________________
પ્રસ્તાવના
મe
મોક્ષ પ્રાપ્ત થઈ શકતું નથી. દુ:સાધ્ય વસ્તુને પણ પ્રાપ્ત કરવાને ભાવ વિના બી ઈ ઉપાય નથી કારણ કે તે ભાવને કારણે જ શ્રી ભરત ચક્રવત્તએ ગૃહસ્થાવસ્થામાં જ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું તેથી વિવેકી પાણીએ ધનાવહુ શ્રેણીની માફક સંસારરૂપી સંતાપની શાતિના માટે ભાવરૂપી જળવડે પોતાના આત્માને સિંચિત કરવો જોઈએ. અહીં ધનાવહ શ્રેણીની કથા (પા. ૨૫૩ થી ૫ ૨૦. . સુધીમાં આપવામાં આવેલ છે. - સુખપૂર્વક સાધી શકાય તેવી ભાવના વિશાળ ફલ જાણી સંકટસમયે કે સુખસમયમાં તે જ ભાવનાનું શરણ સ્વીકારવું. ભાવના કેવી રીતે ભાવવી તે જણાવે છે કે તે દિવસ કયારે આવે કે જ્યારે હું ગૃહસ્થાવાસને ત્યાગ કરીને ગુરુ સમીપે વ્રત ગ્રહણ કરું અને કલાકાંક્ષા રહિત તપશ્ચર્યા દ્વારા કુશ બનીને ગુરુમહારાજની સાથે વિચરૂ. આ પ્રમાણે પરમાર્થનો વિચાર કરીને હું ધનને સાર્થક કરીશ.” શ્રી શ્રેયાંસનાથ પરમાત્મા કહે છે કે હે ભવ્ય પ્રાણીઓ ! ધનાવહન દષ્ટાંતથી ભાવનું નિર્મળ ફળ જાણીને દાન, શીલ અને તપને સાર્થક કરવા માટે સંસારના શત્રુસ્વરૂપ ભાવ ધર્મને વિષે જ તમારા મનને નિશ્ચળ બનાવો.
તેરમા (છેલા )સમાં પરમાત્મા શ્રી શ્રેયાંસનાથ ભગવંતની દેશને સાંભળીને કે સ્તંભ વગેરે છોતેર ક્ષત્રિય પુરુષે પોતાના સે સે સેવકજને સાથે પ્રતિબંધ પામી પરમાત્માના હસ્તે દીક્ષા ગ્રહણ કરે છે. ધારિણી પ્રમુખ કુલીન સ્ત્રીઓ પણ સંયમ સ્વીકારે છે; નિયંચે, દેવ, અસુરે સમકિતની પ્રાપ્તિ કરે છે અને રાજારાણીઓ વગેરે દેશવિરતિ ધર્મ સ્વીકારે છે,
આ રીતે શ્રી શ્રેયાંસનાથ ભગવાનના પ્રથમ સમવસરણમાં ચતુર્વિધ સંઘની સ્થાપના થાય છે. હવે પરમાત્મા કોસ્તુભ વગેરે ગણધરોને ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ ત્રિપદી આપી તેમને ગણધર પદે સ્થાપે છે, જેથી ગણધર ભગવાન બુદ્ધિના અતિશયને કારણે દ્વાદશાંગીની રચના કરે છે. પછી મહારાજા વાસક્ષેપથી પરિપૂર્ણ રત્નનો થાળ લાવતાં પરમાત્મા આસન ઉપરથી ઊઠી ચૂર્ણની સંપૂર્ણ મુષ્ટિ ભરી, જ્યારે દે મંગળ વાજિ વગાડે છે તે વખતે “ દ્રવ્ય અને ગુણપર્યાયયુત સૂત્ર તેમજ સૂત્ર અને અર્થ બંનેથી હું તમને અનુયાગની તથા ગણુની આજ્ઞા આપું છું કે તેમ બોલી પરમાત્મા નતમસ્તવાળા તે ગણધરો પર પ્રથમ અને ગુણીયલ ધારિણી પ્રવત્તિની પર પછી વાસક્ષેપ નાંખી. પં અર્પણ કરે છે. પરમાત્માને કોસ્તુભ વગેરે છોંતેર ગણધર થયા. પૃથ્વીતલને વિષે મિથ્યાત્વને નાશ કરનાર એવા દાન, શીલ, તપ અને ભાવરૂપ ચાર પ્રકારનો ધર્મ તે વખતે પવો . હવે પ્રથમ પિરસી પૂર્ણ થતાં સુવર્ણના થાળમાં રહેલ ચાર પ્રસ્થ* (આઠ શેર ) સુગંધી કદમાંથી બનાવેલ,
ભીને અવાજ થઈ રહેલ છે તે વખતે અક્ષત બલી મંગાવી સેમચંદ્ર રાજવીએ પૂર્વે ધાથી સમવસરણમાં પ્રવેશ કરી આકાશમાં ઉછાળેલા તે બલિમાંથી અડધે ભાગ આકાશમાંથી દે અને અડધો ભાગ પૃથ્વી પરના રાજાઓ તથા શ્રેષ્ઠ લોકો પ્રેમપૂર્વક ગ્રહણ કરે છે, કે જે બલિના પ્રભાવથી પૂર્વના રોગે નાશ પામે છે, અને છ માસ સુધી નવા રોગો થતાં નથી એમ શાસ્ત્રોમાં જણાવેલ છે. : ' હવે શ્રી શ્રેયાંસનાથ પરમાત્મા ઉત્તર દરવાજેથી નીકળી ઈશાન ખૂણામાં રહેલ દેવદામાં જઈને વિશ્રામ કરે છે. એટલે ભગવંતની પાદપીક પર બેઠેલા મુખ્ય ગણધર કસતુભ બીજી પિરંસીને વિષે ' કલેશ-સંતાપને દૂર કરનારી દેશના આપે છે. છેવટે પરમાત્માને નમસ્કાર કરી દેવ, દાનવો સ્વસ્થાને જાય છે.
• તે વખતનું માપ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com