________________
*
ધાવમાતાએ જણાવેલ ચંદ્રની કામતિ અવસ્થા.
૯ ]
પરન્તુ મારા પ્રિય ચંદ્રથી સ્પર્શ કરાયેલા તે તે પ્રદેશાનું હું સ્મરણ કરવા લાગી. પછી અતિ સ્નેહ( તેલ )વાળા ચિત્તરૂપી પાત્રમાં વિહરૂપી અગ્નિ પ્રગટવાથી મારા શરીરતે વિષે દેદીપ્યમાન અગ્નિથી પણ અધિક તાપ પ્રગટ્યો. જેવામાં આવી સ્થિતિમાં હું રહી હતી તેવામાં કોઈ એક હતી મારા ઘરના બારણે આવી એટલે મે' મારી સખીદ્વારા તેણીને પુછાવ્યું કે- તુ કાણુ છે ? અને કયા કારણસર આવી છે ? ' ત્યારે તે ી પણ ખેાલી કે- જે કામદેવની તમે પૂજા કરી છે તેણે હષ્ટપૂર્ણાંક મને તમારી પાસે મોકલી છે.” એમ મારી સખીએ આવીને મને જણાવ્યું. એટલે મે' સખીને સૂચના આપી કે-“ માતા તેણીને ન જાણી જાય તે પહેલાં તેને જલ્દી અંદર પ્રવેશ કરાવ.’ ચતુર દાસીએ તેને પ્રવેશ કરાવ્યેા.
પછી ઊભા થઇને મારાથી અપાએલ આસન પર તે દૂતી બેઠી અને મેં તેને નમસ્કાર કર્યા ત્યારે તેણીએ કહ્યું કે “તારા સ` મનેારથ પૂર્ણ થાએ”. પછી તે દૂતીએ આગળ ચલા વ્યું કે- તે તારા વલ્લભે તારા સતાપને દૂર કરનાર હાર તારા માટે મેકલ્યા છે.' એટલે મે' પણ તે હારને મારા પ્રિય જનની માફક મારા હૃદયસ્થળમાં સ્થાપન કર્યા-પહેર્યા. બાદ દૂતીએ કસ્તૂરીના ચૂર્ણથી લખેલેા એક લેખ (પત્ર) મને આપ્યા અને સ્થિર દૃષ્ટિએ હું તે લેખને નીચે પ્રમાણે વાંચવા લાગી કે
“ હું કામળ અંગવાળી ! તને રતિ તરીકે સમજતેા કામદેવ, તારા વિષે આસક્ત અનેલા મને, ક્રુદ્ધ બનીને દુઃખી કરી રહ્યો છે. ” આ પ્રમાણેને તે પત્ર વાંચીને ચંદ્રની હકીકત પૂછતાં તે દ્વીએ મને જણાવ્યું કે-ઉદ્યાનમાંથી ઘરે આવેલા તેણે સાય કાળે પોતાના મિત્રવર્ગને રજા આપી. પછી ઉપલા માળે ચિત્રશાળામાં રહેલા પલંગ પર જઇને તે જેવામાં બેઠે તેવામાં તેના પ્રત્યેના વાત્સલ્યભાવથી હું તેની પાસે ગઈ. હું તેની ધાવમાતા છું અને તેના પ્રત્યેક કાની હું ચિંતા રાખું છું. તે પણ મને પેાતાની માતાની માફક ઘણા પૂજ્યભાવથી રાખે છે. તેની નજરે નહી' પડેલ હું જેવામાં ઊભી હતી તેવામાં મેં તેને, જાણે તપેલી શિલા પર તરફડતા મયની માફક દુઃખી બનેલા જોયા. તે ચંદ્ર પલંગમાં પડયા પડયા અસ્પષ્ટ સ્વરે ખેલતા હતા કે હે કૃશાંગી ! તે' મારા વિશાળ અને કલાયુકત મનને એક કલા માત્રથી કેમ વશ કરી લીધુ છે ? તારા વિયેાગમાં ચંદ્ર મને અત્યંત વિષતુલ્ય અન્યા છે. તારા અધરામૃત(ચુંમન)ના પાન સિવાય તેની શાંતિને કઇપણ ઉપાય નથી. ” આ પ્રમાણે એલીને તે ઉચ્ચારણ કરતા બંધ પડયા એટલે હું તેની પાસે પ્રત્યક્ષ થઈ અને જાણે હું કઈ જાણતી જ ન હેાઉં તેમ વ્યાકુળ બનેલા તેને મેં કહ્યુ` કે હે પુત્ર ! તારા શરીરે કુશળ હા ! તારા મનેાગત ભાવ તું મને જણાવ.”
તે સમયે કંઈક વિચારીને બનેલું સવ વૃત્તાંત તેણે મને જણાવ્યુ' એટલે મે' તેને કહ્યુ
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com