________________
શેઠ ઝીય મામલાલને
જે પારમાર્થિક તથા ધાર્મિક કાર્યો કરેલાં છે તે તેમના જીવનની સને આખર દીપાવે તેવા છે.
ધર્મના ક્ષેત્રમાં તેમજ જ્ઞાનનાં ક્ષેત્રમાં તેમના મિત્ર શ્રી ખન્તિ અમરચંદ વોરાના સહકારથી તાલધ્વજગિરિ તીર્થક્ષેત્રના ઉદ્ધારના કાર્યમાં એમ હવને ફાળે આપે છે. ભોગીલાલભાઈના ધામિક જીવન ઉપર પ્રાતઃસ્મરણીય સૂરિસાત્ આચાર્ય શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજની ઘેરી છાપ છે અને તેઓના ધાર્મિક વ્યવહાર માં સૂરીશ્વરશ્રીની પ્રેરણા સ્પષ્ટપણે દેખાઈ આવે છે.
તેઓશ્રીની પ્રેરણાથી મહાગિરિરાજ શ્રી શત્રુંજય તીર્થની એક ટુક સમાન લેખાતા તળાજા ખાતેના શ્રી તાલધ્વજગિરિનો વહીવટ તેમણે ઉપાડ, અને તેમના મિત્ર શ્રી ખાન્તિલાલ અમરચંદ વોરાના સહકારથી ટૂંક સમય માં આ તીર્થસ્થાનને સારી ખ્યાતિમાં મૂકહ્યું, યાત્રિકોની સગવડ માટે એક ભેજનશાળા ખોલવામાં આવી અને કેઈપણ જાતને બદલે લીધા સિવાય જમવાની સુંદર સગવડ કરવામાં આવી.
તાલધ્વજગિરિનું ઐતિહાસિક મહત્વ ઘણું છે. આ પ્રાચીન તીથનો ઉદ્ધાર કરવાનો તરત નિર્ણય લેવામાં આવ્યું અને તરત આ શુભ કામની શરૂઆત કરવામાં આવી. આજે તીર્થની મુખ્ય ટુંકને બાવન જિનાલયથી:ભવ્ય બનાવવામાં આવી છે. મુખજીની સૌથી ઊંચી ટુંકનો અને ત્યાં જવાના માર્ગને ઉદ્ધાર કરી તે સુભિત બનાવવામાં આવી છે. અને યાત્રિકોનું આકર્ષણ વધતા આજે તાલધ્વજગિરિ એક મોટું તીર્થધામ બની ગયું છે. ભાવનગરના મહારાજા શ્રી સર કૃષ્ણકુમારસિંહજી એ પણ અત્રે પધારી શ્રી જૈન વિદ્યાર્થી ગૃહનું ખાત-મુહૂત કરી તથા ચૌમુખજીનો કાતિર્થંભ ખુલે મૂકી આ તીર્થ તરફની પિતાની ભક્તિ પ્રદર્શિત કરી છે.
તે ઉપરાંત તાલવજ જે વિદ્યાથી ગૃહની સ્થાપના કરવા માટે શેઠ ભેગીલાલભાઈએ શેઠ મોહનલાલ તારાચંદ વગેરે મિત્રોના સહકારથી રૂપિયા બે લાખ જેટલી મોટી રકમ એકઠી કરી સમગ્ર જૈન સમાજ ઉપર ભારે ઉપકાર કર્યો છે.
આ કુંડમાં વિશિષ્ટતા એ હતી કે-વિદ્યાર્થીગૃહ ખોલવાને વિચાર માત્ર કરવાની સાથે માત્ર એક જ દિવસમાં રૂા. બે લાખ તેઓશ્રી એકત્ર કરી શક્યા હતા. શેઠ ભેગીલાલભાઈની કાર્યકુશળતા અને અપૂર્વ શ્રદ્ધા સિવાય આ રીતને ફાળે જવલ્લે જ બની શકે.
તેઓની વિદ્યા પ્રત્યેની પ્રીતિ આદરણીય છે. વિદ્યા અને વિદ્વાનોના તે પૂજક છે. ચુસ્ત જૈન મતાનુયાયી હોવા છતાં સર્વ ધર્મ પ્રત્યે તેમને સદ્ભાવ છે. આથી ભાવનગરના ધાર્મિક અને સામાજિક મંડળોમાં તેઓ અત્યંત માનવંતું સ્થાન ધરાવે છે. ભાવનગરમાં આવતા સર્વ પંથના સાધુસંતોને તેમને ત્યાં ભાવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com