________________
[ ૧૨ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૧ લો એવામાં કેટલાક દિવસો વીત્યા બાદ મારા મામાએ શીધ્ર મેકલેલ કોઈ એક પુરુષ સુવર્ણદ્વીપથી અમારે ઘેર આવ્યો. તેણે નમસ્કાર કરીને મારા પિતાને એક કુંકુમ પત્રિકા આપી અને મારા પિતા પણ તેને નીચે પ્રમાણે વાંચવા લાગ્યા–
સ્વસ્તિશ્રી શિવા નગરીમાં વ્યવહારીઓમાં મુખ્ય શ્રી ધનાવહ શ્રેષ્ઠીના ચરણકમળને પ્રણામ કરીને મણિપુર નગરથી વિચક્ષણ ધનદેવ શ્રેષ્ઠી વિજ્ઞપ્તિ કરે છે કે-મારી પુત્રી ચંદ્રશ્રીને લગ્ન મહોત્સવ થવાનો છે તો તમારે પરિજનવર્ગ સહિત આવીને મારા પ્રત્યે મહેરબાની કરવી.”
મારા પિતાએ તે પુરુષને પૂછ્યું કે “મારી પુત્રી ચંદ્રરેખાને અનુરૂપ કઈ યોગ્ય વર છે?” ત્યારે મારા પિતાનું આવા પ્રકારનું વચન સાંભળીને હું ભયભીત બની ગઈ, અને મારે આનંદ નાશ પામી ગયે. પ્રતિકૂળ બનેલ દેવ શું બીજું કઈ કરશે? દુર્ભાગીઓના મનોરથ શું પાર પડે છે ? તે પુરુષે મારા પિતાને જણાવ્યું કે-“ચંદ્રરેખાને યોગ્ય, રૂપશાલી ને ગુણવંત ચંદ્ર નામને શ્રેષ્ઠીપુત્ર, અહીં આવતાં મેં જોયો હતે.” ત્યારે મારા પિતાએ કહ્યું કે-“ તે યોગ્ય હતે તે વાત સાચી પણ તે સમુદ્રયાત્રાએ ગયેલ છે. આ મારી પુત્રી યૌવનવતી બની છે, અને મારાથી તેની રક્ષા કરવી મુશ્કેલ બની છે, માટે તું કોઈ અન્ય વર બતાવ.” ત્યારે તેણે કહ્યું કે- આ જગતમાં તેની સિવાય ચંદ્રરેખાને યોગ્ય બીજે કેઈ વર નથી.” તે સાંભળીને મારો આનંદ પૃથ્વીમાં પણ ન સમાયે. આ પ્રમાણેના વાર્તાલાપથી મેં એક રીતે “ચંદ્રનું કુશળ જાણ્યું અને બીજી રીતે વર સંબંધીનો નિર્ણય જાણે એટલે દૈવની અનુકૂળતાથી મારો હર્ષ બમણો થયે.
પછી મારા પિતા પરિવાર વર્ગ સહિત આડંબરપૂર્વક વહાણ પર ચઢીને સમુદ્રમાર્ગે ચાલી નીકળ્યા. આનંદથી પરિપૂર્ણ મારા પિતા કાળક્રમે મણિપુર આવી પહોંચ્યા એટલે મારા મામા ધનદેવ સામા જઈને પિતાના આવાસે લઈ ગયા. તે મણિપુરમાં વૈભવવિલાસો દ્વારા શુશ્રષાથી સુખપ્રદ અને વાર્તાલાપોથી તેમજ હર્ષયુક્ત કીડાઓથી અમારા દિવસો પસાર થવા લાગ્યા.
બાદ કેટલાક પુરુએ મારા માતપિતા પાસે આવીને જણાવ્યું કે-“હે ધનાવહ સાર્થવાહ ! તારી ચંદ્રરેખા નામની પુત્રી સુંદર કાંતિવાળી છે. તે કુલ, શીલ, કલા, લક્ષ્મી, રૂપ અને યૌવનથી શોભતા ધનપતિના પુત્ર ધનદને આપો. હાર લાંબો હોવા છતાં, તે હાર તેમાં રહેલા મધ્ય ભાગના ચંદ્રકથી શોભે છે. શરદ પૂર્ણિમાના સંગથી સુંદર બનેલ ચંદ્ર શોભા યુક્ત બને છે.” તે પુરુષના વાર્તાલાપમાં “ચંદ્ર” એવું નામ સાંભળવાથી મેં તરત જ શકુનની ગાંઠ બાંધી લીધી. પછી તે પુરુષે મારા પિતાને કહ્યું કે-“બીજી કન્યાઓના માગા આવે છે, પરંતુ તમારી સાથે સંબંધ બંધાય તે માટે અમારા શેઠની આ વિનતિ છે. તે પ્રથમથી જ કોટિ સુવર્ણ મહારથી આપનું સન્માન કરવા ઈચ્છે છે. તમારી પુત્રી બીજાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com