________________
પ્રસ્તાવના
સર્ગ ૧૦ મે (પા. ૨૧૪ થી ૨૪૪ સુધી) દશમા સર્ગમાં શ્રી શ્રેયાંસનાથ ભગવાન શીલધર્મ ઉપર જે દેશના આપે છે તે ગ્રંથાકાર ભગવાન જણાવે છે. પાણી દાનવીર હોવા છતાં જે તે શીલસંપન્ન હોય તે મોક્ષરૂપી લક્ષ્મીથી તે સેવાય છે. કલ્પવૃક્ષ, કામધેનુ અને નવમહાનિધિ મને જેણે તિરસ્કાર કર્યો છે તેવું અને અનેક સુખના કારણભૂત શીલધર્મ જયવંત વર્તે છે. જે શીલધર્મની પ્રાપ્તિથી જીવન અને મરણ બંને પ્રશંસાપાત્ર બને છે અને તેના અભાવમાં નિંદાપાત્ર બને છે એવા અનુપમ શીલધર્મની અત્યંત સ્તુતિ કરીયે છીયે. આ શીલ ધર્મ ચિંતામણિ રત કરતાં પણ અધિક છે; અને તે ઉભય લાકમાં મહાદ્ધિના કારણભૂત બને છે. શીલવાન પ્રાણીને જાજવલ્યમાન અગ્નિ, સિંહ, ગજે, દેવ અને દાન લેશમાત્ર ભય આપી શકતા નથી, માટે બુદ્ધિશાળી મનુષ્યએ હંમેશા શીલધર્મનું સેવન કરવું. આ વિષયમાં પ્રાણીઓને આનંદદાયક નંદયંતીની કથા પરમાત્મા જે કહે છે તે સાંભળવા લાયક અને શીલ ધમ ગ્રહણ કરવાને માટે જ છે. આ નંદયંતીની કથા (પા. ૨૧૪થી ૫ા. ૨૪૪ સુધીમાં ) આપેલ ઘણી જ સુંદર રસમય, આત્મિક આનંદ ઉત્પન્ન કરાવે તેવી છે.
આ શીલધર્મ ઉપર શ્રી નંદયંતીની કથામાં છેવટે નયંતી સાધી થઈ અગીયાર અંગની જ્ઞાતા થઈ, સંયમનું શુદ્ધ રીતે પાલન કરી, એક મહિનાનું અનશન સ્વીકારી આયુષ્ય ક્ષય થથે બારમા દેવલોક ઉપજે છે, ત્યાંથી એવી તે મોક્ષે જશે.
આ પ્રમાણે શીલને પ્રભાવ જાણુ સજ્જન પુરૂષોએ હંમેશા શીલ પાલનમાં સાવધાન થવું. સમવસરણને વિષે પરમાત્મા શ્રી શ્રેયાંસનાથ ભગવંતે સૂર્યના કિરણ સરખું તેજસ્વી અને શીલ-મહાત્મ ર્શાવતું આ સંયંતીનું ચરિત્ર વર્ણવ્યું છે.
અગિયારમા સત્રમાં (૫. ૨૪૫ થી પા. ૨૫૨ સુધીમાં) દેવાધિદેવ શ્રી શ્રેયાંસનાથ પરમાત્મા તપ ધર્મ ઉપર જે દેશના દષ્ટાંત સહિત આપે છે તે ગ્રંથકાર જણાવે છે..
શીલરૂપી ચંદ્રનો ઉદય થયે છતે જે તારૂપી તેજ પ્રગટે છે. અજ્ઞાનરૂપી અંધકાર અત્યંત રીતે નાશ પામે અને અજ્ઞાનને ફરી પ્રાદુર્ભાવ ન થાય. તપની તૂલ્ય આવી શકે તે કોઈ પણ પદાર્થ નથી, કેમકે તપના પ્રભાવથી દુર્લભ એવી આભાષધિ પ્રમુખ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. સુરેન્દ્ર, અસુરેન્દ્ર અને રાજાઓ જે એક પ્રકારના સુખે ભગવે છે તેને તમે ત૫રૂપી વૃક્ષના અસાધારણ પુખરાશીરૂપ જાણો. તે તપના પ્રભાવનું અમે કેટલું વર્ણન કરીયે કે જે તપના માહાથી નિકાચિત કર્મો પણ બળીને ખાખ થઈ જાય છે. તપના ગુણ કરતાં બીજો કોઈ પણ ગુણ શ્રેષ્ઠ નથી કાણુ કે જિનેશ્વર ભંગવતેએ પણ ક્ષય નહીં પામેલા કર્મોનો ક્ષય માટે તપશ્ચર્યાનું જ અલંબન લીધેલું છે. આ સંબંધમાં તપશ્ચર્યાને કારણે તુષ્ટ બનેલ શાસનદેવીએ જેને સહાય કરી હતી તે નિર્મળ આશયવાળી કમળાનું દષ્ટાંત (પ. ૨૪૫ થી ૨૫૨ સુધીમાં) આપેલું છે તે એ દષ્ટાંત વાંચી ભવ્ય પ્રાણીઓએ તપ ધર્મનું આરાધન કરવામાં નિતર પ્રયત્નવાન થવું.
હવે ચેથા ભાવ ધર્મ ઉપર પરમાત્મા શ્રી શ્રેયાંસનાથ ભગવંતે આપેલ દેશના ગ્રંથકર્તા પૂજ્ય આચાર્યશ્રી બારમા સર્ગમાં (પા. ૨૩ થી પા. ૨૬ સુધીમાં ) જણાવે છે.
જે પ્રાણીઓના નિઃસ્પૃહ ચિત્તમાં ભાવના સ્કરે તે દાન શીલ અને તપ વિગેરે સર્વ પ્રકારો સાર્થક બને. જેમ વૃષ્ટિ વિના બીજ ફલરૂપ ન બને અને લોઢું સિદ્ધિરસ વિના સુવણું ન બને તેમ ભાવ વિના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com