________________
ભુવનભાનુને શૃંગારમંજરીએ કહેલ આત્મકથા
[ ૨૫ ] દંડ શોભે છે અને તેની કાંતિથી જીતાયેલ હોય તેમ સેનું અગ્નિમાં પ્રવેશ કરે છે.”
આ પ્રમાણે રાજા વિચારી રહ્યો હતો તેવામાં તેણીએ શીઘ ઊભા થઈને, ઉચિત સન્માન કરીને રાજાએ આસન આપ્યું. પછી રાજાની સમક્ષ બેસીને, તેને ઉત્તમ પુરુષ જાણીને તેણી બેલી કે–
તમારું સ્વાગત છે !” એટલે રાજાએ જણાવ્યું કે પોતાના ગુણોથી વનદેવી તરીકે જણાતી તારી સમક્ષ મારે શું કહેવું? અર્થાત્ તું વનદેવી હોવાથી સર્વ વસ્તુ જાણી શકવાને સમર્થ છે.” ત્યારે તેણીએ કહ્યું કે-“હું કોઈ દેવી નથી, મા વિદ્યાધરી છું.” એટલે નિમેષવાળા નયનને લીધે તેને ખરેખર વિદ્યાધરી જાણીને રાજાએ પૂછયું કે-“ તમારી જેવી સુકમાળ વ્યક્તિને વાસ આ નિર્જન વનમાં કેમ હોઈ શકે? મને એમ જણાય છે કેતમારા આવા નિર્જન વનના વસવાટથી જાઈની કળી પર સાંબેલાને પ્રહાર અને ક૯૫વેલડી પર કુઠારાઘાત થઈ રહ્યો છે.” એટલે આંસુ સારીને, નિઃશ્વાસ મૂકીને તેણે રાજાને જણાવ્યું કે-“હે પુરુષોત્તમ ! પિતાના દુઃખે કેની આગળ કહી શકાય ? તમારી સમક્ષ મારું દુર્ભાગ્ય હું કઈ રીતે કહું? જેથી મહાભયંકર એવા દુઃખમાં મેં મારા અતિ પ્રિયજનને નાખ્યા? જેના વડે જે અપરાધ થયો હોય તે જ તે અપરાધનું ફળ ભેગવે, પરંતુ જેને આચાર જા નથી એવા પુરુષને રહસ્ય–ગુપ્ત વાત કઈ રીતે કહી શકાય ? તેની પાસે જ દુઃખનું વર્ણન કરી શકાય કે જે દુઃખને દૂર કરે અથવા દુઃખમાં ભાગ પડાવે.”
જેવામાં તેણી આ પ્રકારે બોલી રહી હતી તેવામાં ડાબા અંગના ફરકવાથી તુષ્ટ બનેલ તેણી પનઃ બોલી કે “ હે સુંદર ! મારા ડાબા અંગના ફુરવાથી મને જણાય છે કે-તમારી પાસે મારું વૃત્તાંત કહેવાથી મારું સારું થશે, તે હે ચતુર પુરુષ ! તમે સાંભળે.
ચારે બાજુથી રૂપાથી વીંટળાયેલ વૈતાઢ્ય નામનો પર્વત છે જેની કાંતિરૂપી ગંગાની સાથે લાગેલા વાદળાંએ યમુના નદી જેવા જણાય છે. તે પર્વત પર કનકપુર નામનું શ્રેષ્ઠ નગર છે અને તે નગરમાં મહારથી કનક નામને વિદ્યાધરેંદ્ર રાજા છે. યુદ્ધ પ્રસંગે જે રાજાના તેજસ્વી ખગને જયલક્ષમી જળક્રીડા કરવાને માટે પાણી યુક્ત સમજે છે, તે વિદ્યારે યુદ્ધમાં જયલમીને જ વરે છે. સમગ્ર અંતઃપુરના સારરૂપ તેને કનક શ્રી નામની ભાર્યા છે, જેને લીધે વિદ્યાધરેંદ્ર અંતઃકરણમાં પિતાના સમગ્ર રાજ્યને સફળ માને છે. તે બંનેને ઘણુ પુત્રોની ઉપર હું પુત્રી તરીકે જન્મી, અને માતા-પિતાએ મારું શંગારમંજરી એવું નામ રાખ્યું. પુત્રો હોવા છતાં મારા પિતાને હું અત્યંત વહાલી હતી. ધનની માફક, મારા મહેલમાં મારા મોટા ભાઈઓ કલહ-કંકાસ કરતા હતા તેથી પિતાની સમક્ષ મારા કીડાના દિવસો પસાર થતા અને પર્વતની ગુફામાં ઉત્પન થયેલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com