________________
ધનની દુષ્ટ ભાવના અને આચરણ
[ ૧૭ ] તમારે કેટલાક દિવસ હજુ અહીં રોકાવાનું છે.” વળી અગણિત ગુણરૂપી નેત્રને અમૃતના અંજન સમાન મારી નાની ભગિની ચંદ્રથી પણ મારા પર અત્યંત નેહ દર્શાવવા લાગી. પ્રાર્થનાનો ભંગ કરવાનું નહીં ચાહતા તેમજ વિજ્ઞપ્તિ કરાયેલ મારા પિતાએ મારા મામાનું વચન સ્વીકાર્યું.
વિષયસુખ ભોગવતાં અમારા બંનેના દિવસે ઉત્તમ ગુણની પ્રશંસાપૂર્વક ક્ષણમાત્રમાં પસાર થવા લાગ્યા. કપટી એવા ધનદે પોતાની સમસ્ત વસ્તુના સમર્પણથી નિષ્કપટી મારા પતિ સાથે કૃત્રિમ પ્રેમભાવ બાંધ્યો, તે મારી સાથે ઠઠ્ઠા-મશ્કરી કરવા લાગ્યો પરંતુ હું તે મૂંગી જ રહેતી હતી. વળી ઘરમાં કોઈ ન હોય ત્યારે આવીને પ્રેમપૂર્ણ વચનો બોલવા લાગે કે–“ હે ભદ્રે ! તારા દર્શન માત્રથી જ હું મારી જાતને કૃતકૃત્ય માનું છું. તારા મુખનું દાસીપણુ ચંદ્ર કરે છે એટલે તેનામાં કલંક જોવાય છે. વળી તે મને શિથિલ ચારિત્રવાળા પુરુષની વિચિત્ર વાત કહેવા લાગે તેમજ અધમ ધનદ અકૃત્ય કરવા માટે મને પ્રેરણા પણ કરવા લાગ્યો.
પછી તેને ઘરમાં આવતો બંધ કર્યો એટલે મારા વચનથી ક્રોધે ભરાયેલ દુષ્ટ ધનદ મારા સ્વામીના છિદ્રો જેવા લાગ્યો. આ પ્રમાણે શરીર ભિન્ન ભિન્ન હોવા છતાં એક ચિત્તવાળા તેમજ સુખી એવા અમારા બંનેના કેટલાક મહિનાઓ પસાર થઈ ગયા.
હવે કે એક દિવસે પોતાના પુત્ર ચંદ્રકુમારને બોલાવવા માટે ધનસાર શ્રેષ્ઠીવડે મેકલાયેલ કોઈ એક પુરુષ મણિપુર નગરે આવી પહોંચ્યો. તે બોલ્યો કે-“હે સ્વામિન્ ! તમારા માતાપિતાના નેત્રોમાં રહેલ મેઘ, તમારા આગમનરૂપી શરદઋતુથી કદાચ શાન્ત થાય, અર્થાત્ તમારા માતાપિતાના નેત્રોમાંથી અહર્નિશ અધારા વહી રહી છે. બાદ મારા પિતાએ મારા મામાને સ્વસ્થાને જવાને માટે જણાવ્યું ત્યારે તેણે પિતાની ઈચ્છા નહીં હવા છતાં પણ મારા પિતાની ઈચ્છાને માન્ય રાખી. બાદ પ્રયાણ કરવાને માટે સમગ્ર સામગ્રી તૈયાર થવા લાગી ત્યારે ધનદે તે હકીકત જાણી અને કપટી એવા તેણે મારા સ્વામી ચંદ્રકુમારને કહ્યું કે-“હે મિત્ર ! તારા વિયેગમાં હું અહીં ક્ષણમાત્ર રહેવાને માટે શક્તિમાન નથી, તે જો તું આદેશ આપે તો હું તારી સાથે આવવાને ઈચ્છું છું. ” એટલે સરળ સ્વભાવને કારણે ચંદ્ર ધનદની માગણી કબૂલ રાખી; કારણ કે આ જગતમાં સંતપુરુષે તેમજ દુજન પુરૂષો પોતાના આત્માની જેવા જ અન્યને પણ જાણે છે.
અમારા વિશાળ વહાણમાં ધનદ પણ પિતાના અલ્પ પરિવાર સાથે આવ્યો અને દાનાદિકથી અમારા સમસ્ત પરિજનવગન તાબે કરી લીધા. પછી માર્ગમાં સજજન પુરુષની મર્યાદા દૂર કરતાં ધનદે કાયચિ તા(સ્થડિલ) માટે ગયેલ સૌથી પ્રથમ મારા પિતા અને પછી મારા સ્વામીને પણ સમુદ્રમાં પાડયા. પછી તે ફેગટ શેક કરવા લાગ્યો. લોકેએ પણ ધનદનું દુદ્ધ આચરણ જાણી લીધું. આ જગતમાં પાપ છુપ રહેતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com