________________
જીવનપરિચય
* ભાવનગર રાજ્ય તરફથી લડાઈના વરસમાં કન્ટ્રોલ અને રેશનીંગની શરૂઆત કરવામાં આવી ત્યારે તેને લગતી દરેક સમિતિમાં તેમજ સીવીલ ડીફેન્સ વર્ડમાં, પોસ્ટર રીકકશન કમીટીમાં તથા વેપારઉદ્યોગ ખાતાની કમીટીમાં તેઓ પ્રમુખ, ઉપપ્રમુખ અગર સભ્ય નીમાયા હતા અને દરેક કમીટીમાં તેઓની સેવા સર્વ પ્રકારે ઉપગી થઈ પડી હતી.
તે ઉપરાંત ઘણું કુટુંબને તેઓએ નાતજાતના કે ધર્મના ભેદ વિના ગુપ્ત રીતે આર્થિક મદદ આપી હતી. માત્ર જૈન કુટુંબોમાં જ નહિ પરંતુ સારા ભાવનગર શહેરમાં મધ્યમ વર્ગનાં કુટુંબોને મોંઘવારીના કપરા સંજોગોમાં રાહત મળે તે હેતુથી તેઓ લગભગ છેલ્લાં પાંચ વરસ ઉપરાંતથી વ્યવસ્થિત પ્રકારે આર્થિક સહાય આપવાની
જના કરતા આવ્યા છે. છેલલા ચારેક માસથી તેમણે પોતાના ઘરમાં મિષ્ટાન્નને સર્વથા ત્યાગ કર્યો છે, એટલું જ નહિ, એમના કુટુંબની પ્રત્યેક વ્યક્તિએ દરરોજ મધ્યમવર્ગની સહાય નિમિત્તે અમુક રકમ અલગ મુકયા પછી જ ભોજન લેવાનો નિયમ સ્વીકાર્યો છે અને બીજાઓ તે પ્રમાણે કરે તે માટે આગ્રહ સેવ્યો છે. સમસ્ત જૈન ધમીમાં આ જતની વ્યવસ્થા શરૂ થાય તે માટે તેઓ છેલ્લા ત્રણ માસથી ઘરે ઘરે ફરીને વિનંતિ કરે છે. શેઠ ભેગીલાલભાઈએ એક પત્રિકા દ્વારા સમસ્ત જૈન ભાઈઓ અને બહેનને એક ફરજ થેલી રાખીને મધ્યમ વર્ગની રાહત માટે અમુક રકમ અનામત મૂકીને પછી જ હંમેશા ભેજન લેવું તેવી વિનંતિ કરી હતી. અત્યારે તેમની આ જહેમતને પરિણામે મોટા ભાગના સમર્થ જૈન કુટુંબોએ માસિક અમુક રકમના વચન આપ્યા છે અને રીતસરની સમિતિઓ આ દિશામાં કામ કરવા લાગી છે. આ આખેય વિચાર અને તેને અમલ શેઠ ભેગીલાલભાઈની વિશિષ્ટ વિચારસરણીને જ આભારી છે.
આ બધાં પારમાર્થિક કાર્યોમાં તેમને હતુ કઈ પણ પ્રકારની કીતિ કે લોકેષણ પ્રાપ્ત કરવાને નહિ પરંતુ એમણે અનુભવેલી મધ્યમ વર્ગની મુશ્કેલીમાંથી એ વર્ગ પ્રત્યે જાગેલી સહજભાવે સહાનુતિનું એ પરિણામ છે. આ જ કારણે એમણે કેટલાક વરસો પહેલાં કૃષ્ણનગરમાં ઘોઘા સરલ ઉપર અ. સો. ચંચળબહેનના નામથી બાલમંદિરની સ્થાપના કરી છે. અને બે વરસ પહેલાં તે જ લત્તામાં લગભગ રૂપિયા બે લાખના ખર્ચે “ શ્રી. ભેગીલાલ મગનલાલ કૉમસ હાઈસ્કૂલની સ્થાપના કરી છે, જે અત્યારે વ્યાપારી શિક્ષણ લેતા અને લેવા માગતા મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને આશીવાદરૂપ થઈ પડી છે. તે ઉપરાંત જેને ગુપ્તદાન કહી શકોએ તેવું તે કોમર્સ હાઈસ્કૂલની રકમ કરતાં પણ ઘણા મોટા પ્રમાણમાં તેમના હાથે થયું હશે અને હતું પણ ચાલુ જ છે.
શેઠ ભેગીલાલભાઈનું જાહેર જીવન વિવિધ પ્રકારનું છે. જો કે તેઓ કેસના સભ્ય છે, છતાં પણ તેમના સવભાવમાં રહેલી વિશિષ્ટ સહિષ્ણુતાને અંગે કોઈ પણ રાજકીય વિચારસરણી ધરાવનાર સાથે તેની સામેળ રાખી શકે છે અને તેમની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com