________________
0
+
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૧ લે રાજા પ્રત્યે આસક્ત બની ગઈ. સુદર્શનાને જોઈને રાજા વિચારવા લાગ્યો કે-શંકરથી કામદેવ દુગ્ધ થવાને કારણે તેની પત્ની રતિ અહીં આવી ચઢી છે કે શું? અથવા તો શંકિત હદયવાળા ઇંદ્ર તાપસ લોકોના મનને ચળાયમાન કરવાને માટે શું રંભા નામની અપ્સરાને મેકલી છે કે શું ? આ પ્રમાણે એક ચિત્તવાળા બનેલા તે બંનેને દિવસ જાણે એક વર્ષ જેટલો હોય તેમ પસાર થયે અને તાપસ લોકો સમાધિસ્થ બન્યા ત્યારે તે રાજાએ સુદર્શનાનું હરણ કર્યું. પૂર્ણ ધ્યાનમાં રહેલા મેં જ્યારે પુત્રીને બેલાવી ત્યારે તે આવી નહીં તેથી મૂચ્છ પામેલો હું જળથી સિંચાવાને કારણે ચેતના પામે.
“બાદ સર્વ દિશામાં તાપથી તપાસ કરાવા છતાં તેણી જેવાઈ નહીં અને શૂન્ય ચિત્તવાળે હું સર્વ વસ્તુને સુદર્શનામય જ જેવા લાગે. દુઃખથી પીડા પામેલો અને શોકને કારણે ક્રિયા રહિત બનેલ હું મૃત્યુ પામ્યો અને યક્ષ બન્યો, તેમજ મેહને અંગે આ વનમાં જ વાસ કરવા લાગ્યો. પુત્રી-હરણના પ્રસંગને યાદ કરીને હું આ વનમાં માણસને પ્રવેશ કરવા દેતો નથી, પરંતુ તાપસલોકોએ અતિથિને માટે મને અત્યંત આગ્રહ કર્યો ત્યારે તેઓની મારા પ્રત્યેની ભક્તિને લીધે મેં જણાવ્યું કે-અતિથિ, આ વનમાં, દિવસે રહી શકશે, પરંતુ રાત્રિએ તે નહીં જ.
પછી સુદર્શનાનું હરણ કરનાર તે રાજાને મેં જ્ઞાન દ્વારા જાણે. જયકીનિ નામના રાજાના ચંદ્રપુર નામના નગરમાં ધૂળની વૃષ્ટિ કરતાં મેં ક્રોધપૂર્વક કહ્યું કે–તમારા ઈષ્ટદેવને યાદ કરો. તે સમયે મોટો હાહાર કરતાં લોકેએ મને ધૂપ કર્યો અને કહ્યું કે–શરણે આવેલા અમારું, હે યક્ષરાજ !, તમે રક્ષણ કરો, રક્ષણ કરે. એટલે મેં વિચાર્યું કે-નિરપરાધી લોકોને હણવાથી શું ? માત્ર અપરાધી જયકીર્તિ રાજાને જ નાશ કરું. આ પ્રમાણે વિચારીને મેં રાજાને કહ્યું કે-મારી પુત્રીનું હરણ કરનાર તને હમણાં હું હણું છું. ત્યારે સુદર્શનાએ કહ્યું કે હે પિતા ! તે અપરાધ મારે છે. આ રાજવી લેશ માત્ર અપરાધી નથી; તેમ મારે પણ અપરાધ નથી; કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે કે-કન્યા સ્વયંવર વરનારી છે. આ પ્રમાણે સુદર્શન જણાવી રહી હતી તેવામાં વનદેવી પણ બેલી કે–હે પુત્રી! તું ભય પામ નહીં. પછી મને ઉદ્દેશીને તે વનદેવી બેલી કે-હે યક્ષ ! તમે અપ્રસન્ન ન થાઓ. અશ્વના બહાનાથી આ રાજાને વનમાં લાવીને મેં જ સુદર્શનાને તેને અર્પણ કરી છે. તે અને કોઈપણ જાતનો દેષ નથી, માટે તમે સુવર્ણવૃષ્ટિ કરીને અત્યંત પ્રસન્ન થાઓ. એટલે મઘની માફક મેં સુવર્ણની વૃષ્ટિ કરી અને ચંદ્રપુર નામ સાર્થક થવાથી લેકે વધામણી કરવા લાગ્યા. તે સમયે સુવર્ણથી ચંદ્રપુરને, સંતેષથી રાજાના ચિત્તને અને કીતિથી પૃથ્વીને મેં એકી સાથે જ અત્યંત પુષ્ટ કરી. સુદર્શનાના ગુણોએ તથા પ્રકારે રાજાના મનને ઘેરી લીધું જેથી અન્ય કોઈ પણ સ્ત્રી તેના મનમાં પ્રવેશ કરી શકી નહીં. પછી મેં જયકીતિ રાજાને કહ્યું કે હું તમારું શું પ્રિય કરું ? ત્યારે તેમણે મને જણાવ્યું કે-દુર્લભ એવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com