પણ કર્યું, જ્યાં આગળ તેણીએ સુદશના નામની પુત્રીને જન્મ આપ્યો. તેણીને જન્મ આપ્યા બાદ તેની માતા અનુચિત આહાર કરવાને કારણે મૃત્યુ પામી, પણ તે પુત્રીના પુણ્યના યોગથી વનદેવીએ, તેની માતાની માફક તેને વૃદ્ધિ પમાડી–ઉછેરી. તાપસેના એક હાથથી બીજા હાથમાં સુદર્શના વૃદ્ધિ પામવા લાગી. તેણના દર્શન વિના હું પણ અધ્ધ ક્ષણ માત્ર રહી શકતો નહોતો. વનદેવીએ આપેલા રમકડાંઓવડે તે સુદર્શન ક્રીડા કરતી હતી. અને બાલ્યાવરથા વ્યતીત થઈ ગયા બાદ તે મારી પૂજાને માટે પુષ્પાદિ લાવતી. તાપસેથી જીતાયેલ કામદેવરૂપી ચેરને માટે, વિદ્યાધરોના હૃદયને હચમચાવી નાખનાર મારી પુત્રી સુદર્શના, તે કામદેવને માટે ચાલતા કિલ્લા સમાન બની અર્થાત્ મારી પુત્રી યુવતી બની.
કે એક દિવસે અશ્વથી હરણ કરાયેલ કેઈએક યુવાન રાજા તેણીના રૂપને જેવાને માટે ઈદ્રની માફક ત્યાં આવ્યો, એટલે રૂ૫ અને ગુણથી આકર્ષાયેલ ચિત્તવાળી સુદર્શનાએ તે રાજાની અર્ધાજલિના બહાનાથી પિતાને આત્મા સુપ્રત કરી દીધે અર્થાત મારી પુત્રી તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com