________________
પ્રસ્તાવના
કરી દિવ્ય વસ્ત્રો આભૂષણથી અલંકૃત કરી, ઉત્તર દિશાની કદલી ગૃહમાં લઈ જઈ સિંહાસન પર બેસાડી હિમાચલ પર્વતના ગોશીષ ચંદનની ભસ્મ કરી તે બન્નેને રક્ષા-પોટલી બાંધી વગેરે રાતે ભક્તિ કરી બંનેને સૂતિકાગ્રહમાં લાવી સ્તુતિ કરી ઊભી રહે છે.
બાદ પરમાત્માનો જન્મ થતાં ઈદ્ર મહારાજાઓના આસને કંપવાથી અવધિજ્ઞાનધારા સૌધર્મેન્દ્ર અગિયારમા તીર્થપતિ તીર્થકર ભગવાનનો જન્મ થયે જાણી સિંહાસન અને પાદુકાને ત્યાગ કરી, ભગવંત પ્રતિ સાત આઠ પગલાં ચાલી નમી શક્રસ્તવ-સ્તુતિ કરી આસન પર આવી પ્રભુને જન્મ થયો છે, તેમ નિગમેથી દેવને જણુવતાં આજ્ઞા કરીથી જનપ્રમાણે સુષા નામની ઘંટ વગાડી તે દ્વારા સર્વ દેવોને ભરતક્ષેત્રમાં પ્રભુ જન્મ થયાની વધામણીની જાહેરાત કરે છે, જેથી સર્વ દે અનિંદ પામે છે. ઈદ્ર મહારાજની આજ્ઞાથી પાલક નામના દેવે એક લાખ જોજનના વિસ્તારવાળું વિમાન તૈયાર કરતાં ઈદ્ર મહારાજ પરિવારયુક્ત તે વિમાન પર ચડ્યા અને પ્રયાણ કરતાં સિંહપુર નગરે આવી પરમાત્માના આવાસને પ્રદક્ષિણા દઈ વિમાનમાંથી ઉતરી પરમાત્મા તથા તેની માતાને પ્રણામ કરી “ તમે પરમાત્માને જન્મ આપી ત્રણે જગતને વંદન કરવા યોગ્ય અને ધન્યવાદને પાત્ર થયા છે. ” વગેરે શબ્દોથી સ્તુતિ કરી (પા. ૧૫૦) પરમાત્માનું પ્રતિબિંબ માતા પાસે મૂકી અવસ્વપિની
પતાને આપી ઈદ્ર પોતાના પંચરૂપ વિકુવી એકરૂપથી બનેને હસ્તમાં ચંદન ચંચી પરમાત્માને ધારણ કરી, બીજા રૂપવડે છત્ર ધારણ કરી, ત્રીજા અને ચોથારૂપવડે બન્ને બાજુ ચામર વિંઝવા લાગે છે. અને પાંચમા રૂપવડે હસ્તમાં વજ ધારણ કરી પાળાની માફક પ્રભુની આગળ ચાલી મહર્દિક દે સાથે મેરુપર્વત ઉપર આવી પહોંચે છે. ત્યાં અતિપડુબલા નામની શિલા પર રહેલા સિંહાસન ઉપર મેળામાં પરમાત્માને લઈ ઈંદ્રમહારાજ બેસે છે જયાં બીજા ઈંદ્ર મહારાજાઓ કરોડ દે સહિત આવી પહોંચે છે. સૂર્ય, ચંદ્ર, વ્યંતરેન્દ્રો તથા ભવનાધિપતિઓ વગેરે સમસ્ત ઈદ્રો પરમાત્માને પ્રણામ કરી પિતાને સ્થાને બેસે છે. પછી અયુરેંદ્રના આદેશથી તીર્થજળ લાવવા દેવોએ (૧) સુવર્ણના, (૨) રૂપાના, (૩) રત્નના, (૪) સુવણુ તથા રૂપાના, (૫) સુવર્ણ તથા રત્નના, (૬) રૂપા તથા રત્નના, (૭) સુવર્ણ, રૂપુ, તથા રત્નના અને (૮) માટીના મળી આઠ હજાર ને આઠ કુંભ બનાવી, તેને કેશર, પુષ્પમાળા, ચંદનથી ચર્ચા જળથી પરિપૂર્ણ કરે છે જે વખતે વાજિ વાગે છે.' * કેટલાક ઇદ્રો મણિજડિત દર્પણ પરમાત્માને દેખાડે છે, કેટલાક કૃષ્ણાગરૂ ધૂપ ઉખે છે, તે વખતે કલ્પ આચારને જાણનાર બી જા આઠ ઇ ભક્તિપૂર્વક પરમાત્માને સ્નાનાભિષેક કરે છે. પછી સંધર્મેન્દ્રની જેમ ઈશાનેન્દ્ર પણ ચાર રૂપ વિકવિ પ્રભુને ખોળામાં બેસાડે છે તે વખતે ચાર ઉજવળ વૃષભના રૂપ વિમુર્થી તે ચાર વૃષભાના શિંગડામાંથી આઠ ધારાઓ વડે પરમાત્માને સ્નાન કરાવે છે અને પછી સુગંધી વચ્ચેવડે શરીર લુંછી સૌધર્મેન્દ્ર કલ્પવૃક્ષના પુવડે પૂજા કરી, દિવ્ય આભૂષણે પહેરાવી પ્રભુ સન્મુખ મનહર અક્ષતથી આઠ મંગળ આલેખી પ્રભુની સ્તુતિ કરે છે (પા. ૧પ૧-૧૫૨ ) ત્યાર બાદ બીજા ત્રેસઠ ઇદ્રો નંદીશ્વર દીપે જાય છે અને ધર્મેન્દ્ર પાંચ રૂપે કરી પ્રભુને સિંહપુર નગરમાં જઈ માતાની પડખે મૂકી, પ્રતિબિંબ સંહરી લઈ અને પ્રભુ જુએ તેમ સમ્મુખ ગેડી અને ઓશીકે રેશમી વસ્ત્ર, બે કંડલો મૂકી “જે કોઈ પ્રભુ અને પ્રભુની માતાનું અનિષ્ટ ચિંતવશે તેનું મસ્તક સાત પ્રકારે એરંડાની માફક ભેદાઈ જશે ” એવી ઉદ્દઘોષ કરી, સિંહપુરમાં સુવર્ણ, રત્ન, સુગંધી જળ, પુખે.ની વૃષ્ટિ કરી, પરમાત્માને નમસ્કાર કરી, પરમાત્માના અંગૂઠામાં અમૃત સિંચી, પાંચ દેવાંગનાઓને ધાવમાતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com