________________
[ ૧૮ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૧ લે
આ રીતે મારા પિતા તથા સ્વામીનું અકલ્યાણ (મૃત્યુ) જાણીને હું મૂચ્છ પામી. પાપી એવી હું મૃત્યુ ન પામી અને ઉપચારને કારણે હું સચેત બની. પ્રેમથી અને સુખથી હું ત્યજી દેવાઈ અને તેને અંગે મારી કા. વાસના અને દેડકાંતિ પણ નષ્ટ થઈ ગઈ. તે બંનેની સાથે મારા પુણ્ય પણ સાગરમાં પડી ગયા હોય તેમ મારા દુર્ભાગ્યને કારણે મારું સમસ્ત વહાણ માણસ વિનાનું બની ગયું અર્થાત્ અન્ય લોકો પણ ચાલ્યા ગયા. શેકની સાથેસાથે શ્વાસશ્વાસ પણ વૃધ્ધિ પામવા લાગ્યા અર્થાત્ ઉતાવળે મારા શ્વાસોશ્વાસ ચાલવા લાગ્યા. શરીરકપની સાથોસાથ દુ:ખ પણ વૃદ્ધિ પામ્યું. બંને સત્રોની કીડાની સાથે મારો કેશકલાપ પણ વીખરાઈ ગયે. સમુદ્રમાં પડી મૃત્યુ પામવાની ઈચ્છાવાળી મારૂ તે પાપીનું ધનદ રક્ષણ કરવા લાગ્યું અને હું પણ મારા પિતાના તેમજ ચદ્રકુમારના ગુણેનું વારંવાર સ્મરણ કરી કે નીચે પ્રમાણે વિલાપ કરવા લાગી –
હું જ એક માત્ર જેનું સંતાન છું એવા હે પિતા ! તેમજ હું જ માત્ર જેની પ્રિયા છું એવા છે સ્વામી ! તમે મને એકલી છોડીને કયાં ચાલ્યા ગયા ? હે પિતા ! મારા પર દયા લાવીને તમે મને કેમ બોલાવતા નથી ? વડીલ પુરુષે, દુઃખી એવા પિતાના સંતાન પ્રત્યે કદી પણ પરામખ બનતા નથી. હું મારા સ્વામિન ! કયા અપરાધને લીધે તમે રોષે ભરાયા છે ? અપરાધી એવા મારા એક અપરાધને આપ માફ કરો અને પ્રસન્ન થાઓ ! હે સમુદ્રદેવે ! મારા પિતા તથા મારા સ્વામીની તમે રક્ષા કરો ! અને મને ગ્રહણ કરે ! હે હદય ! આવા પ્રકારનાં દુઃખોથી તું કેમ ચીરાઈ જતું નથી ? ” ને પછી વિષયાભિલાષી અને દુષ્ટ આશયવાળા ધનદે મને કહ્યું કે “હે સુંદરી! તું શેકથી અત્યંત વ્યાકુળ ન થા. નીલકમળ જેવા તારા બંને નેત્રો અશ્રુજન્ય ખેદને સહન કરવાને લાયક નથી, અને ઉષ્ણુ નિસાસાને કારણે તારે સુકોમળ અધરોષ્ઠ સુકાઈ રહ્યો છે. કાચારને કારણે તે આવા પ્રકારને શેક કર્યો. હવે તેને ઓછો કર. ખરેખર સમગ્ર જનતાનું પ્રિય કરવું જોઈએ; નહીં કે માત્ર એક વ્યકિતનું. હે સુમુખી ! બીજી રીતે પણ જે કાર્ય થઈ શકતું હોય તે શેક કરવાથી લાભ? આ હું તારી સન્મુખ ઊભેલો તારા આદેશને વિશેષ પ્રકારે કરીશ, તે મૃત્યુ પામેલા તારા પિતા તેમજ સ્વામીને શેકને તું ત્યાગ કર. જીવતા પ્રાણી માટે કરાતે શોક સાર્થક ગણાય.”
તેના આવા પ્રકારના વિષ સદશ અને કર્ણને અપ્રિય વચન સાંભળીને ચિત્તનું વ્યાકુળપણું થવાથી મૂછને અંગે હું નીચે પડી ગઈ. તે પણ મને આવા પ્રકારની મૂછિત બનેલી જોઈને ક્ષણ માત્ર મૂચ્છિતની માફક ઉભું રહ્યું. પછી ચંદનાદિકના સિંચનથી હું ફરી વાર સચેત બની. મેં વિચાર્યું કે-“હું કેવા પ્રકારના સંકટમાં આવી પડી છું. ક્ષત(ચાંદા) પર ક્ષાર(મીઠા )ની માફક ઇષ્ટ વ્યકિતના વિયોગમાં મને આ અનિષ્ટ વ્યક્તિને મેળાપ થયે છે, તે આ ચેરથી મારા શીલરૂપી રત્નની કેવી રીતે મારે રક્ષા કરવી? ખરેખર આ સમયે સ્વાધીન હેવા છતાં પણ મારું મૃત્યુ પરાધીન બની ગયું છે અર્થાત્ હું મૃત્યુ પામતી નથી”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com