________________
ચંદ્રકુમારે ચંદ્રરેખાનો છેદેલ કંઠપાસ
[ ૧૧ ]
ધન્યવાદને પાત્ર છે, કે જેના મનમાં પ્રેમરૂપી નટે પ્રગટાવેલ માયારૂપી નાટક ઉદ્દભવતું નથી અર્થાત્ જે પ્રેમ-બંધનમાં પડતી નથી, તે આ જીવિતને ત્યાગ કરું.” એમ વિચારીને હું ઉધાનમાં ગઈ અને બકુલ વૃક્ષની શાખા પર પાશ બાંધીને હું બેલી કે “હે વિધિ ! આવા પ્રકારના સાહસકાર્યથી જે કઈ ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ થતી હોય તે મને ફરી વાર આવી દુઃખપાત્ર બનાવીશ નહીં.” આ પ્રમાણે બલીને ગળાફાંસે મારી ડોકમાં શોકપૂર્વક નાખ્યું. તે વખતે સમગ્ર દિશામંડળ ભમતું હોય તેમ મને લાગ્યું. તેટલામાં કઈએકે શીધ્ર છરીવડે મારે પાશ છેદી નાંખ્યો અને મને ખળામાં બેસાડીને સુશ્રુષા કરી.
પછી મારી મૂચ્છ નષ્ટ થવાથી મેં તેને ચંદ્ર જાણીને, જેમ ચંદ્રકિરણથી ચંદ્રકાંત મણિની પૂતળી જળથી આ બને તેમ હું પરસેવાથી રેબઝેબ બની ગઈ. બાદ તે ચંદ્રકુમાર બે કે-“હે સુંદરી ! પૂર્વે રત્નાવલિ હાર આપીને જીવિતદાન આપેલ, તેમજ તારા આદેશને આધીન બનેલ હું તારાથી ખરીદાયેલ છું અર્થાત્ હું તારી આજ્ઞાને આધીન છું.” પછી મેં તેને પૂછયું કે-“હે કુમાર ! તમે અહીં કેવી રીતે આવ્યા?” ત્યારે તેણે જણાવ્યું કે- મારી ધાવમાતાને તે જણાવેલ સંદેશ સાંભળીને મારું ડાબું નેત્ર ફરકવા લાગ્યું. એટલે અનિષ્ટની શંકા કરતે હું જેટલામાં બહાર નીકળ્યો તેટલામાં તારી સખી મને સામી મળી અને અશુ સારતી તેણીએ તારા સાહસકાયને પણ મને જણાવ્યું એટલે હું જલદી અહીં આવી પહોંચ્યો અને તારા ઉચ્ચરાયેલા વચન પણ મેં સાંભળ્યા”
આ સમય દરમિયાન મારી સખી ચંદ્રકાન્તા પણ આવી પહોંચી અને હું શરમાઈ ગઈ. બાદ અનેક પ્રકારના સોગનપૂર્વક તેણે મને મરણથી અટકાવીને તે કુમાર ચાલવા લાગ્યો ત્યારે મેં પણ નેહપૂર્ણ વાણીથી કહ્યું કે-“સમુદ્રદેવ, નેત્રને આનંદ આપનાર તમારા શરીર નું કલ્યાણ ને કુશળ કરનાર થાઓ ! ” ત્યારે “ભલે એમ હે ! ” એ પ્રમાણે બાલીને ચંદ્ર ચાલ્યું ગયે છતે, કંઈક દુઃખ અને કંઈક સુખ અનુભવતી હું સખી ચંદ્રકાંતાની સાથે મારે ઘેર ગઈ.
પ્રાતઃકાળે સમગ્ર માંગલિક વિધિ કરીને, લોકોથી અનુસરત, વડીલજનોની આશીષ અને પિતાની શિખામણને આદરપૂર્વક ધારણ કરતો, સમુદ્રની પૂજા કરીને, નાગરિક લોકોને રજા આપીને, પિતાના ચરણકમળમાં નમસ્કાર કરીને તે ચંદ્ર વહાણુમાં બેઠે. અને ભ્રમિત ચિત્તવાળાની માફક મરણથી પણ અધિક તેના પ્રેમવિરહને સહન કરતી હું કૃશ( દુબળી) બની ગઈ
માતાપિતા ન જાણી જાય તે રીતે ચતુર એવી ચંદ્રકાન્તાદિ સખીઓ મારા અસ્વસ્થ ચિત્તને આશ્વાસન આપવા માટે મને પૂછતી હતી. વળી વિવાહને યોગ્ય મને જોઈને મારા માતપિતા માટે યોગ્ય વરને માટે હમેશાં ચિંતાતુર રહેતા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com