________________
-
પ્રસ્તાવના
૫૫
ભવ પૂરતાં ઉપકારી બને છે, ત્યારે જ્ઞાનદાન તે કલ્યાણ કરનાર, ઉપકારી અને બન્ને લોકના સુખ આપનાર થાય છે જેથી જ્ઞાનદાનને મુખ્ય કહેવામાં આવે છે.
સર્વ પ્રાણીઓને અભય આપવું તે ઇષ્ટ છે, જેથી આરોગ્ય, આયુષ્ય, સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.
તે અભયદાન સિવાય પ્રાણીઓએ કરેલા અનેક કષ્ટદાચ આચરણે પણ ઉખરભૂમિમાં વાવેલા બીજની જેમ નિષ્ફળ બને છે. કુપાત્રની વિદ્યા, રૂપ વિનાની નર્તિકા, નેત્ર વિનાનું મુખ, કાંતિ રહિત સદ, સૂર્ય, ચંદ્ર અને તારાઓની શ્રેણી રહિત આકાશ, દરિદ્રના વિલાસ, વિનય વિના વસ્તુની પ્રાપ્તિ, જ્ઞાન હિત ગુરુ, જળ રહિત સરેવર, મૂર્ખ વૈદ્ય, અન્યાયી રાજા, શરમ વગરની વધૂ (પત્ની) અને ફલ વિનાનું વૃક્ષ જેમ શોભતા નથી તેમ દયારહિત અનેક પ્રકારની ધર્મક્રિયા શોભતી નથી, જ હિંસારૂપી વિષવૃક્ષના પુપો હવે તમને જણાવું છું. માતાના ગર્ભમાં, જન્મતાં જ બાળપણમાં તેમજ યુવાવસ્થામાં મૃત્યુ, અનેક પ્રકારના આધિ-વ્યાધિઓ, દુર્ભાગીપણું અને બીજા પ્રકારના અનેક દુઃખ પ્રાપ્ત થાય છે, ત્યારે તે વિષ વૃક્ષનું ફળ તે નરકની વેદના જ છે. આહારાદિકના દાન કરતાં અભયદાન શ્રેષ્ઠ છે, કારણ કે વધભૂમિમાં લઈ જવાતે પુરુષ રાજ્યના દાન કરતાં પ્રાણ બચાવનારને પ્રશંસે છે. ત્રીજું સુપાત્રદાન શવ્યા, ચાર પ્રકારનો આહાર, વસ્ત્ર અને પાત્ર વગેરે ભેદથી અનેક પ્રકારનું છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ રત્નત્રયવાળા પાત્રનું ધર્મ નિમિત્ત, આદરપૂર્વક અપાયેલું નિર્દોષ દાન મહાફળને આપનાર છે. ૧ જિનબિંબ ૨ જિનભવન, ૩ સાધુ, ૪ સાધ્વી, ૫ શ્રાવક, ૬શ્રાવિકા, તેમજ ૭ જ્ઞાન એ સાત પ્રકારના સુપાત્ર છે.
આ સાત પ્રકારના ક્ષેત્રોને વિષે જે પ્રાણી ધનરૂપી બીજ વાવીને ભાવરૂપી પાણીથી તેનું સિંચન કરે છે તેને મોક્ષરૂપી લક્ષ્મી પ્રાપ્ત થાય છે. આ ભવમાં જે પ્રાણી પોતાના મરણું પર્યત સુપાત્રમાં ધનવ્યય કરતા નથી, તે લક્ષમી રહિત અવસ્થામાં સેવક બને છે. કંજુસ માણસે પિતાનું ધન ભૂમિમાં દાટે છે તેઓ (નીચી ભૂમિમાં) નરકગતિમાં જવાનું સૂચન કરતા હોય તેમ જણાય છે. પુણ્યથી પ્રાપ્ત થઈ થકે તેવું પાત્ર, પિત્ત અને ધન પ્રાપ્ત કરીને જે પ્રાણી સુપાત્રદાન દેતા નથી તે ખરેખર મૂઢ છે. બુદ્ધિમાન પુરુષો પરાધીન, અસ્થિર અને દુઃખદાયક ધનધારા-નિશ્ચળ અને વિન રહિત સુખ ઉપાર્જન કરે છે, માટે હંમેશા બુદ્ધિમાન પુરુષે સુપાત્રદાન દેવું જોઈએ. પૂર્વભવમાં આપેલા સુપાત્રદાન સંબંધમાં શ્રીદત્તનું દૃષ્ટાંત (પા-૧૮૪ થી પા.-૨૧૩ સુધી) આપેલું છે, તે સમજવા જેવું અને આદરણીય છે.
કલ્યાણ કરવામાં સમર્થ હવે ત્રણ ભુવનના સ્વામી શ્રી શ્રેયાંસનાથ ભગવાન સંસારના ભયને દૂર કરનારી સર્વ પ્રાણીઓને સર્વભાષામાં સમજાતી મેધગજના જેવી ગંભીર, વિશ્વના સંતાપને દૂર કરનારી, અમૃત રસ જેવી વાણીવડે દાનધર્મ ઉપર નવમા સર્ગમાં આપવામાં આવેલી છે.
આ કથામાં શ્રી દત્ત આપેલ દાન વિશુદ્ધ અને સમૃદ્ધિના કારણભૂત સમજી તેમજ ક્રમે ક્રમે મોક્ષ સુખ આપનાર હોઈ સજ્જન પુરુષે પરમાત્માની આવી દીક ઉપદેશવાણી સાંભળી સુપાત્રદાન આપવાનું માં એકચિત્ત બને એમ પૂજ્ય ગ્રંથકાર આચાર્ય મહારાજ જણાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com