________________
લાલ મગનલાલનો
છે છેક સુધી સભ્ય તરીકે રહ્યા. તે દરમ્યાન રાજ્ય અને ધારાસભ એ. કેટલાક તીવ્ર વહીવટી મતભેદ ઊભા થતા ત્યારે તેઓનું વલણ હંમેશાં કદના ઉકેલ તરફ રહેતું. આથી તેઓ નામદાર મહારાજા શ્રી સર કૃષ્ણકુમારસિંહ બને, રાજ્યના દિવાન શ્રી અનંતરાય પટ્ટણીને અને રાજ્યના વરિષ્ઠ અધિકારીઓને વિશ્વાસ મેળવી શકયા હતા. અત્યારે જે કે સંયેગો બદલાયા છે છતાં પણ છે તે સંબંધમાં અને તેમના પ્રતિના વિશ્વાસમાં લેશમાત્ર ફેર પડયે નથી.
ભાવનગર રાયે જ્યારે આવકવેરો નાખે ત્યારે. તેની સામે ઘણે જ પ્રબળ લોકમત ઊભું થયું હતું. વેપારીઓનું માનસ ઘણું અશાન્તિમય બની ગયું કર્યું, તે વખતે શેડ ભેગીલાલભાઈએ વેપારીઓને મળી તથા રાજ્યના સત્તાવાળાઓને મળી વચલે માગ કાઢવામાં ખૂબ જ કોશલ્ય દાખવ્યું હતું, એટલું જ નહી પણ આવા સંતોષપ્રદ ઊકેલને સ્વીકાર કરવા રાજયના દિવાન શ્રી અનંતરાય પટ્ટણીને જુદા જુદા વ્યાપારી મંડળે એ ફૂલહાર કરી અભિનંદન આપ્યાં હતાં. આ સુખદ માગ નીકળે તે શેઠ ભેગીલાલભાઈની વ્યવહારુ બુદ્ધિને આભારી હતું.
યુરોપની લડાઈ શરૂ થઈ તે પછી જ્યારે જાપાને લડાઈમાં ઝંપલાવ્યું અને યુદ્ધ ભારતની નજીક આવતું લાગ્યું ત્યારે અનાજના ભાવે વધી જશે તેવી ભીતિ લાગવાથી તેમણે તેમના મિત્રો શેઠ જીવરાજ દેવચંદ, શ્રી મણિલાલ સી, બક્ષી, શેઠ સુખલાલ ઝવેરચંડ વિગેરે સમક્ષ એક દીદષ્ટિભરી દરખાસ્ત રજૂ કરી. તેમની યોજના એવી હતી કે તે જ વખતે એટલે યુદ્ધને અંગે અનાજ વગેરેના ભાવમાં ઉછાળો આવે તે અગાઉ અનાજની ખરીદી થાય તે ભાવ વધે ત્યારે ઓછા દરે લોકોને અનાજ આપી શકાય. આ યોજનાને મિત્રો તરફથી ટેકો મળે, એટલે તેઓએ ભાવનગર રાજ્યના તે વખતના દિવાન શ્રી અનંતરાય પટ્ટણી પાસે તે પેજના મૂકી. પેજના ખૂબ વ્યવહારુ હતી એટલે તેમના તરફથી પણ અનુમોદન મળ્યું અને “ માનવ રાહત સમિતિની રચના થઈ. લગભગ એક લાખ રૂપિયાની રકમ એકઠી કરવામાં આવી. રૂપિયા ત્રણથી ચાર લાખનું અનાજ ખરીદવામાં આવ્યું. એટલે ઉત્સાહ શેઠ ભેગીલાલભાઈને હતે તેટલો જ ઉત્સાહ દિવાન શ્રી અનંતરાય પટ્ટણીને પણ હતા. અનાજના ભાવ વધ્યા ત્યારે મધ્યમવર્ગને, ગરીબવર્ગને તેમજ હરિજનને, કેઈ પણ ભેદભાવ સિવાય ખૂબ જ સસ્તા ભાવથી અનાજ આપવામાં આવ્યું. અને તે રીતે જરૂરિયાતવાળા સહને જીવનની જરૂરિયાતની મુખ્ય વસ્તુમાં સારી એવી રાહત મળી. અનાજ આપવાનું વગેરે બધું કામકાજ તેમની તથા તેમના મિત્રોની જાતિદેખરેખ નીચે થતું. પછી તે દેઢેક વરસ બાદ કન્ટ્રોલે આવતાં તે બંધ કરવું પડયું, પરંતુ આખી વ્યવસ્થાની વિશિ. હતા એ હતી કે જરૂરિયાતવાળા પ્રજાજનોને આવી સધર રાહત આપવા છતાં તે સમિતિએ જે નાણુ દાનવીર પાસેથી ઉઘરાવ્યાં હતાં તે બધા જ નાણા સમિતિ પાસે રહ્યાં હતાં અને ભંડોળની મુદલ રકમમાંથી કાંઇપણ રકમ વાપરી ન હતી અને તે રકમ તેટલી જ રહી હતી, જે ફાળો આપનારને પાછી ભરી આપવામાં આવી હતી. આ એક વિરલ દાખલ કહી શકાય,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com