________________
પ્રથમ સર્ગ–ભુવનભાનુ રાજાનું મૃગની પાછળ જવું
[ ૩ ]
સ્વામી-કિલ્લાને વારંવાર જેવા છતાં વૃદ્ધિ પામતી નથી, તે નગરીને વિષે પૃથ્વીના સૂર્ય સમાન ભુવનભાન નામને રાજ છે, જેનાથી ભય પામેલ શત્રુસમૂહ અંધકારની માફક નાશ પામી ગયો છે. તે રાજાની છાતીમાં લક્ષમીએ, બાહુને વિષે પૃથ્વીએ, મુખમાં ચંદ્ર અને બુદ્ધિમાં બૃહસ્પતિએ સ્થાન લીધું છે–વાસ કર્યો છે, તે જાણે કે હંમેશને માટે પિતાનો યશ જીવંત રહે તેવા હેતુથી તે સર્વેએ રાજાને આશ્રય લીધે હોય તેમ જણાય છે. તે રાજાના રૂપથી જીતાયેલા જગતને જીતનાર એ કામદેવ, પિતાના અભિમાનને ત્યાગ કરીને, રૂપને સંકેચીને લોકોની નજરે પડતું બંધ થઈ ગયો છે. હસ્તીના કર્ણના પવનથી પ્રજવલિત કરાયેલ તે રાજાના પ્રતાપરૂપી અગ્નિએ પૃથ્વી પર વિસ્તરીને શત્રુરાજાઓના વંશને બાળી નાખ્યા. લક્ષમી કલંકિત ચંદ્ર અને કાંટાવાળા કમળનો ત્યાગ કરીને દૂષણ રહિત તે રાજાના.મુખનું સેવન કરવા લાગી. તેમનું રૂપ સૌમ્યગુણ યુક્ત, શૂરવીરપણું ક્ષમાયુક્ત, સ્વામીપણ પરોપકાર યુક્ત અને જ્ઞાન ગંભીરવાણી યુક્ત હતું. આ પ્રમાણે તે રાજાના ગુણાનુબંધી ગુણે જોવાય છે, જેને વર્ણવવાને માટે બૃહસ્પતિની વાણી પણ મૂક (અસમર્થ) બની જાય છે. જેવી રીતે ઇંદ્ર સ્વર્ગલોકને ભેગવે તેમ વિશાળ અંતઃપુરની સ્ત્રીઓના નેત્રના છેડાથી વીંઝાયેલ તે રાજવી પૃથ્વીપ્રદેશને વિના પ્રયાસે ભેગવી રહ્યો છે.
કેઈએક દિવસ કામદેવના બાણસમૂહ સરખા કમળવનને સજજ કરતી તેમજ કામ દેવની પ્રતિહારિણી સરખી શરદઋતુ આવી પહોંચી. તે સમયે ઉત્તમ અશ્વ પર ચઢેલા રાજવી ભુવનભાનુ પોતાના સુબુદ્ધિ વિગેરે મંત્રીઓ સહિત નગરીની નજીકમાં રહેલ ઉદ્યાનને જોવા માટે નીકળ્યા. તે સ્થળે સેવકેવડે દેખાડાતા પદાર્થોને આમતેમ જોતાં રાજાએ ડાંગરના ક્ષેત્રના મધ્ય ભાગમાં રહેલા એક મૃગને દૂરથી જોયો. રત્નની ઘુઘરીઓની માળાથી શુભતા તેમજ ડાંગરની ડુંડીઓનું ભક્ષણ કરતાં તે મૃગને જોઈને રાજાએ આ પ્રમાણે વિચાર્યું કે –
“શું ચંદ્ર કલંકને કરનાર આ મૃગને પિતાના ખોળામાંથી ફેંકી દીધો છે? અથવા તો શું આ મૃગ શાલિ વનની રક્ષણ કરનારી ગોપીઓના ગીતને સાંભળવાને માટે સ્વેચ્છાથી આવેલ હશે ? તો હવે કીડાની ખાતર આ મૃગને હપકડી લઉં.” એમ વિચારતા તે રાજાએ તે મૃગની પાછળ પિતાના અશ્વને છોડી મૂકો. પિતાની પાછળ પડેલા રાજાને જોઈને તે હરણ પણ પોતાની જાતને થોડીવારમાં દર અને થોડી વારમાં નજીક દર્શાવતે નાસવા લાગ્યા. આ બાજ, પવનવેગી અશ્વને અંગે ઊંચી-નીચી ભૂમિને નહીં નીહાળ અને હરણની પાછળ લાગેલો રાજા કોઈએક વનમાં દાખલ થયો. જે તે સમયે રાજાને નહીં દેખવાથી દુઃખી બનેલા, શક્તિહીન સૈન્ય, રાજાની ઘણા સમય સુધી રાહ જોઈને સુબુદ્ધિ નામના મંત્રી સાથે નગરી તરફ પ્રયાણ કર્યું. નગરીમાં આવીને સુબુદ્ધ મંત્રીએ ‘તમે ચારે દિશામાં રાજાની તપાસ કરે એ પ્રમાણે શિક્ષા આપીને માણસોને રવાના કર્યા. જેમ સૂર્ય અસ્ત થવાથી સંસાર અંધકારરૂપી સાગરમાં ડૂબે તેમ ભુવનભાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com