________________
[૮]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૧ લો કામદેવની સ્તુતિ કરીને હું બેલી કે-“હે કામદેવ! જે તમે ખરેખર મારા પર પ્રસન્ન થયા હે તે મને મારે યોગ્ય રૂપવંત વર આપે.” આ પ્રમાણે બેલીને, નમસ્કાર કરીને જોવામાં અમે કામદેવના મંદિરમાંથી બહાર નીકળ્યા તેવામાં એક નવયુવાન પુરુષને અમેં અચાનક જે. તેને જોઈને મેં વિચાર્યું કે આ ખરેખર ચંદ્ર જણાય છે, જેને જોવા માત્રથી જ તે મારા અંગેને શીતળ બનાવે છે, કારણ કે કારણને અનુરૂપ જ કાર્ય હોય છે. અથવા આ વસંતેત્સવ પ્રસંગે સાક્ષાત્ કામદેવ પોતે જ આવ્યા હોય તેમ જણાય છે.”
આ પ્રમાણે વિચારીને મેં મારી ચંદ્રકાંતા નામની સખીને કહ્યું કે-“હે સખી ! આ ખરેખર પ્રત્યક્ષ કામદેવ છે.” ત્યારે તેણી પણ બેલી કે-“હે સુંદરી ! તારા સરખી રતિથી તે યુક્ત બને તે કહ્યું તે પ્રમાણે તે જરૂર કામદેવ બની શકે.” ત્યારે મારી સખીની હાજરીમાં મારા મનભાવને ગ્રહણ કરવાને માટે હાસ્યના મિષથી જાણે સંમતિ દર્શાવતે હોય તેમ તે યુવકે મારા પ્રત્યે નેહભાવ દર્શાવ્યો, એટલે મેં પણ કહ્યું કે-“હે સખી! તમે આદરપૂર્વક આ પુરુષની પૂજા કેમ કરતા નથી ? ” ત્યારે સખીએ પણ જણાવ્યું કે “તને થયેલ વરપ્રાપ્તિથી અમે કૃતકૃત્ય બન્યા છીએ, માટે તું જ તેની પૂજા કર, કારણ કે આ યુવકની મહેરબાનીથી તારાં સર્વ ઇછિત પૂર્ણ થશે. ” તે સખીની હકીકતને બીજી સખીઓએ પણ અનુમોદન આપ્યું અને કહ્યું કે “આ તારી ચંદ્રકાન્તા નામની સખી મીઠુંમીઠું બોલનારી છે, માટે તેને ઈચ્છિત પ્રીતિદાન (ઇનામ) આપ.” એટલે મેં તેના કંઠમાં રત્નનો હાર પહેરાવ્યા. તે સમયે તેણીએ પણ જણાવ્યું કે-“હું આ હારને ગ્ય નથી. આ હારથી તું કામદેવની પૂજા કર.” એ પ્રમાણે સૂચવીને મારા અભિપ્રાયને જાણતી તેણીએ તે પુરુષના કંઠમાં તે હાર પહેરાવી દીધું અને ચતુર એવી દષ્ટિરૂપી હતીએ અમારા બંનેના ચિત્તને વ્યાકુળ બનાવ્યું.
- પછી સખીવર્ગે જણાવ્યું કે-“હે સખી ! તમારા બંનેની કીડાને જ જાણે જોઈને હોય તેમ, ખરાબ દિવસને વિષે દુર્જનના ચિત્તની માફક દિવસ પણ રાત્રિને વિષે ભળી ગયે અર્થાત્ રાત્રિ પડી ગઈ છે. હે સખી ! તારા વિરહથી માતપિતા અત્યંત દુઃખ અનુભવતા હશે એટલે આપણે હવે જવું જોઈએ. તું તારા પ્રિયના દર્શનરૂપી અમૃતનું ફરીથી તારી દૃષ્ટિરૂપી પડિયાથી પાન કરજે.” ત્યારે મેં પણ કહ્યું કે-“પ્રિયદર્શનનું પાન કરવા છતાં મને તૃપ્તિ થતી નથી, કારણ કે નીચેથી સાત વસ્તુઓના સંબંધમાં કદાપિ તૃપ્તિ થતી નથી. (૧) લક્ષમી, (૨) સુખ, (૩) કીર્તિ, (૪) સંગીત, (૫) જીવિત, (૬) પ્રિયજનને મેળાપ અને (૭) સુભાષિત. પછી સખીઓના આગ્રહથી અને માતાના ભયને કારણે હું મારા ચિત્તને ત્યાં જ મૂકીને મંદિરે ગઈ. ,
ધનસાર શ્રેષ્ઠીને ચંદ્ર નામનો તે પુત્ર પિતાના મિત્રવર્ગની સાથે પોતાના આવાસે ગયો અને ગૃહે આવેલી મને મારા મનહર ગૃહનાં પ્રદેશ ગમ્યા નહિ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com