________________
ભુવનભાનુ રાજવી ને તાપસીએ જણાવેલ પિતાને આત્મવૃત્તાંત. [ ૭ ] પછી તેણે પાંદડાને પડિયે હાથમાં લઈ વૃક્ષ નીચે જઈને બોલી કે “મને ભિક્ષા આપ.” ત્યારે એકદમ પડિ ભરાઈ જવાથી રાજા વિસ્મય પામ્યો. તેણે વિચાર્યું કે
આ કેઈ તપને પ્રભાવ છે. આ નિર્જન અરણ્યમાં ધન્ય એવી તાપસીનું થયેલ દર્શન મારા માટે મંગળકારક છે.” આ પ્રમાણે રાજા વિચારી રહ્યા છે તેટલામાં તાપસીએ તેને ફલાહાર કરવા જણાવ્યું અને રાજએ પણ આહાર કર્યો. પછી તે તાપસી પણ બાકી રહેલા ફળોને આહાર કરીને ક્ષણ માત્ર વિસામે લઈને રાજા પાસે આવી. બાદ તે બંનેએ નીચે પ્રમાણે પરસ્પર વાર્તાલાપ કર્યો.
રાજાએ જણાવ્યું કે- “આપ પૂજયેની મારા પ્રત્યેની વાત્સલ્યતા આપને કંઈક પૂછવાને માટે મને પ્રેરણા કરે છે. તમારે આ વનવાસ શા માટે ? ગૃહસ્થાપણામાં રહીને દાનાદિકથી પરલોકનું સાધન થાય છે, તે આ સંબંધમાં મને જે કંઈ જણાવવા જેવું હોય તે કહો.” એટલે તાપસી બોલી કે-“ હે રાજા ! સ્વપરને અસુખકા૨ક, શલ્ય સદશ માશ અશુભ વૃત્તાંત સાંભળવાથી હમણાં શું પ્રયોજન છે? તો પણ આશ્ચર્યથી પૂછતા એવા અતિથિરૂ૫ તમને હું મારું વૃત્તાંત કહું છું; કારણ કે સજજન પુરાની યાચના ભંગ કરે ઉચિત નથી.
આ જ વિજયને વિષે શ્રેષ્ઠ પર્વત પર આવેલી અને કલ્યાણના આશ્રયભૂત શિવા નગરી છે તે જાણે કે હિમાલયની પુત્રી અને શંકરનો આશ્રય કરનારી પાર્વતી સરખી શેભે છે. તે નગરીમાં કુબેર જે ધન નામને સાર્થવાહ હતો અને તેને લક્ષમી નામની પત્ની હતી, જેનું વર્ણન શું કરવું? સંતતિ વિનાના તે બંનેને, શોભા યુક્ત ચંદ્રની રેખા જેવી સૌ પ્રથમ હું ચંદ્રરેખા નામની પુત્રી થઈ. માતા-પિતાની મહેરબાનીથી, રાજાની આજ્ઞાની માફક મારા બાલકાળને યંગ્ય સર્વ વસ્તુઓ મને શીધ્ર પ્રાપ્ત થતી હતી. પછી કામદેવની આજ્ઞાને કરાવવાને માટે વાણીમાં કુશળ એવી દૂતી સરખી મનહર યુવાવસ્થાએ મારા શરીરમાં પ્રવેશ કર્યો અર્થાત્ હું યૌવનવતી બની. બાલકાલને ઉચિત પિતાના સમસ્ત વ્યાપારને ત્યાગ કરીને હું યુવાવસ્થાને યોગ્ય કાર્યા, જાણે કામદેવની આજ્ઞાથી જ કરતી હોઉ તેમ કરવા લાગી. તેવામાં પાંદડાયુક્ત વેલસમૂહથી દિશાઓને ભાવતી વસંતઋતુ લોકોને ઉન્મત્ત બનાવવાને માટે આવી પહોંચી. તે તુમાં લોકે સ્વેચ્છાપૂર્વક કીડા કરી રહ્યા હતા ત્યારે પિતાની આજ્ઞાથી સખીજન સહિત હું પણ કામદેવની પૂજા કરવા માટે કામદેવના મંદિરમાં ગઈ.
ચંદન, અગરુ, કપૂર, કરતૂરી અને કેશરથી વિલેપન કરીને સુંદર પુષ્પોથી મેં કામદેવની પૂજા કરી. પછી હર્ષથી ભરપૂર મનવડે તેમજ આદરસત્કારપૂર્વક મેં કામદેવને પંચાંગ પ્રણિપાત કર્યો. “ઈદ્રિયમાં, ઈદ્રિયોના વિષયમાં અને પુષ્પરૂપી શરને વિષે પાંચ સ્વરૂપોને ધારણ કરતા હે ત્રણ ભુવનને જીવાડનાર કામદેવ ! તમને નમસ્કાર થાઓ ! ' આ પ્રમાણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com