________________
શેઠ ભોગીલાલ મગનલાલનો
જીવનપરિચય
વીસમી સદીના પહેલા દાયકાની વાત છે. અમદાવાદની પાડા પળમાં વસતા સામાન્ય સ્થિતિના એક ગૃહસ્થની સાથે તેમને આંગણે એક બ્રાહ્મણ બાઈ કરુણ સ્વરે પિતાની વાત કરી રહી હતી. વાત કાંઈક એવી હતી કે તે બાઈ પોતાની પુત્રીના લન ઉપર કોઇ મોટી એવી રકમની મદદની માગણી કરી રહી હતી અને તે ગ્રહસ્થ કહેતા હતા કે તેઓ તે સામાન્ય સ્થિતિના હતા અને તે બાઈની આવી મોટી માગણી સંતોષી શકે તેવું તેમનું ગળું ન હતું. નિરાશ થઈને તે બાઈ ભારે હૈયે પાછી વળતી હતી. પિલા ગૃહસ્થનું દિલ પીગળી ગયું. તેમનાથી ન રહેવાયું. તેમણે તે બાઈને પાછી બોલાવીને કહ્યું: “બેન, મારા પાસે તે માંડ બે ત્રણ હજારની બચત છે. પણ તને હું રૂપિયા ૭૦૦ (સાતસો) આપીશ, તું સુખેથી તારી દિકરીના લગ્ન કરજે.” અને તે બાઈએ અંતરના આશીર્વાદ આપ્યા. અલબત્ત, તે મદદથી તેની પુત્રીના લગન તે કરી શકી.
આપણા ઉપરોક્ત પ્રસંગના ગૃહસ્થ તે બીજા કેઈ નહીં પણ આજે સૌરાષ્ટ્રના રાજકારમાં, પાસ્માર્થિક કાર્યોમાં, દાનનાં ક્ષેત્રમાં, વિદ્યા અને વિદ્વાનોને પ્રેસાહન આપવામાં, અને ઘોગિક વિકાસમાં જેમનું નામ પ્રથમ હરોળમાં સ્થાપિત થયેલું છે તે શેઠ ભેગીલાલભાઈ મગનલાલ.
તેઓનું નામ એટલું તે સુપ્રસિદ્ધ છે કે તેઓનાં વિષે કાંઈ લખતાં કે કહેતાં સ્વાવિક રીતે જ એ ક્ષોભ રહ્યા કરે કે કદાચ તેમની આવી સવગી કલ્યાણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com