________________
જીવનપરિચય
પૂર્વક સત્કાર થાય છે અને તેવા પ્રસંગને તેઓ ધાર્મિક ઉત્સવ તરીકે ઉજવે છે. આવા પ્રકારની તેમના ધર્મશ્રદ્ધા અને સહિષ્ણુતાને સંપૂર્ણ પ્રકારે ક્રિયામાં મૂકાય કે ન મૂકાય પરંતુ વનનું ધ્યેય અને જીવનમાં સત્ય શું છે તે તે નિર્વિવાદ રીતે તેમનાં અંતરમાં ઉતરી ગયાં છે. સરળભાવે અને નમ્રતાપૂર્વક એક કરતાં વધારે વખત જાહેર રીતે એમણે એ વાતનો સ્વીકાર કર્યો છે અને આ નિશ્ચયને આચારમાં
છે પોતાના ગૃહસ્થજીવનમાં શકય તેટલા પ્રયત્ન કર્યો છે, અને કરે છે એ એમના પરિચયમાં આવનાર સહુ કોઈ જાણે છે.
શ્રી જેન આત્માનંદ સભાએ પ્રાચીન પુસ્તકોના પ્રકાશનમાં અને જૈન ધર્મના હસ્તલિખિત ગ્રન્થોન પુનરોદ્ધારમાં જે મહત્વનું કાર્ય કર્યું છે એવું કાયર ભાગ્યે જ બીજી કઈ સંસ્થાએ કર્યું હશે, તેવી પ્રતીતિ થતાં તેઓશ્રી આ સંસ્થાના પેટ્રન થયા છે અને તેઓશ્રી આ સંસ્થાના સંપર્કમાં આવ્યા પછી રૂા. ૫૦૦૦] તેઓશ્રી તરફથી સંસ્થાને મળતા સભાના લેકચર હોલ સાથે તેઓશ્રીનું નામ જોડવામાં આવેલ છે. આમ સભામાં “શેઠ ભેગીલાલભાઈ લેકચર હેલ” થતાં સભા પરત્વેને તેમને પ્રેમ ચિરસ્મરણીય બન્યું છે. આ શ્રેયાંસનાથ ભગવાનના ચરિત્રનું પ્રકાશન પણ એમની જ ઉદાર સહાયને આભારી છે. આ સભાની પ્રત્યેક કાર્યવાહીમાં તેમને હિસે હેય છે જ. શ્રી આત્માનંઢ પુણ્યભવનનું ઉદ્દઘાટન એમના હાથે થયું અને “ આત્મકાંતિજ્ઞાનમંદિર”નું ઉદ્દઘાટન પુજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીના હસ્તે થયું ત્યારે પૂ. આચાર્ય મહારાજશ્રીની સાથે તેઓએ પૂજનવિધિમાં ભાગ લીધે હતો. જૈન આત્માનંદ સભાની જ્ઞાનપ્રચારની પ્રત્યેક પ્રવૃત્તિમાં તેઓ હંમેશા પ્રેત્સાહન આપ્યા કરે છે.
સાથોસાથ જ્ઞાન પ્રચારનાં અન્ય ક્ષેત્રોમાં પણ તેઓ ગ્રન્થકતને સહજ ભાવે મદદ આપે છે. કોઈ વિદ્યોપાર્જન કરનાર અથવા તો કેઈ લેકકલ્યાણની પ્રવૃત્તિ કરનાર વ્યક્તિ એમની પાસેથી યથાવરૂપે સહજ આર્થિક સહાય મેળવી શકે છે એ એમના દિલની ઉદારતા અને નિર્મોહતા સૂચવે છે. જેઓને ઈશ્વરે સંપત્તિ આપી હોય છે તેઓ જે સંપત્તિને ઉપયોગ ફળની આશા વિના કરે તો જ એ ઉપગ શેભે છે, અને જેને માટે ઉપયોગ થાય છે તેને શોભાવે છે, તથા જેને આપવામાં આવે છે તેને ખરેખર લાભપ્રદ નીવડે છે. શેઠ ભોગીલાલભાઈ કઈ દિવસ આપેલું યાઢ લાવતા નથી. લેનારને યાદ આવે તેવું આચરણ પણ તેઓ કરતા નથી. અને તેના તરફથી પ્રતિફળની આશા રાખતા નથી. જગત કેવું છે તે તેઓ સારી પેઠે જાણે છે. મનુષ્યને શાથી દુઃખ થાય છે. અને દુઃખમાં પણ તે કઈ રીતે સુખાનુભવ કરી શકે છે એ એમણે પૂરેપૂરી રાત અનુભવ્યું છે. એમના મિત્ર સાથે, એમના નોકરો સાથે અને પોતાનાં કરતાં જેઓને તેઓ વડીલ ગણુતા હોય તેમની સાથેના વ્યવહારમાં આ જ દષિએ તેઓ વતે છે. એમના માટે એટલું કહેવું બસ થશે કે શ્રીમંત હોવા છતાં એઓ શ્રીમંત નથી તેમ તેઓ નિશ્ચયપૂર્વક માને છે.
ભાવનગર રાજયે ધારાસભાની સ્થાપના કરી ત્યારે તે તેના સભ્ય હતા અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com