________________
પર
પ્રસ્તાવના
જાય છે. તે વખતે ઇન્દ્રે નિર્મળ દેવ વસ્ર પરમાત્માના ડાબા ખંભા ઉપર મૂકયાબાદ પરમાત્માને નમસ્કાર કરી સર્વ દેવેા રાજાઓ વગેરે પાતાતાના સ્થાને જાય છે.
હવે પરમાત્મા પરિવાર સહિત અન્યત્ર વિહાર કરી. બીજે દિવસે સિદ્ધાર્થ નગરે પહોંચે છે, ગોચરી સમયે પરમાત્મા ન ૢ શ્રેષ્ઠીને ગૃહે આવે છે, તે શ્રેષ્ઠીને ત્યાં તે જ દિવસે તેના પુત્રના નામાભિધાનને મહેાત્સવ હોવાથી પોતાના કુટુંબી જનાને જમવાનુ આમંત્રણુ આપ્યું હતું. આ પ્રસંગે પરમાત્મા શ્રી શ્રેયાંસનાથ પ્રભુ ઘેર પધાર્યાં જાણી પરિવાર સાથે ઊભા થઇ, સાત આઠ પગલાં સન્મુખ જઇ આનંદ ભર વારંવાર પ્રણામ કરી, વસ્ત્રના છેડાથી પરમાત્માના બન્ને ચણા લુછી હે પ્રભુ ! આજ મારે આંગણે આપના પધારવાથી મારા જન્મ સફળ થયેલ છે, મારું આંગણું પવિત્ર થયેલ છે.
મારી સ` સંપત્તિ આપને આધીન છે તે આપ મારા ઉપર અનુગ્રહ કરો, એમ સ્તુતિ કરી સરળબુદ્ધિવાળા નંદશ્રેષ્ઠી પરમાત્મા સમક્ષ સુવર્ણ રત્નાદિક ધરે છે, પરંતુ નિષ્પરિગ્રહી પરમાત્મા તે વસ્તુ નહિ સ્વીકારવાથી પછી શ્રેષ્ઠી ક્ષીરાન્ન ધરતાં તે નિર્દોષ જાણી પરમાત્માએ પાતાનું હસ્તપાત્ર ધરવાથી (દરેક પરમાત્મા તેજ પાત્ર ધરે છે.) વિકસિત રામરાવાળા નદશ્રેષ્ઠી ક્ષીરાશ વહાવરાવે છે, તે વખતે ત્યાં દેવસમૂહ આકાશમાં દેવદુ’દુભી વગાડે છે, સુગંધી જળપુષ્પોની વૃષ્ટિ કરે છે, અને નંદશ્રેણીના ગૃહાંગણમાં સાડાબાર કરોડ સુવર્ણની વૃષ્ટિ કરે છે. જય જય ધ્વનિ થવા લાગે છે, અા વાનમ્ અને વાનમ એમ દેવે ઉદ્ઘોષણા કરેછે અંતે અનેક પ્રકારના વાજિંત્રા વાગે છે. ( દરેક તીર્થંકર ભગવતનું પ્રથમ પારણ જે ભાગ્યશાળી છોષ્ઠીને ત્યાં થાય તે સ્થળે દેવા ઉપર પ્રમાણે દૃષ્ટિ કરે છે.)
“ જુએ તખ્તીના પુણ્યની રચના ” પુત્ર નામાભિધાનના શુભ પ્રસગને દિવસે જ પરમાત્મા તેને ઘરે પારણુ કરે છે. આવે ઉત્તમોત્તમ પ્રસંગ કાઈ પુણ્યપ્રભાવક પુરુષને જ પ્રાપ્ત થાય છે. ( પ્રાણીના પુણ્યના ઉઘ્ય શુ કામ નથી કરતા ?) ગ્રંથકાર મહારાજ અહિં જણાવે છે કે “ નંદ શ્રેષ્ઠી તથા તેના પુત્રના આનંદની સ્તુતિ કરીએ છીએ કે જેના નામભિધાનના પ્રસંગે પરમાત્મા પોતે જ આવી પહેાંચે છે. '' અને પરમાત્મા ખરેખર મહાન છે કારણુ કે ગોચરી પ્રાપ્ત કરીને તેમણે બલામાં સાડાબાર કરોડ સાનૈયા આપેલ છે. પરમાત્માનુ· સૌ પણું પણ આશ્ચર્યજનક છે. તેથી તે જ ભવમાં અક્ષય ભોગસામગ્રી અને મુક્તિ પ્રાપ્ત થાય છે.
પરમાત્મા ત્યાંથી વિહાર કરી ગયા બાદ તે શ્રેષ્ઠી પ્રભુના ચરણુ–સ્થાપનને સ્થળે અન્ય જતા તે સ્થળનું ઉલ્લંધન ન કરે તે માટે પીઠિકા બનાવે છે.
પરમાત્મા અનેક સ્થળે પ્રાણીઓ ઉપર ઉપકાર કરતાં કરતાં એ વર્ષે ફરી સિંહપુરી(જન્મભૂમિ)માં પધારે છે અને સહસ્ત્રાત્ર વનમાં દીક્ષાવૃક્ષ નીચે રહેલા પરમાત્મા તે વખતે શુકલધ્યાનના એ પાયાના ચિંતવનવડે ઘાતી કર્મોને નાશ કરતાં માત્ર માસની અમાવાસ્યાને દિવસે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં આવતાં પૂર્વાહ્ન સમયે વ્યાધાત રહિત પૂ અને લેાકાલોકને પ્રકાશ કસ્તુ' કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. તે વખતે આસનક પથી અવધિજ્ઞાનારા પરમાત્માને કેવળજ્ઞાનની પ્રાપ્તિ જાણીને બધા ઇન્દ્ર મહારાજાએ ત્યાં આવી પડે ંચે છે. પરમાત્માના સમવસરણની રચના કરવાને ઇચ્છતાં પ્રથમ વાયુકુમાર દેવા એક યેાજનપ્રમાણુ પૃથ્વીને સાફ કરે છે, પછી મેષકુમાર દેવા તે પૃથ્વીને ચંદન, કેસર અને ધનસાર એવા સુગંધી પદાર્થાવડે પડથાર બાંધી પુષ્પષ્ટિ કરે છે. પછી 'તરેન્દ્રો ચાર પ્રકારના તારણુ ખાંધે છે, બાદ ભવનપતિ દેવા પ્રથમ રૂપાનેા ગઢ સુવણુ કાંગરાવાળા બનાવે છે, તે રૂપાના ગઢની અ་દર જ્યોતિષી દેવા સાનાને કિલ્લા અને તેના ઉપર રત્નનાં કાંગરાવાળા બીજો ગઢ બનાવે છે ભાદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com