________________
૫૪.
પ્રસ્તાવના
સર્ગ ૯ મે (પા. ૧૦ થી પા. ૨૧૩ સુધી) પરમાત્મા શ્રી શ્રેયાંસનાથ ભગવાને મેઘગર્જના જેવી ગંભીર, વિશ્વના સંતાપને દૂર કરનારી, અમૃતરસ જેવી વાણીવડે યુક્તિવાળી દેશના આપી, તે ઉપર ગ્રંથકર્તા આચાર્ય મહારાજ આ નવમા સર્ગમાં વર્ણન કરે છે.
ચોત્રીસ અતિશયે બિરાજમાન પરમાત્મા શ્રી શ્રેયાંસનાથ ભગવાન પાંત્રીસ પ્રકારની મનોહર વાણીઅને માલકોશ રાગવડે, સર્વે પ્રાણીઓ પોતપોતાની ભાષામાં સમજી શકે તેમ દેશના આપે છે. પરમાત્માની દિવ્ય વાણી સંસારતારિણી, સુધાવર્ષણ, જ્ઞાનરૂપી સૂર્યને પ્રગટાવનારી અને ભવ્યાત્માઓનું કલ્યાણ કરનારી છે. એવા શ્રી શ્રેયાંસનાથ પરમાત્માએ ના મિથ્યાત્વરૂપી અંધકારને મીટાવી જેમણે અનેક ભવ્યાત્માઓને સવિરતિ ધર્મ ગ્રહણ કરાવ્યો, અનેક આત્માને મોક્ષલક્ષ્મીના પથિક બનાવ્યા, અનેક આત્માને સ્વર્ગલક્ષમી આપી આ બધે પરમાત્માની દિવ્ય વાણીને મહાન ચમત્કાર–પ્રતાપમહિમા છે.
આ ચરિત્રના આગલા આઠ પ્રસ્તામાં શ્રી શ્રેયાંસનાથ પ્રભુના ચરિત્ર વર્ણનેને ગ્રંથપરિચય કરાવ્યું છે, પરંતુ આ નવમા સર્ગમાં પ્રભુએ આપેલ અમૃતમય દેશના દષ્ટ સાથે સંપૂર્ણ વાંચવા, મનન કરવા, આદર કરવા યોગ્ય હોવાથી તેને માત્ર સાર આપ ગ્ય લાગતું નથી, કારણ કે તેમ કરતાં અનંત જ્ઞાની, દેવાધિદેવ શ્રી શ્રેયાંસનાથ ભગવંતે સમવસરણુમાં બિરાજમાન થઈ જે ધર્મદેશના આપી છે તે સંપૂર્ણ રીતે વાંચતા વાચકને પ્રમાદ ન થાય, અને પરમાત્માની દેશનારૂપી મધુરરસમાં ક્ષતિ ન પહોંચે, આત્મિય આનંદને લાભ મળે તે માટે અહિં માત્ર તેમાં આવેલા ધર્મના વિષયોનું સંક્ષિપ્ત સ્વરૂપ આપવા સાથે તેને લગતી કથાઓને માત્ર નામનિર્દેશ જ કરીશું જેથી વાચકવર્ગને છેલા પ્રસ્તા મનપૂર્વક સંપૂર્ણ વાંચી જવા નમ્ર સૂચના છે. . પરમાત્માએ સમવસરણમાં બિરાજમાન થઈ ભવ્યાત્માઓનું કલ્યાણ કરવા જે દિવ્ય દેશના આપી છે તે સર્વ અક્ષરશ: એકાગ્ર ચિત્ત શ્રદ્ધાપૂર્વક વાંચતાં આત્મકલ્યાણ જરૂર થશે અને સાથે વિદ્વાન આચાર્યદેવશ્રી માનતુંગરિજી જેમણે પોતાની અનુપમ વિદ્વત્તાવડે આ ચરિત્રમાં તેની સંકલનારચના કરી અપૂર્વ રસમય મનહર સુંદર કરી છે તે જાણવા સાથે, તેઓ શ્રી માટે પૂજ્યભાવ ઉત્પન્ન થાય તેવું છે જેથી સર્વ વાચક વર્ગને પ્રભુની દેશના સંપૂર્ણ મનનપૂર્વક વાંચવાની ભલામણ કરીએ છીએ. - ઉપરોક્ત રીતે પરિષદાઓ સર્વ યોગ્ય સ્થાને બેસે છે. વૈર-વિરોધવાળા પ્રાણીઓ વિરભાવને ત્યાગી પ્રભને નમી પિતાના સ્થાનમાં બેસે છે. પછી ભગવાન કોયાંસનાથ પ્રભુ સંસારના ભયને દૂર કરનારી સર્વ પ્રાણીઓનું કલ્યાણ કરવામાં સમર્થ દેશના પ્રારંભ કરે છે. “ હે ભવ્યાત્માઓ! સમસ્ત મનેરથને પૂર્ણ કરનાર તેમજ દાન, શીલ, તપ અને ભાવરૂપ ચાર પ્રકારની શાખાવાળા એવા આ ધર્મરૂપી કલ્પવૃક્ષને તમે જાણો, ઓળખો, સમજો. એ ચારમાં દાન ધર્મ મુખ્ય છે અને તેના અનેક પ્રકારે છે, જેમાં જ્ઞાનદાન મુખ્ય અને સર્વ પ્રકારનું કલ્યાણ કરનારું છે. જ્ઞાની પુરુષે જ્ઞાનધારા કૃત્યાકૃત્ય સમજી અકૃત્યને ત્યાગ કરી યોગ્યનું આચરણ કરે છે જેથી તે પ્રાણી સુખી તેમજ યશભાગી બને છે અને આ લોકમાં તથા પરલોકમાં સ્વર્ગ તથા મોક્ષનાં સુખ પામે છે. અજ્ઞાની પુરુષ પરભવમાં દુઃખનું ભાજન બને છે, જ્યારે દાન કરનાર સમગ્ર સુખને દાતા બને છે. જ્ઞાન આપનાર વ્યક્તિને કદી પણ ઉપર વાળી શકાતે કારણકે જ્યારે બીજા પ્રકારના દાને પ્રાણીઓને ફક્ત એક જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com