________________
લારી ,
ચંદ્રકુમારનું વહાણ ભાંગી જવાના ચંદ્રરેખાને મળેલ સમાચાર [૧૩] આપવાની છે તો અમારી વિજ્ઞપ્તિ કબૂલ રાખે, કારણ કે કામધેનુ, કલ્પવૃક્ષ ને ચિન્તામણિ રત્નની માફક કન્યા બીજાના ઉપકારને માટે જ હોય છે. ”
તે સમયે “હું વિચારીને જણાવીશ” એ પ્રમાણે તે પુરુષોને કહીને, તેઓનું સન્માન કરીને, વિદાય આપીને મારા પિતા વિચારવા લાગ્યા કે-“આ વિષયમાં હવે શું કરવું? તે ધનદ મારી પુત્રીને લાયક નથી. આ લોકોએ ધનદના ગુણોનું વર્ણન કર્યું તે યંગ્ય જ છે, કારણકે આ જગતમાં પોતાના ગુણસમહમાં લોકોને અત્યંત બહુ આ મારી એક જ પુત્રી છે તે સર્વસ્વ, જીવિત અને ધન છે, અને તેના દુઃખમાં અમને પણ દુઃખ જ થાય. પછી મારા પિતાએ મને મારો મનોરથ પૂછ્યું ત્યારે મેં પણ મારી પ્રીતિ ચંદ્રકુમારને વિષે જાહેર કરી, એટલે પિતાએ મને જણાવ્યું કે-“ તે યોગ્ય જ છે. ચંદ્રિકા ચંદ્રને જ અનુસરે. ” લોકપરંપરા દ્વારા મારા આ અભિપ્રાયને જાણીને ધનદ, મભૂમિમાં રહેલ હસની માફક કેઈપણ સ્થળે શાંતિ પામ્યું નહીં.
કોઈ એક દિવસે મેં મારા મામાની પુત્રી ચંદ્રશ્રીની ડોકમાં ચંદ્રકુમારને મેં આપેલ રત્નાવલી હાર જોયો અને તે સંબધમાં મેં તેને પૂછતાં તેણીએ કહ્યું કે–“ કેટલાએક દિવસ પહેલાં કઈ એક પુરુષ મારા પિતા પાસે આવ્યો હતો અને તેણે આ હાર મારા પિતાને દેખાડતાં પિતાએ એક કોડ સુવર્ણ મહોર આપીને ખરીદી લીધો છે. પછી મારા પિતાએ તે પુરુષને પૂછયું કે હે ભદ્ર! તને આ હાર ક્યાંથી પ્રાપ્ત થયો? ત્યારે તેણે નિસાસાપૂર્વક અશ્રુ સારતાં નીચે પ્રમાણે કથા કહી સંભળાવી.
નમસ્કાર કરનારને (સેવકજનને) કલ્પવૃક્ષ સમાન ચંદ્રકુમાર સમુદ્રના મધ્ય ભાગમાં આવ્યો ત્યારે કર્મના ઉદયને કારણે તેનું વહાણ વમળમાં સપડાઈ ગયું. જેમ કુંભારના ચક્ર ઉપર ચડાવેલ માટીને પિંડ દંડના ભમાવવાથી ભ્રમણ કરે તેમ તે વહાણ પણ દેવના યુગથી વહાણમાં રહેલા માણસના ચિત્તની સાથેસાથ વમળમાં ભ્રમણ કરવા લાગ્યું. તે સમયે વહાણુમાં રહેલા લોકોના મુખની જેમ દિશાઓ વાદળાઓથી શ્યામ બની ગઈ, અને રાંક લોકોના હૃદયના ફાટી જવાની જેમ મેઘ-ગજારવ થવા લાગ્યો. યમરાજની બહાર કાઢેલ જિહવા સરખી વીજળી ચમકવા લાગી. વળી જળજતુઓને મહાભયંકર હાહાર પણ થવા લાગે. આવા સમયે વીર પુરુ નમસ્કાર મંત્રનું સમરણ કરવા લાગ્યા. કેટલાક પિત-પોતાના ઇષ્ટ દેવેની મડેત્સવ પૂર્વક માનતાઓ કરવા લાગ્યા, તે વખતે ચંદ્રકુમાર બેલ્યો કે-“હે પૂજ્ય રત્નાકર ! જે મેં મારા પૂજ્ય જનની આજ્ઞાનું ખંડન ન કર્યું હોય તે મારા પ્રાણનું રક્ષણ કરો ! ” પછી લોકેને ઉદ્દેશીને કહ્યું કે-આ વહાણુમાંથી તમારી ઈચ્છાપૂર્વક વસ્તુઓ થહણ કરો. પછી નીચ લોકોના મનમાં રહેલ ગુપ્ત વાર્તાની માફક વહાણુ તૂટી ગયું. મેં આ રત્નાવલિ હાર લઈ લીધો અને વહાણ ભાંગવા છતાં સદ્ભાગ્યને લીધે તરવાને માટે એક ટિયું મને પ્રાપ્ત થયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com