________________
[૪]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૧ લો
રાજા અદશ્ય થયે છતે પ્રજા–રયત સર્વ કર્યો ત્યજી દઈને દુઃખરૂપી સાગરમાં નિમગ્ન બની ગઈ. અંધકારવાળી રાત્રિને વિષે જેમ ચંદ્ર દર્શન ન થાય તેમ રાજાના અદશ્ય થવાથી વ્યાપારી બજારોમાં વ્યાપાર થતું ન હતો, નાટકશાળામાં નાટક થતું નહતું તેમ જ અભ્યાસશાળામાં અધ્યયન થતું ન હતું. આ - આ સમયે મંત્રીએ વિચાર્યું કે-“અમારા કરતાં હરણ પશુ વખાણવા લાયક છે, કે જેની વિપત્તિ અને સંપત્તિ ચંદ્રની સાથે છે, અર્થાત્ ચંદ્રની સાથે જ તે પશુ દુઃખ અને સુખને અનુભવ કરે છે. કમળોરૂપી એકેંદ્રિય જીવે પણ પુરુષની સ્તુતિને લાયક છે, કેમકે પિતાના સ્વામી સૂર્યના વિયોગમાં પિતાની શેભાને દૂરથી જ ત્યાગ કરે છે. સૂર્ય સરખા ભુવનભાનુ રાજા અદૃશ્ય થવા છતાં પ્રાણોનું રક્ષણ કરવામાં સાવધાન તેમજ જીવવા છતાં મરેલા જેવા મને ધિકર !” આ પ્રમાણે વિચાર કરતાં કરતાં, કેટલાક દિવસે બાદ તે મંત્રીશ્વરનું જમણું નેત્ર જાણે ભવિષ્યના શુભ ભાવફળને સૂચવતું હોય તેમ ફરકયું ત્યારે “કયા પ્રકારના લાભ થશે ?’ એ પ્રમાણે વિચારતાં તે મંત્રીને આનંદ નામના દ્વારપાળે આવીને વિજ્ઞપ્તિ કરી કે કેઈએક માણસ લેખ લઈને આવેલ છે. તે માણસ આપના ચરણોનું દર્શન કરવા ઈચ્છે છે.” ત્યારે મંત્રીશ્વરે હર્ષપૂર્વક જણાવ્યું કે-“તેને જલદી પ્રવેશ કરાવ.” ત્યારે પ્રતિહારીએ તેને પ્રવેશ કરાખ્યો.
પછી નમસ્કાર કરીને ઉચિત સ્થાને બેઠેલા તે પુરુષને મંત્રીશ્વરે પૂછ્યું કે-“તમે કુશળ છે ને?” ત્યારે તે પણ બોલ્યા કે-“તમારી મહેરબાનીથી કુશળ છું.” આ પ્રમાણે કહીને રાજમુદ્રાવાળા તે લેખને તેણે મંત્રીને આપ્યો ત્યારે બંધ કરેલા તે લેખને ઉખેળીને નીચે પ્રમાણે વાંચ શરૂ કર્યો.
“શ્રી પુર નગરેથી વિદ્યાધરના ચક્રવતી પણાને પામેલા, કાંતિથી સૂર્ય સમાન મહારાજા ભુવનભાનુ શુભા નગરીને વિષે રહેલા સુબુદ્ધિમંત્રીને પિતાની કુશળતાના આનંદજનક સમાચારદ્વારા ખુશી કરીને ફરમાવે છે કે તમારે હાથી, અશ્વ આદિ ચતુરંગી સેનાના રક્ષણ માટે હંમેશાં પ્રયત્નશીલ રહેવું. કેટલાક દિવસે બાદ હું આવી પહોંચીશ.” આ પ્રમાણે પત્ર વાંચીને, દેહમાં પ્રગટેલ રોમરોમથી દુઃખને દૂર કરતાં તેણે વિચાર્યું કે-“હું ખરેખર ધન્ય છે, જેને આવો ભાગ્યશાળી સ્વામી-રાજા છે. આ શુભ નગરી ક્યાં અને વિદ્યાધરનું ચકીપણું ક્યાં? ખરેખર આ આ આશ્ચર્યકારક ઘટના છે! ને પુણ્યશાળી ને આ જગતમાં કઈ કઈ વસ્તુઓ પ્રાપ્ત થતી નથી?”
આ પ્રમાણે વિચારીને તેણે તે વિદ્યાધરને પૂછયું કે “આ વસ્તુ કેવી રીતે બની? તેમના વૃત્તાંતરૂપી અમૃતરસથી અમારા મનને પ્રફુલ બનાવ.” ત્યારે ખેચર પણ બોલ્યો કે “હે મંત્રીશ્વર ! વિદ્યાધર ચકવર્તીનું વિસ્મયકારક અને પવિત્ર ચરિત્ર તમે સાંભળો – મૃગની પાછળ પડેલ રાજાને તે તમે જાણતા હતા. બાદ તે અટવીમાં ગયા પછી મૃગ અદશ્ય થઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com