________________
[ ૨૦ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૧ લે કઠે મજબૂત રીતે વલગીને ઉચ્ચ સ્વરે રુદન કરતી મેં હરણને પણ રેવરાવ્યાં. આ પ્રમાણે જેઈને તાપસ પણ ગદગદ્દ સ્વરથી કહેવા લાગ્યા કે–
જોતજોતામાં નાશ પામનાર સંસારસુખને ધિક્કાર છે! આ બાળાની તરુણાવસ્થા જ્યાં અને તેની આવા પ્રકારની દુર્દશા કયાં? ખરેખર દુષ્ટ વિધાતાએ ફળને યોગ્ય વનમાં અગ્નિ પ્રજવલિત કર્યો છે. બાદ દયાળુ તેમણે અમને બંનેને કંઈક શાન્ત કરીને કહ્યું કે-“સંસારસુખ નાશ પામે છત કુળવાન સ્ત્રીએ વ્રતનું ગ્રહણ કરવું એ જ ઉચિત છે. ” પછી મંત્રના ભંડાર સરખા તેમની પાસે અમે બંનેએ વ્રત ગ્રહણ કર્યું અને વૈરાગ્યને અંગે પવિત્ર ક્રિયાનુષ્ઠાન કરવા લાગ્યા. પછી કેટલોક સમય પસાર થયા બાદ મને ઉત્તમ મંત્ર આપીને તે તાપસ અનશન કરીને સ્વર્ગે ગયા. હે રાજન ! સમસ્ત ઉપદ્રવનું નિવારણ કરનાર તે મંત્રને આપ ગ્રહણ કરો, તે મંત્રના પ્રભાવથી અમે બને નિરુપદ્રવપણે રહીએ છીએ. રાજાએ સર્વ પ્રકારના ઉપદ્રવને નષ્ટ કરનાર. તાપસીએ આપેલા મંત્રને ભક્તિ ને શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કર્યો. તેવામાં નિરાધાર આકાશમાં ભ્રમણ કરવાથી જાણે થાકી ગયો હોય તેમ સૂર્યે અસ્તાચલને આશ્રય લીધો અને છાયાવાળી પૃથ્વીની છાયાની માફક વિશાળ બન્યોબાદ તે તાપસીએ રાજાને કહ્યું કે-“હે રાજન ! સપુરુષના સંગમથી પ્રાપ્ત થયેલ સુખની સાથે આ કમળ પણ સંકેચાઈ રહ્યા છે અર્થાત્ તમારે પણ હવે વિરહ થવાનું છે, તે જેટલામાં સૂર્ય અસ્ત ન થાય તેટલામાં આપ સુખપૂર્વક પધારે. એક જન પ્રયાણ કર્યા બાદ રાત્રિએ તમારે તે સ્થળે વાસ કરે, કારણ કે તાપસોથી વ્યાપ્ત આ ભૂમિ અશ્વમુખ નામના યક્ષની છે. જે કઈ આ વનમાં વાસ કરે છે તેને તે યક્ષ કર્થના કરે છે. અમારા પૂર્વજ તાપસ લોકોએ કઈ પણ અતિથિને અહીં રાત્રિયાસો ન રાખવે તેવી જાતની કબુલાત તે યક્ષને આપી છે. તમારા મંત્રજાપથી તે યક્ષ વશમાં આવી શકશે નહીં, નહીંતર અમે એ પૂર્વે આપેલ વચન નિષ્ફળ નીવડે.”
ભુવનભાનુ રાજા બેલ્યો કે-“હે પૂજ્ય! તમારે જન્મ અને જીવિત બંને વખાણવા લાયક છે. મારું અરણ્યમાં આવી પડવું તે પણ તમારા દર્શનને લીધે પ્રશંસાપાત્ર બન્યું છે. જો તમે યક્ષને વચન ન આપી દીધું હોત તે મારા પુરુષાર્થના પ્રકાશને માટે હું આવા પ્રકારના સ્થાનમાં વિશેષ પ્રકારે વાસ કરત.” આ પ્રમાણે કહીને, તેણીને નમીને, આશીર્વાદ મેળવેલ રાજા તેણે દર્શાવેલા માર્ગે ચાલી નીકળ્યો, અને તાપસી પણ રાજાને ઘેડે સુધી વળાવીને, તેને વારંવાર જેતી પાછી ફરી.
પછી ભુવનભાનુ રાજાનું પિતાના કરતાં અધિક તેજ જોઈને, જાણે લજ્જાને લીધે હોય તેમ અ૯૫ તેજસ્વી સૂર્ય અસ્ત પામે. બધી દિશાઓમાં અંધકાર ફેલાઈ ગયો એટલે શિયાળીઆઓ કુત્કાર કરવા લાગ્યા. સિંહે ગર્જના કરવા લાગ્યા અને ચિત્તાઓ આમતેમ ફરવા લાગ્યા. અંધકારસમૂહને નષ્ટ કરવામાં દીપક સમાન રાજાએ દૂરથી જ તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com