________________
જીવનપરિચય
: ૧૩ :
પણુએ શેઠ ભેગીલાલભાઈના એકમમાં મુગે પણ મહત્વનો ફાળો આપે છે. શેઠ ભેગીલાલભાઈ પિતાની ધંધાદારી તેમજ ધાર્મિક તથા સામાજિક પ્રવૃત્તિઓ કેવળ નિશ્ચિતપણે કરી શક્યા હોય તે અ.સ. ચંચળબહેનને આભારી છે. જેવી રીતે અ. સે. ચંચળબેન શેઠ ભેગીલાલભાઈની સર્વ ધમપ્રવૃત્તિઓમાં પૂરો સહકાર આપે છે, તેવી જ રીતે શ્રી રમણિકલાલભાઈના ધર્મપત્ની અ. સે. મધુકાન્તાબહેન શ્રી રમણિકભાઈના ધાર્મિક તથા સામાજિક કાર્યો પિતાની સ્વાભાવિક ગરવાઈ અને ઊંડી ધર્મભાવનાથી શોભાવે છે. આ રીતે શેઠ ભેગીલાલભાઈનું કોમ્બિક જીવન એટલું સુખદ અને શીતળતાભર્યુ* છે કે તેથી તેઓ લોકસંગ્રહના કાર્યમાં પૂરી તમયતા જાળવી શકે છે.
માનવીની મહત્તા શાના ઉપરથી અંકાય તેનું કેઈ સર્વમાન્ય માપ કે ધોરણ હજી સુધી તો નક્કી થયું નથી અને કયારેય થાય કે કેમ તે શંકા છે. શેઠ ભેગીલાલભાઈની જનકલ્યાણની અનેકવિધ પ્રવૃત્તિઓ તે સતત ચાલુ જ છે, એટલે તે બધાનું છેવટનું મૂલ્યાંકન કરી શકાય તેમ નથી, છતાં એમ કહેવાય કે કઈ માનવીએ એક ક્ષણભર પણ બીજા દીન દુઃખી બાંધવોને સુખ આપવા માટે સાચા દિલથી પ્રયાસ કર્યો હોય અને તેમના આંસુ લેહ્યાં હોય કે અનેક વ્યક્તિઓને જીવન જીવવામાં ઉપયેગી નીવડે કે માર્ગદર્શક થાય તેવાં કાર્યો કર્યા હોય તે તેને મહાન કહેવાય, તે શેઠ ભોગીલાલભાઈને વિનાસંકેચે તે કક્ષામાં મૂકી શકીએ. માનવતાની સુવાસથી મહેકતું એમનું જીવન સાચી માનવતાના દર્શન કરાવે છે અને અંતે તે માણસે સાચી માનવ તાના સિવાય બીજું પણ પ્રાપ્તય શું કરવાનું છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com