________________
શેઠ ભોગીલાલ મગનલાલને
શેઠ ભેગીલાલભાઇને તથા શેઠ હરગોવનદાસને મિલને વહીવટ આવે સરસ ચેલાવવા બદલ શેર હોલ્ડરે તરફથી માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. તેના સમારંભમાં બાલતા અમદાવાદની શેર બજારના પ્રમુખ શ્રી. નંદુભાઈ મંછારામે કહ્યું હતું કે “ શેર હોલ્ડર મિલ એજન્ટને માનપત્ર આપતા હોય તે પ્રસંગ આ પ્રથમ છે. અને ખરી રીતે આ અસાધારણ પ્રગતિને યશ શેઠ ભેગીલાલભાઈને જ છે. રૂા. ૧૦૦ના શેરમાંથી રૂા. ૯) પાછા આપવાને દાખલે પણ હિન્દભરમાં પ્રથમ જ છે.”
આવી રીતે ઘટાડેલી કિંમતના એટલે કે રૂ 11ની કિંમતના શેરના ભાવ વધીને એક વખત રૂ ૨૦૦૦ સુધી પહોંચ્યા હતા, જે હિન્દભરના લિમિટેડ કંપનીના ઇતિહાસમાં અદ્વિતીય છે.
પરંતુ આ બધી આર્થિક બાબતો અને મિલઉધોગમાં શેઠ ભેગીલાલભાઈએ પ્રાપ્ત કરેલી સફળતા અને તેમણે ઉપાર્જન કરેલી સંપત્તિને અગત્ય આપવાને અહીં ઉદ્દેશ નથી. જો કે મિલ ઉદ્યોગે શેડ ભેગીલાલભાઈના જીવનમાં અગત્યનો ભાગ ભજવે છે અને સમાજમાં પ્રતિષ્ઠિત લેખાતા મીલમાલિકના દરજજે તેમને પહોંચાડ્યા છે અને તે ઉદ્યોગના પ્રતાપે તેઓ લોકકલ્યાણનાં અને પરમાથનાં અનેક કામ કરી શકયા છે અને તેમની સ્થિતિના બધા જ ઉદ્યોગપતિઓ તે પ્રમાણે કરી શકતા નથી તે વાત ખરી છે, પરંતુ શેઠ ભેગીલાલભાઈના જીવનની કૃતકૃત્યતા એ ઉદ્યોગના મર્યાદિત વર્તુલને અપેક્ષિત નથી, પરંતુ તેમનામાં મનુષ્યત્વની જે ભાવના અને બીજાઓ પ્રત્યે જે પ્રકારની સહૃદયતા રહેલી છે તેને અપેક્ષિત છે. માણસ પાસે દ્રવ્ય હોય પણ તેને સદુપયેગ કરવાને પુણ્ય વેગ ન હોય એવું કેટલીક શ્રીમંત વ્યક્તિઓ પરત્વે લેકવ્યવહારમાં વારંવાર દેખાય છે. એનું કારણ એ હોઈ શકે કે પૂર્વસંચિત કર્માનુસાર માણસને અથ. સંપત્તિ મળે છે પરંતુ એ અર્થસંપત્તિના મૂળમાં ધમની ભાવના ન હોય તે તેને સન્માગે ઉપયોગ થઈ શકતો નથી. વિદ્યા, બુદ્ધિ અને અથનું ખરું મૂલ્ય તેના પ્રમાણમાં નહી પણ તેને કેવા પ્રકારે ઉપગ થાય છે તેનાથી અને તેની પાછળ રહેલી ધમભાવનાથી અંકાય છે. શેઠ ભોગીલાલભાઈએ પિતાની સંપત્તિના પ્રમાણમાં હંમેશાં કાંઈ ને કાંઈ પરમાર્થનું કામ કર્યા જ કર્યું છે. શરૂઆતમાં આપણે જે પ્રસંગ જે તે તેમની માનવી પ્રત્યેની અનુકંપા બતાવે છે. અને તેઓના જીવનમાં આવી સહદયતા છોછલ ભરી છે. ઊગતા જીવનમાં તેઓ સાઈકલ પર બેસીને કાંકરિયા તળાવમાં માછલીઓને ખવરાવવા જતા અને તે પછી જરા આગળ વધ્યા ત્યારે ગાડીમાં રોટલા લઈને છેક સાડીબાગ સુધી વાંદરાઓને ખવડાવવા પણ જતા. કોઈના કહેવાથી કે કઈ બીજી અપેક્ષાએ તેઓ આ બધું કરતા તેમ પણ ન હતું પરંતુ તેમના સ્વભાવનો એ સહજ ધર્મ હતે. અને એ ધર્મજ ઉત્તરોત્તર તેમને આટલે ઊંચે લાવ્યું છે અને એ ધમે જ તેમને પરોપકારદ્ધિ તરફ, પિતાની સંપત્તિને બીજાના હિત અર્થે વાપરવાની ઉદાત્ત ભાવના તરફ અને આ બધું અહીં જ રહેવાનું છે એવી તાવિક વિચારસરણી તરફ દેર્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com