________________
[ ૧૬ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૧ લો , હું મારા જીવનને ત્યાગ કરૂં. તેવામાં મેં આકાશવાણી સાંભળી કે–તું જે જીવતો રહીશ તે તને ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ થશે.
પછી મૃત્યુથી વિરામ પામીને હું તાપસના આશ્રમે પહોંચ્યો અને ત્યાં એક શાન્ત મુનિને જોયા. તેમને નમસ્કાર કરીને મેં પૂછયું કે આ કયે દ્વીપ છે? તેમણે જણાવ્યું કે આ સુવર્ણદ્વીપ છે. પછી તેનાથી દર્શાવાયેલા માર્ગે ચાલતા કમપૂર્વક હું પાછલે પહોરે અહીં આવી ચઢ. તે ચંદ્રરેખા કન્યાનું શું થયું હશે ? એ પ્રમાણે જેવામાં હું વિચારતો હતો તેવામાં તારી દીનવાણી સાંભળીને ચિત્તમાં વિચારવા લાગ્યો કે મારી પ્રિયાની સરખી કેઈએક સ્ત્રી મારા સરખા નામવાળા પ્રિયતમને વારંવાર યાદ કરીને કહે છે. અહીં મારી પ્રિયાનું આગમન ડાંથી હોઈ શકે ?
બીજી બાજુ કામદેવને નમસ્કાર કરીને જ્યારે ચંદ્રશ્રી ચાલી ત્યારે મને નહીં જોવાથી તેણીએ પૂછ્યું કે-રેખા કયાં ગઈ? એટલે સમસ્ત પરિવાર શોધવા લાગે પણ નજરે ચઢેલ અને પુછાયેલી મેં શરમનો ત્યાગ કરીને સમસ્ત વૃત્તાંત જણાવી દીધું, ત્યારે ચંદ્રશ્રી બેલી કે- લક્ષ્મી અને વિષ્ણુનો સંગ ઉચિત જ છે. મારાથી પૂછવા છતાં પણ તે તારે હદયનો ભાવ મને જણાવ્યું નહીં તે ઠીક નહીં અથવા આ ચંદ્રકુમારથી તારૂં હૃદય પરિપૂર્ણ હોવાથી તે તારા હૃદયમાં હું કેવી રીતે સમાઈ શકું? માટે મહેરબાની કરીને ઘેર ચાલ. આપણે બધા સાથે જ જઈએ. તમારા આવવાથી, મારા લગ્નોત્સવ કરતાં પણ મહાન ઉત્સવ આજે ઉપસ્થિત થયો છે.
પણ મારા મુખભાવને જોઈને ચંદ્રકુમાર પણ સાથે ચાલ્ય અને ચંદ્રશ્રીના જણાવવાથી મારા માતા-પિતા પણ અત્યંત તુષ્ટ બન્યા. દુઃખરૂપી અલંકારને નષ્ટ કરતા તે ચંદ્રકુમારનું મારા માતાપિતાએ તથા પ્રકારનું સ્વાગત કર્યું કે જેથી તેનું સમગ્ર દુઃખ દૂર થઈ ગયું અને કહ્યું કે-“હે વત્સ ! મારી આ સર્વ સંપત્તિ તારી જ છે તેથી સુખપૂર્વક તું તેને ભોગવ. પછી
જ્યોતિષીઓને બોલાવીને શુભલગ્ન જોવરાવ્યું. વિવિધ પ્રકારનાં વિનોદ કરતાં અમારા દિવસે નિમેષમાત્રમાં ચાલ્યા ગયા. પણ લગ્ન મહોત્સવ પ્રસંગે અમને બંનેને વાણીને પણ અગોચર એવું સુખ થયું. લોકો પણ મસ્તક ધુણાવવાના બહાનાથી પસ્પર જાણે કહેતા હતા કે-આવે વિવાહોત્સવ અને આવા પિતા થયા નથી.
પછી પિતાએ મને શિખામણ આપી કે-“ હે પુત્રી ! તું પતિપરાયણ બનજે. તેના સૂતા પછી શયન કરજે અને તેના ભેજન કર્યા બાદ જમજે, ” આ લગ્નપ્રસંગે મારા મામા ધનદેવે તે જ રત્નાવલિ હાર સંતોષપૂર્વક મને ભેટ આપ્યો. વળી મારા પિતાએ મને કહ્યું કે “હે પુત્રી ! તું જ મારા પુત્રના સ્થાને છે એમ કહીને પિતાને સમગ્ર વૈભવ તેમણે મને અર્પણ કર્યો.
મેં પણ તે રત્નાવલિ હાર નેહપૂર્વક ચંદ્રશ્રીને આપે. પછી મારા મામાએ કહ્યું કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com